Abtak Media Google News

૯૯૬ વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ‘સબમીટ’ બટન ભૂલી ગયા

આવનારો સમય દેશ, રાજય માટુે ડીઝિટલ ક્ષેત્રને લઇ અત્યંત મહત્વપૂર્ણ છે, ત્યારે ડીઝિટલ અને ઓનલાઇનને લઇ આજના નવયુવાનોમાં જે જાગૃતા હોવી જોઇએ, તે જોઇ શકાતી નથી. એવી જ રીતે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પાંચ ડીસીપ્લીનને લઇ ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં કોમર્સ ક્ષેત્રનો પણ સમાવેશ થયો છે. કુલ ૩પ હજાર વિદ્યાર્થીઓની સામે ૯૯૬ વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરવા માટે ‘સબીટ’ બટન પર કલિક કરતા ભૂલી ગયા છે, ત્યારે એ વાત પણ સ્પષ્ટ છે કે, ઓનલાઇનમાં કોલેજના વિઘાર્થીઓ ‘ઢ’ સાબીત થયા છે.

ગુજરાત યુનિવર્સિટીનાં સૂત્રો દ્વારા પ્રાપ્ત માહીતી મુજબ જે પ્રોવિઝનલ મેરીટ બહાર પાડવામાં આવ્યું છે તેમાં ૯૯૬ વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરવામાં નિષ્ફળ નીવડયા છે.

એવી જ રીતે ૩૧૧ વિદ્યાર્થીઓ કે જેને ફોર્મ ભર્યા છે, પણ પૂરતા સર્ટીફીકેટ નથી આપ્યા તેઓનાં ફોર્મ પણ પૂર્ણ જાહેર થયેલા નથી. હાલ યુનિ. પ્રસાશન દ્વારા આ તમામ ૩૧૧ ફોર્મને પેન્ડીંગ એડમીશન કેટેગરી હેઠળ રાખવામાં આવ્યા છે, જયારે વિદ્યાર્થીઓ પૂરતા દસ્તાવેજ આપશે. ત્યારે તેમના એડમીશનને માન્ય ગણાશે અને એડમીશન લીસ્ટમાં પણ ઉમેરો થશે.

ગુજરાત યુનિ. દ્વારા આગામી વધુ બે દિવસ વિદ્યાર્થીઓને અપાયા છે. જેમાં તેઓએ બાકી ફોર્મની વિગતો આપવી ફરજીયાત છે, જેના આધારે તેમનું એડમીશન શકય થઇ શકશે. યુનિ. પ્રસાશનને આશરે ૧ હજાર જેટલા વિદ્યાર્થીઓએ ફરીયાદ કરી હતી કે તેમના દ્વારા ફોર્મ ભરવા માટે સબીટ બટન દબાવાયું નથી. હાલની સ્થિતિમાં એ વાત સ્પષ્ટ થઇ રહી છે કે ઓનલાઇનમાં પણ કોલેજનાં વિદ્યાર્થીઓ ‘ઢ’ સાબીત થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.