Abtak Media Google News

સામાજીક  સંબંધને લાંછન જેવી ઘટનામાં કોર્ટનો મહત્વનો ચુકાદો

ભોગ બનનારે બનાવ બાદ આપઘાત કરી લીધો હતો, પીડિતાની માતા, 164 નું નિવેદન અને એફએસએલથી કડી મજબૂત  બનતા  કેસ ને સજા તરફ દોરી ગયો

શહેરના કાલાવડ રોડ નજીક આવેલી આવાસ યોજના ના ક્વાર્ટર માં 28 માસ પૂર્વે પુત્રીને હવસનો શિકાર બનાવનો કેસ ચાલી જતા અદાલતે નરાધમ બાપને જીવે ત્યાં સુધી એટલે  કુદરતી મૃત્યુ થાય ત્યાં સુધીની સખત કેદની સજાનો  હુકમ ફરમાવ્યો છે.

કાલાવડ રોડ ઉપર આવેલા આવાસ યોજના ક્વાર્ટરમાં ગત તારીખ 3 -4 -2021 નારોજ પુત્રી ઉપર તેના પિતાએ બળાત્કાર ગુજારેલી જેની ફરિયાદ ભોગબનનાર પુત્રીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આરોપી હરેશ ગોપાલભાઈ સોલંકી ની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા હરેશ સોલંકી ને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.  આરોપી સામે પુરાવો એકઠો કરી ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરેલી  બાદ કેસ પોકસો અદાલતમાં કેસની સુનાવણી શરૂ થતા  અદાલતે ફરિયાદી-ભોગબનનાર ને જુબાની માટે સમન્સ કરવામાં આવેલું ત્યારે કોર્ટને જાણ થયેલી કે ફરિયાદી-ભોગબનનારએ ગળાફાંસો ખાઈને આત્મ હત્યા કરી લીધેલી છે.જેથી  જુબાની  અદાલતમાં  થય ન શકી  તેથી આ કામના મહત્વના સાહેદ ભોગ બનનારની પુત્રીની  માતાને સાહેદ સમન્સ કરવામાં આવેલું અને તેઓની સોગંદ ઉપર જુબાની લેવામાં આવેલી તેની જુબાનીમાં તેઓએ સમગ્ર બનાવની હકીકત ને સમર્થન આપતી જુબાની આપેલી અને તેઓએ જણાવેલું કે બનાવ વખતે હું મારા માવતર હતી ત્યારે પતિએ  પુત્રી પર બળાત્કાર ગુજાર્યાની હકીકતમાં જણાવેલું અને હું મારી પુત્રી સાથે પોલીસ સ્ટેશનને ફરિયાદ કરવા માટે ગયેલ હતી ફરિયાદ આપ્યા બાદ મારી પુત્રીનું મેડિકલ કરાવવામાં આવેલું અને જજ  પાસે  નિવેદન લેવામાં આવેલું તેમજ  પુત્રીના કપડાને  ઓળખી બતાવેલા આ રીતે આ સાહેદે સોગંદ ઉપર બનાવની હકીકતને સમર્થન કરતા જુબાની આપેલ .બાદ પ્રોસીકયુશન દ્વારા આ કામમાં ડોક્ટરની  અને તપાસ કરનાર અધિકારીની સોગંદ ઉપર જુબાની લેવામાં આવેલી  સરકાર તરફે સરકારી વકીલ  મુકેશભાઈ પીપળીયાએ દલીલ કરેલી કે ભોગબનનાર પુત્રીએ ડોક્ટર રૂબરૂ જે હિસ્ટ્રી આપેલી છે તેમાં પણ તેના પિતાએ બળાત્કાર ની હકીકત જણાવેલી છે.

મેજિસ્ટ્રેટ સમક્ષ 164 નું જે નિવેદન આપેલું છે. તેમાં પણ  પિતાએ બળાત્કાર કર્યાની હકીકત જણાવે છે.  મેડિકલ અને એફએસએલના રિપોર્ટથી પણ આરોપી સામે ગુનો પુરવાર થાય છે . તપાસ કરનાર અધિકારીએ પણ સોગંદ ઉપર જુબાની આપેલ છે.  સોગંદ ઉપરની જુબાની અને દસ્તાવેજી પુરાવાઓ થી પ્રોસીકયુસને કેસ સાબિત કરેલો હોય તેમજ વધુમાં રજૂઆત કરેલી કે આરોપીએ પિતા પુત્રીના સંબંધોને લાછન લગાવવાનું કૃત્ય કરેલું છે.

પુત્રીને સૌથી વધુ વિશ્વાસ તેના પિતા ઉપર હોય જ્યારે પિતાએ જ આવી હેવાનિયત ભર્યું કૃત્ય આચરેલું હોય આવા આરોપીને કાયદામાં જણાવ્યા મુજબની વધુમાં વધુ સજા કરવા રજૂઆત કરેલી તે રજૂઆતને ધ્યાને લઈ  પોકસો અદાલતના જજ  જે.ડી. સુથારે આરોપી હરેશ ગોપાલ સોલંકી ને આજીવન કેદ કુદરતી મૃત્યુ થાય ત્યાં સુધીની સખત કેદની સજા ફટકારેલી છે આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.