Abtak Media Google News

ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂએ કોચિથી આશરે 45 કિમી દૂર કલાડીમાં યુવા વૈજ્ઞાનિકોને સન્માનિત કરવા માટે આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કર્યું

તેમણે કહ્યું કે ભારતીય ઇતિહાસ એવા લોકોથી ભરેલો છે જેમણે માનવજ્ઞાનમાં મહત્વપૂર્ણ વધારો કર્યો અને તે સમયગાળાના સર્જન મોતિયાનું ઓપરેશન અને પ્લાસ્ટિક સર્જરી જેવા જટિલ ઓપરેશન્સ કરવા માટે સક્ષમ હતા. તેમણે કહ્યું કે પ્રાચીન ભારતમાં ઘણા વૈજ્ઞાનિકો, ગણિતજ્ઞો, ચિકિત્સકો, રસાયણશાસ્ત્રીઓ, ધાતુકર્મીઓ, ખગોળવિદો અને અને શોધકારોએ માનવજ્ઞાનમાં ઘણો વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે કલાડી આદિ શંકરાચાર્યનું જન્મસ્થળ છે.

વૈંકૈયા નાયડૂએ કહ્યું કે, “આપણે આર્યભટ્ટ, પિંગસા, બ્રહ્મગુપ્ત, ભાસ્કર, વરાહમિહિર, ચરક અને સુશ્રૂત જેવા પ્રખ્યાત નામોને યાદ કરીએ. ભારતે વિશ્વને શૂન્ય તેમજ દ્વિધારી સંખ્યા પદ્ધતિ (બાઇનરી સિસ્ટમ)ની સંકલ્પના આપી.”

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, “આપણને સ્ટીલ, મિશ્ર ધાતુ અને લિક્વિફાઇડ ઝિંક બનાવતા આવડચું હતું. આપણા પ્રાચીન સર્જનો પ્લાસ્ટિક સર્જરી અને મોતિયાના ઓપરેશન સહિત અને જટિલ ઓપરેશન્સ કરી શકતા હતા.નાયડૂએ કલાડીના આદિ શંકરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાં આદિ શંકરા એશિયાનેટ ન્યૂઝ યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ 2018 પ્રદાન કર્યા. નાયડૂએ કહ્યું કે આ પુરસ્કાર યુવા ભારતમાં આંતરિક જિજ્ઞાસા, બુદ્ધિમતા અને નવી પહેલનું એક સ્પષ્ટ ઉદાહરણ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.