સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન થકી જ શિક્ષકને ખબર પડે કે બાળકને કેટલું આવડ્યું !!

વર્ષમાં છ માસિક અને વાર્ષિક મૂલ્યાંકન સાથે વર્ગના તમામ બાળકોનો માસિક પોગ્રેસ રીપોર્ટ રાખવો જરૂરી: આજના યુગમાં બાળકો ભૂલી જતાં હોવાથી સતત દ્રઢિકરણ કરાવવું જરૂરી

વર્ષમાં છ માસિક અને વાર્ષિક મૂલ્યાંકન સાથે વર્ગના તમામ બાળકોનો માસિક પોગ્રેસ રીપોર્ટ રાખવો જરૂરી: આજના યુગમાં બાળકો ભૂલી જતાં હોવાથી સતત દ્રઢિકરણ કરાવવું જરૂરી

જુની પધ્ધતિ કે આજની શિક્ષણ પધ્ધતિ બધામાં તેનું મુલ્યાંકન સૌથી અગત્યનો ભાગ ભજવે છે. શિક્ષકે ભણાવ્યા બાદ વય, કક્ષા મુજબ છાત્રોની ગ્રહણશક્તિના આધારે તેનું મૂલ્યાંકન કરો તો જ ખબર પડે કે બાળકને કેટલું આવડ્યું છે. મૂલ્યાંકન પહેલા છ માસિક અને વાર્ષિક કરાતું પણ આજે તો દર માસે શિક્ષક લેખીત સ્વરૂપે મૂલ્યાંકન કરતો થયો છે. ધોરણ વાઇઝ છાત્રોનો પોગ્રેસ રીપોર્ટ અને પ્રોફાઇલ કાર્ડ તૈયાર કરતા હોવાથી ઉપલા ધોરણના શિક્ષકને બાળક વિશે તમામ જાણકારી મળી રહે છે. અમુક શાળાઓ તો વીકલી ટેસ્ટ કે મૂલ્યાંકન કરે છે જે સારી બાબત છે, જેમાં બાળક પણ એલર્ટ રહેતા તેના વિકાસમાં સારા પરિણામો મળી રહે છે.

ધોરણ વાઇઝ આવતા વિવિધ વિષયોના સિલેબસ આધારિત જે એકમો છાત્રોને સમજાવે તેનું બીજા દિવસે પુનરાવર્તન અને સ્વ-અધ્યયનપોથીમાં તેની કામગીરી તેની દેખરેખ રાખવી જરૂરી છે. ગણિતમાં તો મહાવરાનો સતત અનુભવ બાળકને આપવો જરૂરી છે. કોરોના કાળ બાદ બાળકોની એકાગ્રતા અને ભૂલી જવાની તકલીફો જોવા મળે છે તેમાં શિક્ષકે વર્ગખંડમાં એક્ટીવીટી બેઇઝ લર્નીંગ સિસ્ટમથી ભણાવવા જરૂરી છે. શિક્ષણમાં રસ, રૂચિને વલણો આધારિત વિવિધ શિક્ષણ પધ્ધતિ દ્વારા બાળકોને સતત આ શિક્ષણ પ્રક્રિયા સાથે જોડી રાખવો જરૂરી છે.

બાળકને ક્યારેય ભણાવી શકાતો નથી. તેને માત્ર ભણતો કરી શકાય છે. બાળકો માટે અસરકારક વર્ગ વ્યવસ્થા સૌથી શ્રેષ્ઠ બાબત ગણાય છે. શિક્ષક સજ્જતા પ્રાપ્ત કરે તો જ તે બાળકને સારી કેળવણી આપી શકે છે. આપણાં દેશની શિક્ષણ પધ્ધતિમાં બાળકને કેટલું આવડ્યું છે તેની ટેસ્ટ દ્વારા જ ચકાસણી કરાતી હોવાથી છાત્રોના વિકાસ માટે તે સૌથી અગત્યની બાબત છે. એક પ્રશ્ર્નએ છે કે દરેક બાળકોની ક્ષમતા અને ગ્રહણ શક્તિ અલગ-અલગ હોવાથી તેનું મૂલ્યાંકન કરતી વખતે શિક્ષકે તેના ઘણા પાસાનો વિચાર કરવો પડે છે. અમુક બાળક એક વિષયમાં નબળો હોય અને બાકીના સબળો હોય તેની પાછળ ઘણા કારણો હોય શકે. ઘણીવાર શિક્ષકની શિખવવાની ટેકનીકમાં પણ વાંધો હોય શકે છે. નબળા બાળકોને સબળા કરવા જૂથ પધ્ધતિનો અમલ થાય છે પણ ધો.10-12માં થર્ડ પાર્ટી દ્વારા લેખીત મૂલ્યાંકન ચેક થાય તેથી તેમાં ચોક્કસ પરિણામો જોવા મળે છે.

એક સામાન્ય તારણમાં એવું જાણવા મળે છે કે ધો.1 થી 8માં સામાન્ય ક્ષમતા અભ્યાસક્રમમાં કક્કો, બારાક્ષરી, જોડ્યા શબ્દો, સાદા શબ્દો, કાના માત્રવાળા શબ્દો, વાક્યો, ફકરો, પાઠ, કવિતા, જોડકણા, લેખન, વાંચન સાથે ગણન ક્રિયા જેવું તો દરેક બાળકને આવડે તો જ તે ઉપલા ધોરણમાં અન્ય બાળકની હરોળમાં આવી શકે છે. આજ સિસ્ટમમાં સરવાળા, ગુણાકારને ભાગાકાર સાથે જ તેને હિન્દી, અંગ્રેજી જેવી સપોર્ટીંગ ભાષાનો મહાવરો કરાવવો જરૂરી છે. આ બધી ક્રિયામાં સમયાંતરે તેનું સતત મૂલ્યાંકન થાય તો જ ગુણવત્તાસભર શિક્ષણની અસર દેખાય છે.

નાના બાળકોની વિશિષ્ઠ ક્ષમતાઓની ખિલવણી કરવા પ્રવૃત્તિસભર શિક્ષણ કરાવો તો જ તેના ઓવર ઓલ મૂલ્યાંકનમાં તેની આ વસ્તું જાણવા મળે છે તેથી શિક્ષકે બાળકને રમતો, ચિત્રો, સંગીત જેવી વિવિધ કલાઓ સાથે વિષયનો અનુબંધ કરવો જરૂરી છે. આ ટેકનીક તેના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનમાં બહુ જ કામ આવે છે. બૂનિયાદી શિક્ષણમાં ક્વોલીટીયુક્ત શિક્ષણમાં સહઅભ્યાસિક પ્રવૃત્તિનું વિશેષ મહત્વ જોવા મળે છે.

વર્ગખંડના તમામ બાળકોનું દૈનિક આયોજન સાથે તેનું રિપોર્ટકાર્ડનું સંકલન થવું જરૂરી છે. સેમેસ્ટર પધ્ધતિમાં સરળતા એટલા માટે રહે છે કે બાળકે માત્ર છ માસનું જ યાદ રાખવું પડે છે. બન્ને સેમના પુસ્તકો પણ અલગ જ હોવાથી તેને અને વાલીને ઘણી સુગમતા રહે છે. બાળકનાં આસપાસનું પર્યાવરણ પણ મૂલ્યાંકનમાં નોંધવામાં આવે તો તેની યાદશક્તિ સાથે તેની મૌખિક અભિવ્યક્તિ અને કલ્પના શક્તિનો શિક્ષકને ખ્યાલ આવે છે.

પરીક્ષક મૂલ્યાંકનનાં દિવસે અને પરિક્ષણ તો આખુ વર્ષ ચાલતી પ્રક્રિયા છે. બધા જ પ્રકારો અને ઘણીવાર તો છાત્રોને ખબર પણ ના પડે તેવી રીતે તેનું મૂલ્યાંકન પણ શિક્ષકો કરી લેતા હોય છે, જે તેની એક ટેકનીક હોય છે. અઘરા વિષયોનું આટલા વર્ષોના મૂલ્યાંકનના આધારે તારણ નીકળ્યું કે છાત્ર પ્રથમથી જ ધારી લે છે કે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી અઘરા છે, તેથી તે એકાગ્રતા ખોઇ બેસતા તે બહુએ વિષયોમાં જોડાય શકતો નથી પણ જો આજ વિષય રસમય રીતે ભણાવાય તો બાળકના એજ મૂલ્યાંકનમાં તફાવત જોવા મળે છે. આજે બાળક સવારથી સાંજ સતત ધોરણની ટેસ્ટ આપતો હોવાથી કંટાળી પણ જાય છે પણ જો મૂલ્યાંકન ટેસ્ટમાં બદલાવ લાવીને તેને રસપ્રદ બનાવાય તો ધાર્યા પરિણામો મળી શકે છે.બાલમંદિરથી બાળકનું યોગ્ય મોનીટરીંગ સાથે સંર્વાગી મૂલ્યાંકન યોગ્ય રીતે થાય તો પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક કે હાઇસ્કૂલમાં સારા પરિણામ જોવા મળે છે. શિક્ષણમાં બાળકને કેટલું આવડ્યું તે માટે મૂલ્યાંકન એક જ પધ્ધતિ હોવાથી દરેક ધોરણ ‘ટેસ્ટ’ તો આવશે જ પણ ભલે નવી શિક્ષણ નીતિ આવે. જીવનની પરીક્ષા કે પરીક્ષાનું જીવન :-