Abtak Media Google News

દેવદિવાળીના પાવન પર્વ અંતર્ગત

તુલસી માતાને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, જેમના વિવાહ ભગવાન શાલીગ્રામ, ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના રૂપ છે. માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીની પુજા થાય છે તે ઘરમાં ક્યારેય પણ ધન-ધાન્યની ઉણપ આવતી નથી. તુલસી વિવાહની સાથે વિવાહ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. તેમજ તુલસી એક એવો છોડ છે જે સામાન્ય રીતે દરેકના ઘરોમાં જોવા મળે છે. આ છોડ આધ્યાત્મિક અને ઔષધિય મહત્વ ધરાવે છે. ઘણા સમયથી આર્યુવેદિક દવાઓ બનાવવામાં એક મહત્વપૂર્ણ ઘટક તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહયો છે. જડીબુટૃીઓની રાણી તરીકે ઓળખાતી તુલસી અનેકવિધ ગુણોથી ભરપુર હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબજ લાભદાયક હોય છે.  કારતક માસની એકાદશી એ  આવતા તુલસી વિવાહનો તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ત્યારે તુલસીનું અનાદિ કાળથી ઘેર-ઘેર પૂજન થાય છે, તુલસીના પાન શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેમજ તુલસીમાં અનેક ગુણકારી શક્તિઓ રહેલી હોય દરેકના ઘરે તુલસી ક્યારો હોય સવારે ઉઠતાની સાથે જ તુલસી માતાના દર્શન થાય અને વૃક્ષ્ા વાવો, પર્યાવરણ બચાવોના શુભ હેતુથી દેવદિવાળી(તુલસી વિવાહ)ના પાવન પર્વ અંતગર્ત વિધાનસભા-68(પૂર્વ)ના ધારાસભ્ય ઉદય કાનગડ ધ્વારા તા.ર1 નવેમ્બરના મંગળવારે પેડક રોડ, પાણીના ઘોડા પાસે, વિધાનસભા-68(રાજકોટ- પૂર્વ) જનસેવા કાર્યાલય ખાતે સવારે 9:30 કલાકે વિનામુલ્યે 3 હજારી વધુ તુલસીના રોપા (કુંડા સાથે) વિતરણ કરવામાં આવશે. તેમ  તુલસીના રોપા (કુંડા સાથે) વિના મુલ્યે વિતરણનો લાભ લેવા શહેરીજનોને અનુરોધ કરતા ધારાસભ્ય ઉદય કાનગડએ અંતમાં જણાવેલ હતું.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.