Abtak Media Google News

જાહેર સ્થળે, ટ્રાફીક પોઈન્ટ, દુર્ગાશકિત ભરોસા કેન્દ્ર ખાતે માસ્કનું વિતરણ: રાત્રી કફર્યુનો કડક અમલ

હાલમા સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના ઓમીક્રોન વેરીયન્ટનુ સંક્રમણ ઝડપથી વધી રહેલ છે જેથી કોરોના વાયરસના ઓમીક્રોન વેરીયન્ટની મહામારી વધુ ફેલાતી અટકે અને લોકો સલામત રહે તે માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામા આવેલ છે જેમા ગુજરાત સરકાર દવારા પણ કોરોના વાયરસના ઓમીક્રોન વેરીયન્ટની મહામારી ફેલાતી અટકાવવા માટે માર્ગદર્શીકા જાહેર કરવામા આવેલ છે. જેનુ પાલન કરવાથી કોરોના વાયરસના ઓમીક્રોન વેરીયન્ટનો ફલાવો અટકાવી શકાય છે. શહેર પોલીસ જે પ્રજા માટે હરહંમેશ માટે તત્પર રહેલ છે.

કોરોના વાયરસના ઓમીક્રોન વેરીયન્ટની મહામારી અટકાવવા જાહેર કરેલ માર્ગદર્શીકાનુ પાલન કરાવવા માટે  શહેર પોલીસ દ્વારા તમામ કાર્યવાહી કરવામા આવી રહેલ છે. અને સરકારશ્રી ની માર્ગદર્શીકાનુ પાલન નહીં કરી જાહેર જીવનમાં બેદરકારી દાખવનાર લોકો વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી પણ કરવામા આવેલ છે તેજ રીતે સરકારશ્રી દ્વારા માસ્ક પહેરવુ ફરજીયાત જાહેર કરેલ હોય જેનુ પાલન કરાવવા માટે  શહેર પોલીસ કમિશ્નર  મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ  શહેર પોલીસ પોતાની કાયદેસરની ફરજ બજાવી રહેલ છે.

કાયદો જે લોકો ના રક્ષણ માટે હોય છે જે દંડ કરવાથી લોકો તેનુ પાલન સખતાયથી કરે છે પરંતુ ઘણા લોકો દ્વારા કાયદાનો અનાદર કરી બેદરકારી દાખવામા આવતી હોય છે. જેના દાખલા રૂપે માસ્ક નહીં પહેરનાર વિરૂધ્ધ દંડ પણ કરવામા આવેલ છે.

શહેર પોલીસ દ્વારા જાહેર સ્થળો, ટ્રાફીક પોઇન્ટ, દુર્ગાશકિત ભરોસા કેન્દ્ર ખાતે માસ્કનુ વીતરણ કરી કોરોના વાયરસના ઓમીક્રોન વેરીયન્ટનુ ઝડપી સંક્રમણ અટકાવવા માટે જાહેર જગ્યામાં નીકળતા સમયે ફરજીયાત માસ્ક પહેરવુ, સોશ્યલ ડીસટન્સ જાળવવા તેમજ કોરોના વાયરસના ઓમીક્રોન વેરીયન્ટની મહામારી અટકાવવા સરકારશ્રી દ્વારા જાહેર કરેલ માર્ગદર્શીકાનુ પાલન કરવા જાગૃત કરવામાં આવેલ.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ  દ્વારા  શહેરની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શીકાનુ ચુસ્તપણે પાલન કરી તેમજ કર્ફયુનુ પણ ચુસ્તપણે પાલન કરી તેમજ જાહેર જગ્યામા બહાર નીકળતા સમયે ફરજીયાત માસ્ક પહેરવુ તેમજ સોશ્યલ ડીસ્ટન્સીંગનુ પાલન કરી પોતે તથા પોતાના પરિવારને સુરક્ષીત રાખવા. તેમજ વેકસીન જે ખુબજ સુરક્ષીત છે.

વેકસીન લેવાથી કોરોના વાયરસના ઓમીક્રોન વેરીયન્ટની મહામારી સામે રક્ષણ મળે છે જેથી જે લોકોએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તેઓએ સમયસર વેકસીનનો બીજો ડોઝ પણ લેવો તેમજ જે લોકોએ એક પણ વેકસીનનો ડોઝ લીધેલ નથી તેઓએ વેકસીનના બન્ને ડોઝ લેવા કારણ કે વેકસીન લેવાથી સંક્રમણ ખુબજ ઘટવા પામેલ છે અને નહીવત કેસ નોંધાયેલ છે. જેથી તમામ લોકોએ વેકસીન લેવી તેમજ પોતાના સંપર્કમાં આવતા લોકો પૈકી કોઇએ વેકસીન લીધેલ ન હોય તેઓને વેકસીન ના ફાયદાઓ સમજાવી તેઓને પણ વેકસીન લેવડાવવા અપીલ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.