Abtak Media Google News

ગુરૂ- શુક્રના અસ્તના કારણે મે મહિનામા એકપણ મૂહુર્તો નહિ

એસ્ટ્રોલોજી ન્યુઝ 

Advertisement

દર વર્ષે દેવદિવાળીના દિવસે દેવતાઓ જાગે એટલે ત્યારબાદ લગ્નના શુમ મુર્હુતોની શરુઆત થાય છે. આ વર્ષે દેવદિવાળી તા. ર3-11 ને ગુરુવારે છે આથી ત્યારબાદ લગ્નના શુભ મુહુર્ર્તોની શરુઆત થશે. લગ્નનું પહેલું શુભ મુહુર્ત નવેમ્બર મહિનામાં ર7 તારીખથી છે.

લગ્નના શુભ મુહુર્તોની વિગત

નવેમ્બર મહિનામાં તા. 27, 28, 29, ડિસેમ્બર મહિનામાં 6, 7, 8, 14, 15, આમ ધનારક કમુર્હુતાૃ પહેલા લગ્નના આઠ મુહુર્તો છે.
તા. 16-1ર-ર3 થી 14-1-24 સુધી ધનારક કમુહુર્તા ચાલશે એટલે આ સમય દરમ્યાન લગ્નની શરણાય વાગશે નહિ કમુહુર્તા પછી લગ્નના શુભ મુહુર્તો

જાન્યુઆરી મહિનામાં તારીખ 21, 22, 27, 28, 30, 31

ફેબ્રુઆરી મહિનામાં તારીખ 2, 4, 6, 12, 17, 18, 19, 24, 26 ,27 28, 29

માર્ચ મહિનામાં તારીખ 2, 3, 4, 6, 11, 13

ત્યારબાદ તા. 14-3-2024 થી તા. 13-4-2024 સુધી મીનારક કમુહુર્તા ચાલશે. અને તા. 17-3-2024 થી 24-3-2024 સુધી હોળાષ્ટક છે. આમ મીનારક અને હોળાષ્ટકમાં લગ્ન થાય નહિ આથી ત્યારે લગ્નના શુભ મુહુર્તો નથી.

ત્યારબાદ એપ્રિલ મહીનામા લગ્નના મુહુર્તો છે. એપ્રિલ મહિનામાં લગ્નના ચાર મુહુર્તો છે. એપ્રિલ મહિનાના મુહુર્તો તારીખ 18, 21, 26, 28

ત્યારબાદ શુક્ર ગ્રહનો અસ્ત તારીખ 1-5-2024 થી 28-6-2024 સુધી શુક્ર ગ્રહનો અસ્ત છે.
ગુરુ ગ્રહ નો અસ્ત તા. 7-5-2024 થી 2-6-2024 સુધી છે આમ ગુરુ તથા શુક્રના અસ્તમા લગ્ન થઇ શકતા નથી આથી મે મહિનામાં લગ્નના એકપણ મુહુર્તો નથી જયારે જુન મહિનામાં લગ્નના માત્ર બે જ મુહુર્તો છે. અને તે પણ મહિનાની આખરમાં છે. આથી આ વર્ષે ઉનાળામાં લગ્નના સાવ ઓછા મુહુર્તો છે.

જુન મહિનાના મુહુર્તો તા. 29, 30

જુલાઇ મહિનાના મુહુર્તો તા. 9, 11, 12, 13, 14, 15

ત્યારબાદ 17 જુલાઇ ના દિવસે દેવશયની એકદશી છે. આમ દેવશયની એકાદશીના દિવસે દેવતાઓ પોઢી જાય છે આથી ત્યારબાદ લગ્નના મુહુર્તો હોતા નથી.

આ વર્ષે 14 ફેબ્રુઆરીના દિવસે વસંત પંચમી છે. જયારે અખાત્રીજ 10 મેના દિવસે છે. પરંતુ આ વર્ષે અખાત્રીજના દિવસે પણ ગુરુ-શુક્રનો અસ્ત હોતા લગ્ન થઇ શકશે નહિ.

આમ આ વર્ષે લગ્નના માત્ર 44 જેટલા જ મુહુર્તો છે. તેમાં પણ ઉનાળમાં માત્ર 1ર જેટલા જ મુહુર્તો છે. સૌથી વધારે ફેબ્રુઆરી મહિનામાં 1ર જેટલા લગ્નના મુહુર્તો છે. ગયા વર્ષે 63 જેટલા લગ્નના શુભ મુહુર્તો હતા આ વર્ષે માત્ર 44 મુહુર્તો જ છે તેમ શાસ્ત્રી રાજદીપ જોશીની દ્વારા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.