Abtak Media Google News

તા. ૩૦ .૧૧.૨૦૨૩ ગુરુવાર  ,સંવંત ૨૦૮૦, કારતક વદ ત્રીજ, આર્દ્રા  નક્ષત્ર, શુભ  યોગ, બવ કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ)   રહેશે.

મેષ (અ,લ,ઈ) : તમારા રસ-રુચિમાં આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

વૃષભ (બ,વ,ઉ) : પરિવાર માટે વિચારવા નો સમય મળે, સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો,દિવસ પ્રગતિકારક રહે.

મિથુન (ક,છ,ઘ) : તમારા વ્યક્તિત્વને નિખાર આપી શકો, અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો,આનંદ દાયક દિવસ.

કર્ક (ડ,હ)  : માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે,દિવસ એકંદરે સારો રહે.

સિંહ (મ,ટ) :  નજીક ના સ્થળોએ જવા આવવાનું થાય, નવા લોકો સાથે મળવાનું બને,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

કન્યા (પ ,ઠ ,ણ ) : કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકો,  પરિવાર સાથે સમય વિતાવી શકો,આનંદ માણી શકો ,શુભ દિન.

તુલા (ર,ત) : લાંબા  સમયથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય,કામ માં સફળતા મળે.

વૃશ્ચિક (ન ,ય ) : જીવનમાં પરિવર્તન ની શરૂઆત થતી જોવા મળે, મનોમંથન કરી શકો,પોઝિટિવ વિચારો થી લાભ થાય.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): જુના પ્રશ્નોનો હલ કરી શકો, તમારા અંદરૂની મામલા નિપટાવી શકો,દિવસ સફળ રહે.

મકર (ખ ,જ ) :  વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે સમય વિતાવવો, કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે,વાણી માં સંયમ રાખવો.

કુંભ (ગ ,સ,શ ) : વિદેશ જવા ઇચ્છતા મિત્રોને સારું રહે, વિદ્યાર્થીવર્ગને સારું રહે,ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.

મીન (દ ,ચ ,ઝ ,થ): શત્રુઓ પર વિજય મેળવી શકો ,કોર્ટ કચેરીમાં રાહત મળે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

ગોચર માં રાજા સૂર્ય અને સેનાપતિ મંગળ નૈસર્ગીક આઠમી રાશિ વૃશ્ચિકમાં થી પસાર થઇ રહ્યા છે. મંગળ વૃશ્ચિકમાં સ્વગૃહી બને છે. મંગળ ના આધિપત્યમાં બે રાશિઓ છે પેલી છે નભોમંડળની પ્રથમ રાશિ મેષ જે જીવનની શરૂઆત બતાવે છે, જીવન બતાવે છે જયારે આઠમી રાશિ વૃશ્ચિક મંગળની જ રાશિ છે જે મૃત્યુ ઈંગિત કરે છે! મંગળની જ બે રાશિઓ જન્મ અને મૃત્યુ દર્શાવનારી છે જેમાં વૃશ્ચિક વિધ્વંસ દર્શાવે છે.મંગળની આ સ્થિતિમાં વિશ્વમાં નેતૃત્વની પરિવર્તનની શક્યતાઓ રહે.  વિશ્વના રાજકીય અને આર્થિક મોટા ફેરફારો લાવી શકે છે. નવા નેતાઓનો ઉદય થઈ શકે છે અને સ્થાપિત સત્તાધારીઓને પડકાર મળી શકે છે.  નવી  શોધ અને વિકાસને વેગ આપી શકે છે. ખાસ કરીને ઊર્જા, સંરક્ષણ અને તબીબી ક્ષેત્રમાં નવી શોધ થઈ શકે, અવકાશ અન્વેષણમાં નવી સફળતાઓ મળે. પરંતુ કોઈ કોઈ જગ્યાએ સંઘર્ષ અને અશાંતિ જોવા મળે. આંતરિક અને આંતરરાષ્ટ્રીય સંઘર્ષોનો વધારો થઈ શકે છે વળી જલતત્વ એટલે દરિયામાં કોઈ ને કોઈ રીતે સ્ફોટ અને અશાંતિ જોવા મળે. મંગળની આ સ્થિતિ કુદરતી આપત્તિઓ,  ભૂકંપ, જ્વાળામુખી અને સુનામીનું જોખમ વધારી શકે છે. મંગળની આ સ્થિતિ આર્થિક અસ્થિરતા અને બજારના ઉતાર-ચઢાવ ને વેગ આપી શકે  અને ઉચ્ચ પદે બિરાજમાન લોકોની મુશ્કેલી વધારી શકે છે!

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.