Abtak Media Google News

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢની વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ઓન લાઈન ખેડૂત તાલીમ યોજાઇ ગઈ. જેમાં અંદાજે ૧૨૦ ખેડૂતોએ આ તાલીમમાં જોડાઈ માર્ગદર્શન મેળવેલ હતું.  આ ઓનલાઇન તાલીમમાં તજજ્ઞો કીટકશાસ્ત્રનાં વડા  ડો.એમ.એફ.આચાર્યએ પાકમાં આવતી જીવતો વિષે વિગતવાર માહિતી આપી. રોગશાસ્ત્રનાં વડા ડો. એલ.એફ. અકબરીએ હવે પાકમાં આવતા રોગો વિષે માહિતી આપી હતી તેમજ કપાસની સમસ્યા માટે ડો. ડી.કે. ડાવરા, શાકભાજી અંગે ડો. કે.બી. આસોદરિયા તેમજ પાણી ભરાવાના કારણે શું કરવું તેની વિગતવાર માહિતી કૃષિ વિજ્ઞાનના વડા  ડો. આર.કે. માથુકીયાએ આપી હતી, આ કાર્યક્રમમાં ડો.જી.આર.ગોહિલે ઉપસ્થિત મહાનુંભાવોનું સ્વાગત, સંકલન અને સંચાલન કરેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.