Abtak Media Google News

અબતક બ્યુરો ચિફ કિરીટ રાણપરિયા પરિવારની શુભેચ્છા મુલાકાતે રાષ્ટ્રીય પાસના નેતા હાર્દિક પટેલ

હાલના સમયમાં અનામતનાં લાભ નહીં મળા તમામ સમાજને લડત સામેલ થવું જોઈએ

ગુજરાતમાં પાટીદાર આંદોલનને કારણે ત્રણ વર્ષમાં સરકાર દ્વારા આયોગની રચના કરવાની ફરજ પડી

ઉપલેટા ‘અબતક’ બ્યુરો ચિફની મુલાકાતે આવતા પાસના દિગ્ગજ હાર્દિક પટેલને આવકારતા બ્યુરો ચિફ કિરીટ રાણપરીયા, બીજી તસ્વીરમાં અનામત મુદ્દે ચર્ચા કરતા હાર્દિક પટેલ, બાજુની તસવીરમાં ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા, પાસના ક્ધવીનર ગિરીશભાઈ આરદેશણા, જતીન ભાલોડીયા નજરે પડે છે. પાંચમી તસવીરમાં બ્યુરો ચીફ કિરીટ રાણપરીયા પરિવાર સો હળવી પળોમાં હાર્દિક પટેલ અને અંતિમ તસવીરમાં હાર્દિક પટેલની લક્ષણિક અદામાં નજરે પડે છે.

સમગ્ર દેશને અનામત આંદોલન કરી નવો રાહ ચિંધનાર પાટીદાર અનામત આંદોલન પ્રણેતા હાર્દિક પટેલ ઉપલેટા પધારતા તેઓએ ‘અબતક’ના બ્યુરો ચિફ કિરીટ રાણપરિયા પરિવારની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ત્યારે અનામત આંદોલની પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજને શું ફાયદો અને નુકશાન ના વિવિધ પાસાઓ વિશે ઉપરાંત હાલના સમયમાં વિર્દ્યાથીઓ ખેડૂતો ભારે સંઘર્ષના સમયમાંથી પસાર થઈ રહ્યાં હોવાનું જણાવેલ હતું.5 46‘અબતક’ બ્યુરો ચિફ કિરીટ રાણપરિયા પરિવારના આંગણે પધારેલા હાર્દિક પટેલનું પુષ્પગુછ આપી પરિવારોએ ઉષ્માભર્યું સ્વાગત કરેલ હતું. આ તકે ‘અબતક’ બ્યુરો ચિફ કિરીટ રાણપરિયા સાથે છેલ્લા ત્રણ વર્ષ થયા પાટીદાર અનામત આંદોલન વિશે ઘણી બધી વાતો કરી હતી. તેમાં ખાસ કરીને હાર્દિક પટેલે પોતાના નિખાલસ સ્વભાવમાં જણાવેલ કે પાટીદાર સમાજ કોઈનું લેવામાં નહીં પણ દેવામાં રાજી હોય છે.2 78 ત્યારે ઘણા ખરા આગેવાનો અને રાજકિય રોટલા શેકનારાઓ એમ કહે છે કે, હાર્દિક પટેલ અનામત આંદોલનને કારણે પછાત વર્ગનું ઓબીસી છીનવાઈ જશે પણ ખરેખર પાટીદાર અનામત આંદોલનની લડાઈએ ની સરકાર ઓબીસી બધુ આપે તેની સામે વાંધો નથી અમારે કોઈ સમાજનું છીનવી લેવું નથી પણ પાટીદાર સમાજના જે નબળા વર્ગને અન્યાય થાય છે તેની સામે અમારી આ લડત છે. સરકાર ધારે તો ઓબીસી સમાજની અનામત ચાલુ રાખીને પણ પાટીદાર સમાજને ન્યાય આપી શકે છે પણ આ સરકારની નિતિ ખારા ટોપરા જેવી છે તેને માત્ર અનામતની વાતના મુદ્દે બેઠકો કરવી છે તે વાતોના વડા કરવાના છે.4 49આ અંગે હાર્દિક પટેલે એક દાખલો આપતા જણાવેલ કે હરિયાણામાં જાટ સમાજે આંદોલન કર્યું સરકારે પાંચ વર્ષ પહેલા અનામતનો લાભ આપ્યો આ પાંચ વર્ષનાગાળામાં જાટ સમાજના અનેક યુવાનો અને અધિકારીઓ ઉચ્ચ પોસ્ટ ઉપર પહોંચી ગયા તે જ બતાવે છે કે જો સમાજ સંગઠન હોય ત્યાં ધાર્યું પરિણામ મેળવી શકાય છે. આવી જ રીતે જો ખેડૂતો અને યુવાનો સંગઠીન થાય સરકાર તે બેકારી દૂર કરવાની ફરજ પાડી શકે છે. આ બાબતે ઉચ્ચ શિક્ષણ લીધેલા યુવાનો પણ ચાર્જ પટ્ટાવાળાની ખાનગી નોકરી કરે છે તે એક માત્ર સંગઠનનો અભાવ છે.


હાર્દિક પટેલે ખેડૂતોની વાત કરતા જણાવેલ કે, ખેડૂતો આખુ વર્ષ મહેનત મજૂરી કરે ત્યારે તેને પોષણ ભાવો મળતા નથી. સરકાર ટેકાના ભાવ જાહેર કરે તો તેના કેન્દ્ર તેના મળતીયાઓ આપી દે અને ખેડૂતોના માલમાં પણ કમિશન લે છે. ખેડૂતો પાસેથી સોના જેવો માલ ખરીદી કપાસ અને માંડવીમાં પાણી અને ધુળ ભેળવી વચેટીયાઓ માલમ માલ થઈ જાય છે પછી ભીંસ વધતા મગફળીના ગોડાઉનો સળગી ઉઠે છે.Untitled 1 52 સળગાવનાર કે કાવત્રાખોર કોઈ નહીં પકડાય કારણ સરકારના આશિર્વાદ છે. જો સરકાર યુવાનો અને ખેડૂતો બાબતે યોગ્ય નહીં કરે તો ભોગવવાનો વારો આવશે.‘અબતક’ બ્યુરો ચિફ કિરીટ રાણપરિયાએ અનામત અંગે પુછેલા પ્રશ્નનાં જવાબ આપતા હાર્દિક પટેલે જણાવેલ કે છેલ્લા ત્રણ વર્ષ થયા ગુજરાતમાં પાટીદાર સમાજના યુવાનો આંદોલન ચલાવે છે. તેને કારણે એક વર્ષ પહેલા હાલની ભાજપની સરકારને ભિંસ વધતા સવર્ણો માટે નોકરીની ઉમરમાં છૂટછાટ આપવામાં આવી સરકારે સત્તા જવાની બીકે સવર્ણ આયોગ જાહેરાત કરવામાં આવી. આ આયોગમાં ઘણો લાભ પાટીદાર સમાજને મળી રહ્યો છે તેની દેણ પાટીદાર અનામત આંદોલન છે જો પાટીદાર સમાજ નો જાગ્યો હોત તો સરકાર તરફી પાટીદાર સમાજને કાઈ ન મળ્યું હોત.122વધુમાં અનામત વિશે વાત કરતા હાર્દિક પટેલે જણાવેલ કે પાટીદાર સમાજની સાથો-સાથ તમામ સવર્ણો સમાજને એક થઈ લડત આપવાનો સમય આવી ગયો છે. જો આવતા દિવસોમાં ચૂપ થઈને બેસી રહેશે તો આ બેરી-મુંગી સરકાર કોઈનું નહીં સાંભળે તે માટે સવર્ણો સમાજને સંગઠીત થઈ લડત આપવાનો યોગ્ય સમય આવી ગયો છે.

છેલ્લો પ્રશ્ન હાર્દિક પટેલને પુછયો કે આપ પાટીદાર સમાજને શું સંદેશો આપવા માંગો છો તેના જવાબમાં હાર્દિક પટેલે પાટીદાર સમાજને ગર્ભિત ઈશારો કરતા જણાવેલ કે આજે સમાજના ઘણા મોભીઓ એમ કહે છે કે, હાર્દિક રાજકારણ કરે છે ત્યારે મારે સમાજ શ્રેષ્ઠીઓને કહેવું છે કે હું સામાન્ય ગ્રામ પંચાયતનો સભ્ય પણ નથી તો રાજકારણ કેમ કરું જયારે વધુમાં કહેવું છે કે, દલીત સમાજના યુવાન જીજ્ઞેશ મેવાણી અને ઠાકોર સમાજના યુવાન અલ્પેશ ઠાકોર ધારાસભ્ય બની ગયા હોવા છતાં તે સમાજના લોકો કયારે બન્ને યુવાનો સામે કોઈ આંગળી ચિંધી નથી ત્યારે પાટીદાર સમાજમાં અંદરો અંદરની લહાઈને કારણે સમાજ સંગઠીત બનતો નથી આને કારણે પાટીદાર સમાજના યુવાનોને કિંમત ચૂકવી પડે છે તેનો દાખલો આપતા જણાવેલ કે ઉનાકાંડમાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ આજે જેલના સળીયા પાછળ છે જયારે પાટીદાર સમાજના યુવાનોને ગોળીએ વિંધનાર અધિકારીઓને ફૂલહાર પહેરાવાય છે ત્યારે આવનારા દિવસોમાં પાટીદાર સમાજ સંગઠીત બને તેમ હાર્દિક પટેલે જણાવેલ હતું.

પાટીદાર સમાજની અનામતની લડતમાં હું સાથે છું: લલીત વસોયા

7 28‘અબતક’ બ્યુરો ચિફ કિરીટ રાણપરિયા પરિવારના ઘેરે શુભેચ્છા મુલાકાતે આવેલા હાર્દિક પટેલ સાથે આવેલા ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલીત વસોયાને બ્યુરો ચિફ ભરત રાણપરીયાએ પ્રશ્ન કર્યો કે તમે એક સમયે સૌરાષ્ટ્રમાં પાટીદાર આંદોલનની આગ તમે લગાડી હવે તમે ધારાસભ્ય બની ગયા તો તમારે આ બાબતે શું કહેવા માંગો છો તેના જવાબમાં લલીત વસોયાએ જણાવેલ કે જયાં સુધી પાટીદાર સમાજના યુવક-યુવતી અને વિર્દ્યાથીઓ ભાવીની વાત છે ત્યારે વિર્દ્યાથીના હિત માટે કોઈ ચેડા ન કરી શકુ અને અનામતની માંગની લડાઈમાં હતો આજે છું અને આવતીકાલે પણ સાથ જ દઈશ.

‘અબતક’ બ્યુરો ચિફની મુલાકાતે આવેલ હાર્દિક પટેલની સાથે ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઈ વસોયા, ઉપલેટા પાસના કન્વીનર ગીરીશભાઈ આરદેશણા, પાનેલી પાસના આગેવાન જતિનભાઈ ભાલોડિયા સહિત આગેવાનો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.