Abtak Media Google News

ગાંધીગ્રામ, યુનિ. અને પ્ર.નગર પોલીસે બે મહિલા સહિત આઠ શખ્સોની કરી ધરપકડ

20 સ્થળે દરોડા પાડયા દેશી દારૂ કબ્જે કર્યો

શહેરનાં સ્લમ વિસ્તારમાં ગૃહ ઉદ્યોગની જેમ ધમધમતા દેશી હાટડા પર તૂટી પડવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આપેલી સુચનાને પગલે પશ્ર્ચિમ વિભાગના મદદનીશ પોલીસ કમિશ્નરના આદેશથી ત્રણ પોલીસ મથકના વિસ્તારમાં વહેલી સવારથી ડ્રાઈવ રાખવામાં આવી હતી.ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે શિવપરા, રૈયા રોડ નજીક છોટુનગર અને જામનગર રોડ નજીક કૃષ્ણનગરમાં દરોડો પાડી દેશી દારૂ સાથે એક મહિલા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

જયારે યુનિ. પોલીસ મથકના સ્ટાફે રૈયાધારના મફતીયાપરા કીડની હોસ્પિટલ પાછળ શાંતીનગર અને ઈન્દિરાનગરમાં દરોડો પાડી દેશી દારૂ સાથે મહિલા સહિત છ શખ્સોની ધરપકડ કરી જયારે દેશી દારૂના વેચાણ કરતા શખ્સો મળી 10 સ્થળે દરોડો પાડતા કઈ વાંધાજનક મળી આવ્યું નથી.આ ઉપરાંત પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફે જામનગર રોડ નજીક અને રૂખડીયા પરામાં દરોડા પાડતા કાંઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.