Abtak Media Google News

મેડિકલેમ લેનાર ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની સામે જિલ્લા ગ્રાહક આયોગમાં દાદ માંગી હતી

ધી ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કં. લી.એ ગ્રાહકના મેડિકલેઈમની કાપેલ રકમ વ્યાજ તથા દંડ સાથે ચુકવવા રાજકોટ જિલ્લા ગ્રાહક આયોગ (મુખ્ય) ધ્વારા હુકમ કર્યો હતો.

વિગત મુજબ રાજકોટના  નરેન્દ્રભાઈ ખીમજીભાઈ ગજેરાએ પોતાના અને ફેમીલીના સભ્યો માટે મેડીક્લેમ પોલિસી ઘી ઓરીઅએન્ટલ ઈન્સ્યોરન્સ કં.લી. પાસે આશરે 2014 થી 2020 સુધી સતત (ક્ધટીન્યુ) પોલિસી લીધેલ હતી. વીમા પોલિસીના સમયગાળામાં જ છાતીમાં દુખાવો તેમજ ગભરામણ થતી ડોક્ટરની સલાહ મુજબ સિનર્જી સુપર સ્પેશીયાલીટી હોસ્પીટલ રાજકોટ ખાતે એન.જી.ઓ. પ્લાસ્ટ સારવાર કરાવેલ હતી, જે બદલ અંદાજીત કુલ રકમ રૂ.1,93,570નો ખર્ચ થયેલ હતો. અને આ રકમ પરત મેળવવા માટે નરેન્દ્રભાઈએ વીમા કંપનીમાં પોતાનો ક્લેઈમ દાખલ કરેલ.

જેમાં  વીમા કંપની દ્વારા કટકે-કટકે રૂ.80,363/ ચૂકવી ફરીયાદીનો ક્લેમ ડિસ્યાર્જ કરેલ હતો, અને બાકીની રકમ કંપનીએ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સના બહાનાઓ બતાવી કાપી લીધી હતી.જેથી વીમેદાર નરેન્દ્ર ગજેરાએ પોતાના એડવોકેટ મારફત કંપનીને લીગલ નોટિસ પાઠવેલ હતી, પરંતુ કંપની ધ્વારા કોઈપણ જાતનો પ્રત્યુતર કે જવાબ ન મળતા તેઓએ એડવોકેટ ધવલ એમ. દેવડા ધ્વારા રાજકોટ જિલ્લા ગ્રાહક આયોગ (મુખ્ય) સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી. તેમાં ધી ઓરિએન્ટલ કંપનીએ મેડિકલેઈમની ખોટી રીતે કાપેલ રકમ રૂ.1,13,207 ચડત વ્યાજ અને દંડ સાથે વસુલવા દાદ માંગી હતી.

આ કેસ ચાલતા એડવોકેટ ધવલ એમ. દેવડાની રજુઆતો, પુરાવાઓ, દલીલો ધ્યાને લઈ ફોરમના પ્રમુખ વી.એમ.નાયક તથા સભ્ય  કે. પી.સચદેવે ફરીયાદ મંજુર કરી ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કં.લી.ને રૂ.79,623- ફરીયાદની તારીખથી 7% ચડત વ્યાજ સાથે અને દંડ વળતર પેટે રૂા.3000- અલગથી દિન 30 માં ચુકવવા હુકમ કર્યો હતો. આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ ધવલ એમ. દેવડા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.