Abtak Media Google News

દરરોજ ૪ લાખ આધાર અપડેટ થતાં હોવાના આંકડા : સીએએ એનઆરસી આવ્યા બાદ ધડાધડ આધાર અપડેટ થવા લાગ્યા

 આધારમાં સુધારા માટે લોકો જાગૃત થયા : ૩૭ હજાર કરોડ વખત ઓથેન્ટીકેશન માટેની રિક્વેસ્ટ થઇ હોવાના યુઆઇડીએઆઇના આંકડા

આધાર સેવા કેન્દ્ર તેમજ બેંક, પોસ્ટ ઓફિસ સહિતના સ્થળોએ આધાર માટેની કામગીરીથી ખૂબ ફાયદો થયો

દેશની ૯૩ ટકા વસ્તીને ‘આધાર’ મળી ચૂકયો છે. ૧.૨૫ બીલીયન નાગરિકો એટલે કે, સવા સો કરોડની જનતા પાટે આધારકાર્ડ છે. જ્યારે માત્ર ૭ ટકા નાગરિકો પાસે જ હવે આધાર ન હોવાનો ખુલાસો યુઆઈડીએઆઈ દ્વારા કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૮માં દેશના ૯૦ ટકા નાગરિકો પાસે આધાર હતું. જે વર્ષ ૨૦૧૯માં વધીને ૯૩ ટકાએ પહોંચ્યું છે. આધારકાર્ડમાં નોંધાયેલી વિગતોને સુધારવા મામલે પણ હવે ભારતીયો ગંભીર બનતા જાય છે. યુઆઈડીએઆઈ જાહેર યેલા આંકડાનુસાર અત્યાર સુધીમાં આધાર માટે બાયોમેટ્રીક અને ડેમોગ્રાફીક સુધારા-વધારા કરવા માટે ૩૩૧ કરોડ વખત પ્રયત્નો ઈ ચૂકયા છે. આ આંકડા પરી ફલીત થાય છે કે, આધાર કાર્ડ માટે દરરોજ ૩ થી  ૪ લાખ અપડેટ યા છે. છેલ્લા ૧ થી ૨ અઠવાડિયામાં આધાર અપડેશનની કામગીરી ખુબજ તેજ બની છે. જેની પાછળ સીએએ-એનઆરસીની અમલવારી કારણભૂત હોવાનું વિશ્ર્વસનીય સુત્રો પાસેી જાણવા મળી રહ્યું છે. ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડ લોકોમાં વધુ પ્રચલીત બની રહ્યું છે. આધારને હવે પ્રામિક ડોક્યુમેન્ટ ગણવામાં આવે છે. પરિણામે આધારમાં નોંધાયેલી વિગતો પ્રત્યે લોકો સભાન થતાં જાય છે. આધારનો ઉપયોગ અત્યાર સુધીમાં ૩૭૦૦૦ કરોડ વખત ઓેન્ટીકેશન માટે થઈ ચૂકયા હોવાનું યુઆઈડીએઆઈ આંકડા કહી રહ્યાં છે. એક દિવસમાં ઓેન્ટીકેશન માટે મળતા આંકડા જોઈએ તો દરરોજ ૩ કરોડ વખત યુઆઈડીએઆઈના ઓેન્ટીકેશનની રિકવેટ મળે છે.

Admin

૧૨૫ કરોડ જેટલા નાગરિકોના આધાર અપડેશન-સુધારા વધારા માટે યુઆઈડીએઆઈ દ્વારા આધાર સેવા કેન્દ્ર પ્રોજેકટ વર્ષ ૨૦૧૯ના માર્ચ મહિનામાં શરૂ કરવામાં આવ્યો હતો. આખા દેશમાં યુઆઈડીએઆઈ  દ્વારા ૧૧૪ આધાર સેવા કેન્દ્ર સપવામાં આવ્યા હતા. દરેક આધાર સેવા કેન્દ્ર દરરોજ ૧૦૦૦ સર્વિસ રીકવેટ માટેની કામગીરી કરી શકે તે માટેની ક્ષમતા હતા. આ આધાર સેવા કેન્દ્રો સાતેય દિવસ ખુલ્લા રાખવાની તૈયારી ઈ હતી. આ ઉપરાંત આધાર સર્વિસ માટે નાગરિક ઓનલાઈન એપોઈનમેન્ટ લઈ શકે તે માટેની વ્યવસ થઈ હતી. લોકોને નવા આધાર માટે અવા આધારકાર્ડમાં સુધારા વધારા કરવા માટે સરળતા રહે તેવા હેતુી બેંક, પોસ્ટ ઓફિસ, બીએસએનએલ અને રાજ્ય સરકારની વિવિધ સંસમાં પણ આધાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા હતા. આ કેન્દ્રની સંખ્યા ૩૫૦૦૦ી વધી ગઈ છે. કેન્દ્ર સરકારના યુઆઈડીએઆઈ દ્વારા કરાયેલા પ્રયત્નોના પરિણામે વર્તમાન સમયમાં દેશના ૯૩ ટકા નાગરિકોને આધાર મળી ચૂકયો છે. છેલ્લા એક વર્ષના ગાળામાં આધાર કાર્ડ મેળવનારની સંખ્યા ૩ ટકા વધી છે. હાલની સ્થિતિએ દેશમાં માત્ર ૭ ટકા જ નાગરિકો એવા છે જેમની પાસે આધાર નથી. સરકારના પ્રયત્નો કી આગામી ટૂંકાગાળામાં તમામને આધારકાર્ડ મળી જશે તેવું માનવામાં આવી રહ્યું છે.

  • આધારને લગતી ૩૫ ઓનલાઇન સર્વિસ માત્ર એક જ એપમાં!

આધારકાર્ડમાં સુધારા વધારા તેમજ તેમને લગતી સેવાઓ માટે થોડા સમય માટે યુઆઈડીએઆઈ દ્વારા મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી હતી. જેને એમ-આધાર નામ અપાયું હતું. આ એપ્લીકેશનનું નવું વર્ઝન લોન્ચ યા બાદ ૩૫ ઓનલાઈન સેવા હવે મળવા લાગી છે. નાગરિક એપ્લીકેશનમાં ૩ આધાર પ્રોફાઈલ અપડેટ કરી શકે છે. એરપોર્ટ, રેલવે સહિતના સ્ળોએ ઓળખના પુરાવા તરીકે આધાર પ્રોફાઈલનો ઉપયોગ ઈ શકે છે. આધારકાર્ડ ધરાવતા હોય તેવા લોકો પૈકીના એક ટકા લોકો એટલે કે ૩૫ લાખ યુઝર્સ વર્તમાન સમયમાં એમ-આધાર એપ્લીકેશનનો ઉપયોગ કરી રહ્યાં હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.