Abtak Media Google News

કાર્યકર્તા જ નથી બધા નેતાઓ જ છે

કામ ન કરનાર પદ છોડી દે: નવનિયુકત પ્રદેશ કોંગ્રેસ અઘ્યક્ષ શકિતસિંહ ગોહિલની સ્પષ્ટ ટકોર

કોંગ્રેસમાં કાર્યકર્તાઓની અછત ે. જેટલા કાર્યકરો છે તે બધા નેતાઓ જ છે પક્ષ માટે કામ કરો કે ન કરો, પક્ષને વફાદાર રહો કે નરો જો રાજકીય આકાનો ઓથ હોય તે ગમે તેને કોંગ્રેસમાં મહત્વ પૂર્ણ હોદો અને ચુંટણીની ટિકીટ મળી જતી હોય છે. આવી પરંપરાના કારણે વર્ષોથી પક્ષને સમર્પિત  કેટલાક કાર્યકરોએ જીવનભર માત્ર જનસેવક બનીને રહેવું પડે છે. સ્થાનીક સ્વરાજયની ચુંટણી અને ત્યારબાદ વિધાનસભાની ચુંટણીમાં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ગુજરાતની જવાબદારી શકિતસિંહ ગોહિલને સોંપવામાં આવી છે. ગઇકાલે તેઓએ રાજયના તમામ 33 જિલ્લાના અને 8 મહાનગરોના પ્રમુખ સાથે બેઠક યોજી હતી. જેમાં સ્પષ્ટ ટકોર કરી હતી કે, કોંગ્રેસમાં હવે કામમ કરનારને જ પદ મળશે. રાજકીય આકાઓની ચીઠ્ઠી લઇ આવનારને હોદા મળશે નહીં.

જે લોકો કામ કરવા માંગતા નથી તેઓને હાંકી કાઢવામાં આવે તે પહેલા હોદા છોડી દે તે હિતાવહ છે. 33 જીલ્લા અને આઠ શહેરના કોંગ્રેસ પક્ષના સંગઠન પ્રમુખઓની અગત્યની સંવાદ બેઠક  અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં વિધાનસભા કોંગ્રેસપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, એ.આઈ.સી.સી.ના મંત્રી અને સંગઠન સહપ્રભારી ઉષા નાયડુજી,  રામકિશન ઓઝાજી અને  બી.એમ. સંદીપજી ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પક્ષમાં કામ કરનારને મહત્વ મળશે. નેતા આધારે નહિ પણ પક્ષની વિચારધારા માટે જે અસરકાર અને મજબૂતીથી કામ કરશે તેઓને મહત્વ અપાશે. કોંગ્રેસ પક્ષની વિચારધારાને વધુ લોકો સુધી પહોંચાડનારા માટે સ્થાનિક જનસંપર્ક મહત્વનો છે. વિવિધ ક્ષેત્રોમાં સ્થાનિક કક્ષાએ કામ કરનારને પક્ષમાં જોડીને મજબૂત કરવી સમયની માંગ છે.

મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહિતના સ્થાનિક પ્રશ્નોને લઈને જનતા મદદકર્તા કોંગ્રેસ સંગઠન અને જવાબદારી સાથે જવાબદારી પર તમામ કક્ષાએ જરૂરી છે જે તમામના સહયોગ થી સફળ બની.

કામ કરશે તેને સંગઠનમાં મહત્વ રહેશે. કામ ના કરનારાને પદ છોડી દેવું જોઈએ. કામની વહેંચણી અને જવાબદારી નક્કી કરાશે. સામાજીક અને રાજકીય કાર્યક્રમ કરવા અને જેમાં વધુમાં વધુ લોકો જોડાય તે જરૂરી છે. દરેક પ્રભારીએ પ્રવાસ કરવાનું છે અને જે ચૂંટણી લડેલાઓને સક્રિય કરીને સંગઠનના કામમાં જોડવા પડશે. કોંગ્રેસ પક્ષના જુના માણસોને સક્રિય કરવા જરૂરી છે. બદલાવ દેખાશે, બદલવા માટે આપણે સૌએ તૈયારી રાખવી પડશે. તમામના યોગદાનથી એક પણ રૂપિયાના પ્રદેશ સમિતિ તરફથી ખર્ચ વિના- ગાંધી આશ્રમથી પદયાત્રા યોજાઈ જે તમામના સહયોગથી સફળ બની. આ તાકાત સંગઠન જિલ્લા / શહેર મજબૂતીથી કામ કરે, આવતીકાલે સંગઠનને મહત્વ મળશે. જે પક્ષના સંગઠનમાં સમય આપી ને કોંગ્રેસ માટે અસરકારક કામગીરી કરે છે તેઓની રાજકીય કારકિર્દીની ચિંતા પ્રદેશ કોંગ્રેસ કરશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ કુલદીપ શર્મા, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તાશ્રી રોહન ગુપ્તાએ સંગઠન લક્ષી માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ઉપપ્રમુખ બિમલ શાહ, મહામંત્રી નઈમ મિરઝા, મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશી મહત્વની સંવાદ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં.

ઓબીસી અનામત પ્રશ્ને કોંગ્રેસ રોડ પર ઉતરશે

14મી ઓગસ્ટે પ્રતિક ધરણાં યોજાશે

સરકારની અન્યાય અને ભેદભાવ ભરી નીતિ સામે લડત આપવા ઓબીસી અનામત બચાવો સમિતિની બેઠક મળી હતી જેમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઇ ચાવડા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ  જગદીશભાઈ ઠાકોર સહિતના ઓબીસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે, સરકાર ઝવેરી આયોગનો રીપોર્ટ પ્રસિદ્ધ કરે અને ઓબીસી સમાજને 27% અનામત આપે., રાજ્ય સરકારના બજેટમાં ઓબીસી સમાજ માટે 27% રકમની અલગથી ફાળવણી કરવામાં આવે અને એસ.ટી. એસ.સી. સબપ્લાન ની જેમ ઓબીસી સબપ્લાન કમિટી ઓ દરેક સ્તરે બનાવવામાં આવે.

સહકારી સંસ્થાઓમાં એસ.ટી, એસ.સી., ઓબીસી માટે અનામત લાગુ કરવામાં આવે તેવી માંગણી કરાયા હતી.જિલ્લે-જિલ્લે, તાલુકે-તાલુકે જાગૃતિ અભિયાન અને આંદોલન કાર્યક્રમો કરવામાં આવશે તેમ આ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું.

ગુજરાતમાં 52% વસ્તી ધરાવતો ઓબીસી સમાજ, એના હક્ક અને અધિકાર માટે આવનારા સમયમાં સમાજના અવાજને બુલંદ કેવી રીતે કરવો તે વિશે શ્રી અમિતભાઈ ચાવડાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

ગત વર્ષે સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માંથી ખાસ કરીને પંચાયતો માંથી ઓબીસી અનામત પ્રથાને નાબૂદ કરવામાં આવી, એના માટેની અનામત બેઠક રદ્દ કરવામાં આવી. સુપ્રીમ કોર્ટેની ગાઇડલાઈન મુજબ વસ્તીની ગણતરી અભ્યાસ માટે સમર્પિત આયોગની સરકારે જાહેરાત કરી છે.

જુલાઈ 2022 માં સમર્પિત આયોગની જાહેરાત કરવામાં આવી હતી જેમાં 3 મહિનાની અંદર આયોગ જસ્ટિસ ઝવેરી જી ના નેતૃત્વમાં તમામ બાબતોનો અભ્યાસ કરીને સરકારને રીપોર્ટ આપે છે જેનો નિર્ણય સરકારે કરવાનો હતો. જેને એક વર્ષનો સમયગાળો થયો પણ હજી સુધી કોઇપણ જાતનો નિર્ણય સરકારે કર્યો નથી, 90 દિવસ પછી આયોગની મુદ્દત 2 વખત વધારવામાં આવિ. રીપોર્ટ જમા થયે પણ 3 મહિનાનો સમય થયો હોવા છતાં સરકાર હજુ પણ ઓબીસી અનામતને પુન: સ્થાપિત કરવા માટે આયોગના રિપોર્ટના તથ્યો મુજબ અમલ કરવા માટે સક્રિય નથી દેખાતી. 14મી ઓગસ્ટે પ્રતિક ધરણા યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.