Abtak Media Google News
  • રાજસ્થાનના વકીલને પાલનપુરની હોટલમાં ડ્રગ્સ મૂકીને ફસાવી દેવા મામલે નોંધાઈ’તી ફરિયાદ

બનાસકાંઠા જિલ્લાના તત્કાલીન એસપી અને પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ વિરૂદ્ધ વર્ષ 1996માં કાવતરું રચીને રાજસ્થાનના વકીલને પાલનપુરની હોટલમાં ડ્રગ્સ મૂકીને ફસાવવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સંજીવ ભટ્ટ સામે પાલનપુરની કોર્ટેમાં પાંચ વર્ષથી કેસ ચાલી રહ્યો છે. જેમાં કોર્ટે આ કેસમાં સંજીવ ભટ્ટને દોષિત ઠેરવ્યા હતા. આજે કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટે ખોટા એનડીપીએસ(નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક) 20 વર્ષની સજા સાથે રુ. બે લાખનો દંડ ફટકાર્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 1996માં જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ સામે રાજસ્થાન પાલીના એડવોકેટ સુમેરસિંહ રાજપુરોહિત દ્વારા રાજસ્થાનમાં ચાલતા જમીન વિવાદમા તેમને ફસાવવા સંજીવ ભટ્ટ દ્વારા પાલનપુરની હોટલમાં વકીલના નામે બુક કરેલા રૂમમાં ડ્રગ્સ મૂકવાનું કાવતરું રચવામાં આવ્યું હોવાનો ગુનો દાખલ કરાયો હતો. જેમાં વર્ષ 2015માં સંજીવ ભટ્ટને ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને વર્ષ 2018 તેમની ધરપકડ કરાઈ હતી. જે કેસ પાલનપુરની કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ કેસ બીજી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે. જો કે, સંજીવ ભટ્ટ કાચા કામના કેદી તરીકે જેલ વાસ ભોગવી રહ્યા છે. આ કેસમાં બુધવારની મુદતમાં કોર્ટે તત્કાલીન આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટને દોષિત ઠેરવ્યા હતા અને કોર્ટે દ્વારા એનડીપીએસ આ ખોટા કેસના ગુનામાં સંજીવ ભટ્ટને સજા અંગનો ચુકાદો આજે સંભળાવ્યો હતો.

આઈઆઈટીમાંથી અભ્યાસ કરી ચૂકેલા સંજીવ ભટ્ટ 1988માં આઈપીએસ બન્યા હતા, તેઓ ગુજરાત કેડરના આઈપીએસ હતા. 2002ના ગુજરાત રમખાણોમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભૂમિકાનો આરોપ લગાવતું સોગંદનામું સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યું હતું. જો કે, સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે આ આરોપોને ફગાવી દીધા હતા. વર્ષ 2011માં સંજીવ ભટ્ટને સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઓગસ્ટ 2015માં તેમને ફરજ પર ગેરહાજર માટે ગૃહ મંત્રાલય દ્વારા બરતરફ કરવામાં આવ્યા હતા.

સંજીવ ભટ્ટ જ્યારે ગોધરાકાંડના મામલે આક્ષેપ કરી રહ્યા હતા ત્યારે તેમને એક સુરક્ષાકર્મી સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન તેમણે સુરક્ષાકર્મીને લાફો મારી દીધો અને તેની ફરિયાદ પણ નોંધાઈ હતી. સંજીવ ભટ્ટે પોતાના મેમનગર પાસે આવેલા બંગલોમાં ગેરકાયદે બાંધકામ કર્યું હતું. જેને લઈ ખૂબ વિવાદ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.