Abtak Media Google News

શાળાએ જ્ઞાન મંદિર છે, માતા સરસ્વતિના આરાધના કરી છાત્રો વિદ્યા-જ્ઞાનનો પ્રારંભ કરે છે. દુનિયા આખીમાં શાળાની લયબઘ્ધ પ્રાર્થનામાં છાત્રોની હાર્મની અને એકાગ્રતા જોવા જેવી હોય છે, ગત માર્ગ 2020 થી કોરોના કાળને કારણે શાળાઓ બંધ થઇ છે જે આજ સુધી ખુલી નથી. નવા 2021 શૈક્ષણિક સત્રના નવા નવા પુસ્તકો આવી ગયા પણ વર્ગખંડની મઝા માણવા હવે છાત્રો આતુર થયા છે. હવે તો છાત્રો  “હે પરમ કૃપાળુ હવે શાળા ખુલે તેવું વાતાવરણ નિર્માણ કરો” પ્રાર્થના કરી રહ્યા છે. પવર્તમાન સમયમાં મોટા પણ કંટાળ્યા છે ત્યારે ટબુકડા છાત્રો તો બરોબર મુશ્કેલીમાં મુકાયા છે. જીવંત શિક્ષણ માટે શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે આઇ કોન્ટેકટ મહત્વનો છે.

ગત માર્ચ-2020 થી શાળાઓ બંધ થઇ ગઇ છે. આ નવું સત્ર 2021નું શરૂ થયું પુસ્તકો આવ્યા પણ વર્ગખંડની મઝા કયારે આ વાતે છાત્રો હવે ચિંતીત થયા છે: ઘરે રહીને બાળક કોરોના કાળમાં મુશ્કેલીનું મેનેજમેન્ટ શીખી ગયો, જીવંત શિક્ષણ માટે શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે આઇ કોન્ટેકટ મહત્વનો છે

Classroom

છેલ્લા 14 મહિનાથી છાત્રો ઘેર રહીને ‘ઓનલાઇન’થી રૂટીંગ શિક્ષણ સાથે પવર્તમાન વાતાવરણને કારણે ક્રાય સીસ મેનેજમેન્ટ શીખી ગયો છે. પર્યાવરણનું શિક્ષણ એટલે બાળકની આસપાસનું વાતાવરણ જેમાંથી નાનું બાળક દરરોજ નિત-નવું શિક્ષણ મેળવે છે. સંગીત, ચિત્ર, રમતગમત જેવી વિવિધ ઇત્તર પ્રવૃતિને કારણે બાળક આજે ટકી શકયો છે. મા-બાપ પણ સંતાનોની કારકિર્દીને લઇ ચિંતીત છે ત્યારે શાળાએ બાળક ગયા વગર સ્કુલો ફી માંગે ને ધંધા રોજગાર મંદા છે તેવામાં ઘણી મુશ્કેલી સૌ સહન કરી રહ્યા છે.

સરકારી શાળા તો શિક્ષણના દાયરામાં આવતી હોવાથી તેનો સ્ટાફ વિવિધ ગાઇડ લાઇન અનુસરીને બાળકની ઘેર જઇને પણ બધી સામગ્રી રૂબરૂ છાત્ર કે વાલીને પહોચાડે છે. ખાનગી શાળાએ બાળક વગરની શાળાનાં શિક્ષકોને છુટા કરતાં મુશ્કેલીમાં વધારો થતાં કેટલાંક શિક્ષકોએ બીજા કામ ધંધા શરૂ કરી દીધા છે. કોરોના એ બધા ક્ષેત્રોને અસર કરી છે જેમાં શિક્ષણની અસર તથા તેની સાથે જોડાયેલા લાખો શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે. આજે મા-બાપો પણ તેના છાત્રોના અભ્યાસ માટે ચિંતીત જોવા મળે છે.

હાલના વાતાવરણમાં મા-બાપે પોતાના સંતાનોને સહ અભ્યાસિક પ્રવૃતિ થકી તેનું માનસિક સ્વાસ્થ્ય સારુ રહે તેવા તમામ પ્રયત્નો કરવા જોઇએ જેમાં સંગીત, ચિત્ર, રમત ગમત કે તેના સંતાનોને શેમા રસ રૂચી છે તે બાબે કાર્ય કરવા પ્રેરણાને પ્રોત્સાહન આપવું જોઇએ., આજે બધુ જ બંધ છે. ત્યારે તમે જ તમારા સંતાનોના ટીચર છો, આમ જોઇએ તો પણ એક માતાઓ શિક્ષકોની ગરજ સારે છે. તમારા ઘરના બિલ્ડીંગનો પણ તમે લનીંગ એડ તરીકે ઉપયોગ કરી શકો છો જેમ કે ઘરના દાદરા ચડો ત્યારે ચડતી ક્રમ અને ઉતરો ત્યારે ઉતરતો ક્રમ શીખવી શકાય, નાનુ બાળક હોય તો ફળ-ફુલ શાકભાજીના નામ, રંગો, સાથે 1 થી 100 એ,બી.સી.ડી., હિન્દી વર્ણ માળા સરવાળા, ગુણાકાર બાદબાકી ભાગાકાર સાથે ઘડિયા ગાન પણ કરાવીને તેને શિક્ષણ સાથે રસમય જોડી શકો છો.

School 1

પારિવારિક માહોલમાં તમો વાર્તા પઘ્ધતિ અને પ્રેરક પ્રસંગો કહીને બાળકોમા: ઘણા બધા ગુણોનું સિંચન કરી શકો છો. તમારા સંતાનો છે. સારા નરસાની પરિ ભાષા, શિખવી શકો છો, બાળક દિવસમાં એકાદ કલાક રોજ શિખવા માટે તૈયાર જ હોય છે. માત્ર મા-બાપે સમય ફાળવીને કાર્યરત થવાની જરૂર છે.

આપણાં ઇતિહાસમાં શિક્ષણમાં આવું વાતાવરણ પ્રથમવાર જ આવ્યું છે. કોરોના મહામારી આપણને ઘણું શિખવી ગયો છે. તેવી જ રીતે બાળકને પણ ઘણું શિક્ષણ આપી ગયો છે. સમગ્ર ગુજરાતના લાખો છાત્રો ધો.1 થી 1ર ના ને હાલ એક સરખી મુશ્કેલી છે. હવે છાત્રો પણ કંટાળ્યા છે કારણ કે એની પણ ધીરજ ખુટી ગઇ છે. વર્ગખંડ જેવી મઝા ‘ઓન-લાઇન’ માં કયારેય ન આવી શકે એ વાત હવે તે માનવા લાગ્યા છે. શાળા સંચાલકો શિક્ષકો કોઇ ઉપાય હાલ નહોવાથી આ ‘ઓનલાઇન’ નું ગાડું ચલાવે છે. તેમાં પણ અડધા જ છાત્રો જોડાય છે. કારણ કે મોબાઇલ નેટની સમસ્યા અડધો અડધ વાલીઓને નડી રહી છે.

શાળા સમય કરતા વધુ સમય બાળક ઘરે રહેતો હોવાથી મા-બાપની જવાબદારી જ ગણાય છે. કોરોનાનો આ છેલ્લા 1પ માસથી છે. મા-બાપે સંતાનોને સમય આપીને પણ તેને વાતોથી પણ ભણાવી શકાય છે, કારણ કે બાળક જોઇને ઘણું બધુ શિખી શકે છે. મા-બાપનું વર્તન જોઇને તે તેવું કરવા પ્રેરાતું હોય હવે મા-બાપે પણ કાળજી રાખવી પડે છે. આ સમસ્યામાં સૌથી વધુ મુશ્કેલી 3 થી પ વર્ષના બાળકની છે. બાલ મિેંદરો બંધ હોવાથી હવે મા-બાપોને તેને બધુ જ શિખડાવી દેવાની ઉતાવળે બાળક હછે યાતના ભોગવી રહ્યું છે.

નવી શિક્ષણ નિતિ-2020 લાગું પડી નથી કદાચ આવતા 2022-23 ના શૈક્ષણિક સત્રમાં લાગુ પડી શકે એવું લાગે છે. ત્યારે હવે એની પણ ચિંતા છે કારણ કે હવે ધો. 1 થી પ માતૃભાષામાં ભણાવાશે, નાના બાળકો માટે પણ અર્લી ચાઇલ્ડ એજયુકેશનના ભાગરુપે પ્રારંભિક બાળ શિક્ષા વર્ગ ત્રણ વર્ષનો આવશે તે પણ માત્રને માત્ર માતૃભાષામાં આવશે ત્યારે અત્યારે અંગ્રેજીમાં જ ભણતા બાળકોને કકો, બારાક્ષરી, સાદા કાનાવાળા શબ્દો જોડયા શબ્દો વાંચન, લેખન-ગણન બધુ જ ફરજીયાત કરાવવાનું આવશે તેવી ચિંતા અત્યારથી જ મા-બાપ શિક્ષકો શાળા સંચાલકો કરી રહ્યા છે. ભારતમાં કોરોના મહામારી પછી ના સમયમાં દેશની વિવિધ ભાગો વચ્ચે ડીજિટલ સંસાધનોની ઉપલબ્ધતાની અસમાનતાએ શિક્ષણના ક્ષેત્રમાં પણ મોટો સંસાધનોની ઉપલબ્ધતાની અસમાનતાએ શિક્ષણના ક્ષેત્રમાં પણ મોટો પડકાર સાબિત થયો છે. વર્તમાન સ્થિતિએ શિક્ષણ નિતિઓ વિશે તમામ શિક્ષણ વિદોને ફેર વિચારણા કરવા મજબુર કર્યા છે. દેશની મોટાભાગની શાળાઓ ‘ઝુમ કલાસીસ’ તરફ વળી ગઇ છે. પણ આ બાબતે વાલીઓ આને એક કામ ચલાઉ વચગાળાની વ્યવસ્થા જ ગણે છે. ઓન લાઇન શિક્ષણની ગુણવતા વર્ગ ખંડ જેવી કયારેય અસરકારક ન બની શકે, વિજ્ઞાનના મૂળભૂત વિષયો માટે થોડું વળતર રુપ એટલા માટે છે કે તેમાં નિયમિત પણે લેબોરેટરીની જરુરીયાત હોય છે.

હજી શાળા શરુ થશે ત્યારે પણ માસ્ક, સામાજીક અંતર, શરીર તાપમાન ચકાસણી જેવી ઘણી બધી ગાઇડ લાઇન આવશે. સાથે આવનાર એક-બે વર્ષ સંપૂર્ણ તકેદારી  વચ્ચે શિક્ષણ કાર્ય ચાલશે એમાં બે મત નથી અત્યારે તો બાળકને નવા નવા નુસ્સાથી ઓનલાઇનથી જોડીને તેને ભણતો કરવા સૌ શાળા હરિફાઇ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.