Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દૃષ્ટીવંત નેતૃત્વને પરિણામે સુજલામ સુફલામ જળ અભિયાનને ચોથા વર્ષમાં મળેલી સફળતા અભૂતપૂર્વ રહી છે. કોરોનાકાળના સતત બીજા વર્ષે કોવિડ માર્ગદર્શીકાઓના પાલન સાથે સુજલામ સુફલામ જળ અભિયાનની ઉપલબ્ધીઓમાં અનેક ગણો વધારો થયો છે.   મુખ્યમંત્રીએ 1લી મે 2018ના દિવસે ભરુચના કોસમડીથી સુજલામ-સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરી રાજ્યમાં જળસંગ્રહ સ્ત્રોત વધારવા અને જમીનમાં પાણીના સ્તર ઊંચા લાવવાનો મહત્વપૂર્ણ સફળ અભિગમ અપનાવ્યો છે.આ વર્ષે સતત ચોથા વર્ષે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં સુજલામ સુફલામ જળ અભિયાને કોરોના વાયરસના સંક્રમણના વિપરિત સંજોગો હોવા છતા પણ જ્વલંત સફળતા મેળવી છેપાટણના ચાણસ્મા તાલુકાના વડાવળી ગામેથી આ સુજલામ સુફલામ જળ અભિયાનની ચોથી  કડીનો પ્રારંભ  1 એપ્રિલ 2021 ના રોજ કરાવ્યો હતો.

Advertisement

વિશ્વવ્યાપી કોરોનાના સંક્રમણના કપરાકાળ વચ્ચે પણ આ વર્ષે  01 એપ્રિલથી 10 જુન દરમિયાન સમગ્ર રાજ્યમાં સફળતા પૂર્વક સંપન્ન થઇ છે આ વર્ષે કોરોના મહામારી વચ્ચે 19,717 લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. આફતને અવસરમાં પલટાવવાની ગુજરાતની ખૂમારી આ અભિયાનની તા. 10 જૂને પૂર્ણ થયેલી આ અભિયાનની ચોથી શ્રુંખલામાં ઝળકી ઉઠી છે. એટલું જ નહીં, અગાઉના ત્રણ વર્ષના એટલે કે 2018, 2019 અને 2020ના સુજલામ સુફલામ જળ અભિયાન કરતા પણ આ વર્ષની કામગીરી વધારે છે.

આ અભિયાન અંતર્ગત 2018માં 18,515 કામો પૈકી 7,552 તળાવ ઉંડા કરી જળ સંગ્રહશક્તિમાં 13,500 લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો. લોકસભા ચુંટણીના વર્ષ 2019માં 11,901 કામો પૈકી 4,727 તળાવ ઉંડા કરી પાણીની સંગ્રહશક્તિમાં 10,053 લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો. કોરોનાકાળના પ્રથમ વર્ષ 2020માં લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં 11,072 કામો પૈકી 4,309 તળાવ ઉંડા કરી જળ સંગ્રહશક્તિમાં 18,511 લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો.

આંશિક નિયંત્રણોની સ્થિતિમાં પણ ગ્રામીણ શ્રમિકો ગરીબ પરિવારોને રોજગારી મળી રહે તે માટે રાજ્યોમાં નાની નદી, ચેકડેમ, તળાવ ઊંડા કરવાના સુજલામ સુફલામ જળ અભિયાનના કામો તેમજ મનરેગાના કામો શરૂ કરીને સમગ્ર અભિયાનમાં 26.46 લાખ માનવદિન રોજગારી નિર્માણ થયું છે. જેમાં એક દિવસમાં જ અંદાજિત 1.23 લાખ લોકોને રોજગારી આપવામાં આવી છે.

તદઅનુસાર, રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કામાં 10 જુન સુધીમાં 15,210 કામો પૂર્ણ થયા છે.આ અભિયાન હેઠળ આ વર્ષે રાજ્યભરમાં 4,814 તળાવો ઊંડા કરવામાં આવ્યા, 4,114 ચેકડેમોનું ડી-સીલ્ટીંગ, 6,917 કિ.મી.લંબાઇમાં નહેરોની અને કાંસની સફાઇ કરવામાં આવી.આ કામગીરીમાં એક જ દિવસમાં સૌથી વધુ મહત્તમ 3,007 એક્સ્કેવેટર/જે.સી.બી. મશીન અને 14,555 ટ્રેક્ટર/ ડમ્પરને મળીને કુલ 17,562 યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ વર્ષે આદિજાતિ જિલ્લા દાહોદમાં સૌથી વધું 3,385 કામ થયા અને ઓછો વરસાદ ધરાવતા કચ્છ જિલ્લાની જળ સંગ્રહશક્તિમાં 2770 લાખ ઘન ફુટનો વધારો થયો છે તે પણ આ અભિયાનની એક આગવી સિદ્ધિ છે.

જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો રહ્યો છે એમાં પણ સૌ લોકોએ સહયોગ આપ્યો છે જેના પરિણામે આ અપ્રતિમ સફળતા મળી છે.વર્ષ 2018થી શરૂ થયેલા આ જળ અભિયાનમાં છેલ્લાં ચાર વર્ષમાં રાજ્યભરમાં 21,402 તળાવો ઊંડા કરાયા છે. એ જ રીતે 12,221 ચેકડેમોનું ડી-સીલ્ટીંગ કરાયું અને 3,435 ચેકડેમનું રિપેરિંગ કરવામાં આવ્યાં છે, આના પરિણામે જળસંગ્રહ ક્ષમતામાં કુલ 61,718 લાખ ઘનફૂટનો વધારો થયો છે.

આ અભિયાનના ચાર વર્ષ દરમ્યાન એટલે કે 2018, 2019, 2020 અને 2021માં મનરેગા યોજના હેઠળ પણ જનભાગીદારીથી કામો હાથ ધરાયા છે. તમામ જિલ્લાઓમાં 56,698 કામો પૂર્ણ કરી દેવાયા છે.

50,353 કિ.મી.લંબાઇમાં નહેરોની અને કાંસની સફાઇ કરવામાં આવી છે. જેના પરિણામે રાજ્યભરમાં 156.93 લાખ માનવદિન રોજગારી ઉત્પન્ન થઇ છે. આ તમામ કામગીરી માટે એક જ દિવસમાં મહત્તમ 4,699 જેટલા એક્ષકેવેટર, 15,280 ટ્રેક્ટર-ડમ્પરો દ્વારા કામગીરી કરાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.