Abtak Media Google News

સરકારી પરિપત્રનો અમલ નહી કરતા  મૃતકના વારસોએ મજૂર અદાલતમાં દાદ માંગી ‘તી

સરકારી સંશોધન કચેરીનાં ચાલુ ફરજ દરમ્યાન અવશાન પામનાર બે સરકારી કર્મચારીના વારસદારને સરકારી પરિપત્ર મુજબની રૂપિયા આઠ લાખ લેખે ઉચ્ચક સહાયની રકમ ચુકવવાનો હુકમ કરતી મજૂર અદાલત કર્યો છે.

Advertisement

રાજકોટ  ચાલુ ફરજે દાન અવશાન પામનાર સરકારી કર્મચારીઓના વારસદારોને ઉચ્ચક સહાય રૂપિયા આઠ લાખ ચુકવવા અંગે ગુજરાત સરકાર ધ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે જેનો અમલ કરવાની જે તે કચેરીની કાયદેસરની જવાબદારી થતી હોય છે પરંતુ કચેરી ઘ્વારા રોજમદાર હોય તેમને મળવાપાત્ર નથી તેવા બહાના હેઠળ ઉચ્ચક સહાયની મ ચુકવતી નથી.

સૌરાષ્ટ્ર સંશોધન કચેરીના  નવિનભાઈ પાટડીયા અને ભરતભાઈ એરડાનું ચાલુ  ફરજ દરમ્યાન અવશાન  થયું હતુ,.  છતા તેમના વારસદારોને કચેરી તરફથી ગુજરાત સરકારના પરિપત્ર મુજબ ઉચ્ચક સહાયની રકમ નહી ચુકવાતા મૃતક કામદારોના વારસદારે સૌરાષ્ટ્ર મજુર મહાજન સંઘ ધ્વારા મજૂર અદાલત રાજકોટ સમક્ષ ઉચ્ચક સહાય મેળવવા દાદ માંગેલ જેમા  મજૂર અદાલતના  ન્યાયધીશ  એસ.બી.શાહઓ છણાવટ પુર્વક ચુકાદો આપીને ચાલુ ફરજ દરમ્યાન અવશાન પામનાર કામદારોના વારસદારો સરકારના પરિપત્ર મુજબ આઠ લાખ મેળવવા હકકદાર હોવાનુ અને સંસ્યા ન ચુક્વેતો 6% વ્યાજ સાથે બન્ને કામદારોના વારસદાર મેળવવા હકદાર હોવાનું ઠરાવતા વારસદારોને ન્યાય મળ્યાનો સંતોષ થયેલો છે.

ઉપરોકત બન્ને ક્રેઈસમાં ગુજ.કામદારના વારસદાર વતી સૌરાષ્ટ્ર મજૂર મહાજન સંઘના  પ્રધાનમંત્રી દિલીપભાઈ ઠાકર તા મંત્રી વિજયભાઈ ટીમ્બડીયાએ રજુઆતો કરેલી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.