Abtak Media Google News

ભાજપના કાર્યકરોનોે ખેસ પહેર્યા વગરનો કાર્યક્રમ: મહિલાઓએ ભાજપના દિકરા વિકાસના મોત પાછળ લીધા છાજીયા

લોકોને પડતી પારાવાર હાલાકીનાં મામલે વિપક્ષ કોંગ્રેસ આક્રમક બની રહ્યું છે. આજે વોર્ડ નં.૧૫માં નર્મદા મહોત્સવની ઉજવણીનો વિરોધ કરી મહાપાલીકાનાં વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા સહિતના કોંગી આગેવાનો તથા કાર્યકરોએ ભાજપના પુત્ર એવા ‘વિકાસ’ની નનામી કાઢી આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો.વોર્ડ નં.૧૫માં આજે નર્મદા રથનો જોરદાર વિરોધ વોર્ડની પ્રજાએ કરેલ અને નર્મદાના રથની આડે ભાજપના દિકરા વિકાસની ઠાઠડી નાંખી દીધી છે. અને ચુનારાવાડ ચોકથી આજે પ્રસ્થાન સમયે જ ભારે અંધાધૂંધી અને અરાજકતા સર્જાય હતી અને ગુજરાતમાં સૌ પ્રથમ વખત ભાજપના કાર્યકરોનો ખેસ પહેર્યા વગરનો કાર્યક્રમ કરવાની ફરજ પડી હતી.વોર્ડની મહિલાઓ દ્વારા ચુનારાવાડ મેઈન રોડ યાત્રા શ‚ થઈ ત્યાંથી ડાભી હોટેલ પાસે સ્થાનિક મહિલાઓએ ભાજપના દિકરા વિકાસના છાજીયા લીધા ત્યાંથી આગળ ચાલતા કુબલીયાપરાના ખૂણા ઊપર સ્થાનિક મહિલાઓએ છાજીયા લઈ યાત્રાનું સ્વાગત કર્યુ ત્યાંથી આગળ ચાલતા ગોકુલપરા ચોક પાસે પણ મહિલાઓએ છાજીયા લઈ વિરોધ વ્યકત કર્યો હતો.આગળ ચાલતી નર્મદા રથ યાત્રાની પાછળ કોંગ્રેસના કોર્પોરેટરો આગેવાનો અને કાર્યકરો તેમજ સ્થાનિક લોકો દ્વારા બનાવેલી ઠાઠડી રથની પાછળ પાછળ ચલાવી ભાજપના દિકરા વિકાસનિ મૃત્યુના સુત્રોચ્ચાર સામે લોકોએ પણ નરેન્દ્ર મોદીનાં ‘હાય હાય’ ના નારાઓ દરેક શેરીનાં ખૂણા ઉપર ઉભેલા મહિલા પુ‚ષોએ બોલાવ્યા હતા લોકોના સ્વયં આક્રોશનાં કારણે નરેન્દ્ર મોદી અને વિજય ‚પાણીના તમામ બેનરો અને પોસ્ટરો લોકોએ સ્વયંભૂ તોડી નાંખી ફાડી નાંખેલ સવારે ૯.૩૦ થી સાંજે ૫.૩૦ પૂર્ણ કરવાનો સમય હતો પરંતુ ફકત ૧ કલાક અને ૧૫ મીનીટમાં જ રથયાત્રાની પૂર્ણાહૂતિ વોર્ડ ૧૫માં થઈ ગઈ ભાજપનો એક પણ નેતા પ્રદેશનો કે લોકલ આ યાત્રામાં ફરકયા નહોતા યાત્રા ઈન્ચાર્જ અરવિંદભાઈ રૈયાણી સિવાય એક પણ નેતા ફરકયા નહિ અને ગુજરાતનાં ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત ભાજપના લોકોએ ખેસ ધારણ કર્યા વગર રેલી કાઢી હોય તેવો આ પ્રથમ બનાવ હશે.શાળા નં.૨૯ની પસે રથયાત્રાની આગળ ઠાઠડી લઈ જઈ વચ્ચે જ મૂકી દેવા ભારે અરાજકતા સર્જાય હતી પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતુ. અને અંતમાં ભાજપના લોકો પરિસ્થિતિ સમજી જતા પોતાનો ‚ટ ટુંકાવવો પડયો હતો.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.