Abtak Media Google News

રામદેવબાબા પર લખાયેલી બુકનાં કન્ટેન્ટને ત્વરીત હટાવવા દિલ્હી હાઈકોર્ટનો આદેશ

રામદેવબાબા જે રીતે દેશને વિકાસ તરફ આગળ લઈ જઈ રહ્યા છે ત્યારે તેમના પર લખાયેલી પુસ્તક ગોડમેન ટુ ટાઈકુનનાં અમુક અંશો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા ફેસબુક, ટવીટર અને ગુગલ પર મુકવામાં આવ્યા હતા. આ અંગેની ફરિયાદ બાબા દ્વારા કરાતા હાઈકોર્ટે આદેશ કરતા તમામ પોસ્ટોને હટાવવાનું જણાવ્યું હતું પરંતુ હરામીવેળા કરતા લોકોએ હાઈકોર્ટનું ઉલ્લંઘન કર્યું હતું ત્યારે ફરીથી દિલ્હી હાઈકોર્ટે આદેશ કર્યો છે અને ફેસબુક, ટવીટર અને ગુગલને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, બાબા રામફદેવ પરની બદનક્ષીભરી પોસ્ટો વહેલાસર કાઢી નાખવામાં આવે અને આદેશનું પાલન કરાય તે દિશામાં કામગીરી કરવાનું પણ હાઈકોર્ટે જણાવ્યું હતું.

જસ્ટીસ પ્રતિભા એમ.સિંહે જણાવ્યું હતું કે, કોર્ટ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે તેનું પાલન વહેલાસર કરવામાં આવે અને બાબા રામદેવ પરની તમામ બદનક્ષીભરી પોસ્ટને હટાવી અથવા તેને બ્લોક કરી અને તેમની પોસ્ટ અંગેનાં એકસેસને હટાવાય અને જે આઈપી એડ્રેસથી આ પોસ્ટ મુકવામાં આવી છે તેને પણ બ્લોક કરી દેવાય. આ પહેલા પણ બાબા રામદેવે ફેસબુક, ટવીટર અને ગુગલ અંગેની ફરિયાદ દાખલ કરી હતી પરંતુ તેનું કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા તેઓએ કોર્ટનો સહારો લેવો પડયો હતો પરંતુ હરામી લોકોએ કોર્ટનાં આદેશનો અનાદર કરી જે રીતે બાબા રામદેવની પોસ્ટ હટાવવામાં આવી ન હતી તેના પર હવે દિલ્હી હાઈકોર્ટે લાલ આંખ કરી છે અને તે દિશામાં પગલા પણ ભરી રહ્યા છે. આ ઘટના ઘટતાની સાથે જ એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, સોશિયલ પ્લેટફોર્મ જે રીતે અતિરેક કરી રહ્યું છે અને લોકો સાથે જે રીતે છેતરપીંડી કરી રહ્યું છે તેનાં ઉપર રોક મુકવા માટે તંત્ર અને ન્યાયપ્રણાલી સજજ થઈ દેશમાં વાયરલ થયેલા સોશિયલ મીડિયાનાં વાઈરસને ડામવા માટે કાર્ય કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.