Abtak Media Google News

દેશમાં અંગદાનમાં જાગૃતિમાં અભાવે અનેક લોકો મોતને ભેટે છે: ઓર્ગન ડોનેશન અંગે લોકોને પ્રોત્સાહીત કરવા અત્યંત જરુરી

‘ વૈષ્ણવજન તો તેને રે કહિએ……

પીડ પરાઇ જાણે રે……’

ભાગદોડ ભર્યા જીવનમાં રોજ પૈસા પાછળ આંધળી દોટ મુકતા માણસને એવો જ વ્હેમ છે કે પૈસાથી બધુ જ મેળવી શકાય છે. પરંતુ કુદરતે આપેલું શરીર શું કયાંય વહેચાતું મળી શકે…? લોહી, આંખો, માણસના અંગે ખરીદી શકાતા નથી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અંગે જેમ ટેકનોલોજી આગળ વધી છે તેમ જ લોકોની જાગૃતિમાં પણ વધારો કરવાની જરુરીયાત છે.

આપણે બ્લડ ડોનેશનનો કોન્સેપ્ટ હસીખુશીથી અપનાવેલો છે. તેની સાથે સાથે નેત્રદાન (આઇ ડોનેશન) માટે લોકો ઘણા અંશે જાગૃત થયા છે. મૂળ વાત મૃતકના સ્વજનોને સમજાવવાની છે. આઇ ડોમેનશ પછી દેહદાનનો કોન્સેપ્ટ પણ ટેકનોલોજીના વિકાસ સાથે આવ્યોછે. સૌથી મહત્વનો દાનનો પ્રવાહ કિડની, લીવર, વગેરે ક્ષેત્રે છે. બે્રન ડેડ કે કોમામાં સરકી ગયેલી વ્યકિત અન્ય પાંચ વ્યકિતઓને જીવનદાન આપી શકે છે. કારણ કે તે વ્યકિતના અંગો જીવંત હોય છે.

ઓર્ગન ડોનેટ તથા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અંગે જાગૃતિ સમાજમાં પ્રસરે તે માટે ડેનીશ ઓડેસરાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે પાંચ વર્ષની બાળકીને ચક્ષુદાનથી નવી દ્રષ્ટિ મળી ત્યારથી અંગદાન જાગૃતિના ઘ્યેય સાથે સંકળાયા છે. વિશ્ર્વની રપ ટકા ની આસપાસ બ્લાઇડ પોયુલેશન ઇન્ડિયાની અંદર છે. જેઓ કોઇ ચક્ષુદાનની રાહ જોઇને બેઠા છે પરંતુ અંગદાનને અળચણરૂપ અંધશ્રઘ્ધા અને ખોટી માન્યતા બને છે. બ્રેન ડેડ વ્યકિતનાં પરિવારજનોને અંગદાન માટે સમજાવવામાં ખુબ મુશ્કેલી થાય છે. એક વ્યકિત ૯ વ્યકિતને જીવનદાન આપી શકે છે. આ બાબત લઇ વિવિધ ધાર્મિક તથા સામાજીક પ્રસંગોએ જાગૃતિ ફેલાવતા કાર્યો કરી રહ્યા છીએ. તેમજ સ્કુલ, કોલેજ તથા યુનિવસીટીમાં જઇને પણ અંગદાન જાગૃતિના લેકચર્સ લઇએ છીએ. આપણી નજર સામે શરીર પંચ મહાભૂતમાં ભળી જાય છે જયારે આત્મા અજરઅમર છે. જે યુવાનો ડ્રાઇવીંગ લાયસન્સ કરાવવા આર.ટી.ઓ. જાય છે. ત્યાં તેમને પૂછવામાં આવે છે કે શું તમારું આસ્મિક કે અકસ્માતમાં મૃત્યુ નિપજે તો આપ અંગદાન કરાવવા માંગો છો ? જો હા પાડે તો ડ્રાઇવીંગ લાઇસન્સમાં જ ઓર્ગન  ડોનર (ઓ.ડી) લખાણ છપાઇ જાય છે જેથી જે તે વ્યકિત કાયદાકીય રીતે અંગદાન માટે સહમત છે તેમજ પરિવારજનો પણ તેની આખરી ઇચ્છા સમજી તેનું અંગદાન કરાવે છે. ખાસ વડીલોએ આ માટે જાગૃતિ લાવવાની જરુર છે.

સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સુવિધા કરવામાં આવે તેવી મુખ્યમંત્રીશ્રીને નમી અપીલ છે ઉપરાંત જેમ તત્કાલ સેવા માટે ૧૦૮ છે તેમ અંગદાન માટે પણ કોઇ હેલ્પલાઇન નંબર કાયદાકીય રીતે શરુ કરે તેવી આશા છે.

વ્યકિત જન્મે છે શિક્ષણ મેળવે છે, દાન કામે છે પરિવાર તથા સંબધો સાચવે છે તે મૃત્યુ બાદ અહીં જ છોડીને જવાનું છે તેમજ કુદરતે આપેલું શરીર પણ અહીં જ છોડી જવાનું છે તો એ શરીર નવજીવન માટે ઉપયોગી થાય તેે સાચે જ પુણ્ય કમાવવાની ઉજળી તક છે તેથી તર્કશકિતથી નિર્ણય લેવો જોઇએ.

નિવૃત સરકારી કર્મચારી સવજીભાઇ પાનસેરિયાએ જણાવ્યું હતું કે પાંચ વર્ષ પહેલા પોતાની દિકરી ડોકટર હતી તે ડીલેવરી સમયે શરીરની  નબળાઇ ને કારણે હ્રદય બંધ પડયું. ર૦ મીનીટમાં જ બ્રેન ડેડ થયું. હોસ્પિટલમાં સારવાર સમયે હ્રદય શરુ થયું પરંતુ બે્રન ડેડથી તે મૃત્યુ પામી હતી. ત્યારે બે આંખ, બે કિડની, લીવર જેવા અંગો જે યુવાનોને જરુરીયાત હતી તેને અપાયા અને પાંચ લોકોને જીવનદાન મળ્યું હતું. જે અમુલ્ય અંગો મૃત્યુ બાદ રાખ બને તેના બદલે જો કોઇ જરુરીયાત મંદ વ્યકિતને આપવામાં આવે તો તેને કેટલો આનંદ થાય આ વિચારથી અંગદાનની પ્રેરણા મળી હતી.

અંગદાન કરવું એ મૃતકને આપેલી સાચી શ્રઘ્ધાંજલી છે. અંગદાન એ મહાદાન છે. આજે સમાજમાં બિમારીનું પ્રમાણ વધતું જાય છે ત્યારે યુવાનો પણ તેનાથી બાકાત નથી. આવા યુવાનોને નવજીવન આપવામાં અંગદાન કરવું જ જોઇએ. ટેકનોલોજીના અઘતન વિકાસથી ગણતરીની કલાકોમાં લોકોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થઇ શકે છે. રાજકોટમાં અંગદાન જાગૃતિ વધે લોકોમાં તર્કશકિત વિકસે તથા સમજુતીથી અંગદાન સંકલ્પ લોકો કરે તેવો અનુરોધ કરું છું.

મયુરભાઇ પારેખે અબતકના માઘ્યમથી અપીલ કરી હતી કે તેઓ ૩ મહિનાથી ડાયાબીટીસ બિમારીથી પીડાઇ છે તેઓની બન્ને કિડની ફેઇલ છે આવી બિમારીથી અનેક લોકો મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે સરકાર આ ગંભીર બાબતે વિચાર કરી નિર્ણય લે તથા લોકોમાં અંગદાન જાગૃતિ ફેલાઇ શકે. ઉપરાંત ઓગર્ન ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ પણ ખુબ થાય છે. ૧પ મહિના રાહ જોયા પછી બીજા શહેરની હોસ્પિટલમાં સારવાર કરાવી પડે છે. એ પણ ખુબ જ જટિલ અને ખર્ચાળ પ્રક્રિયા છે.

ગીરીરાજ હોસ્પિટલમાં કિટીકલ કેસ સ્પેશ્યાલીસ્ટ ડો. મયંક થકકરે અબતકને જણાવ્યું હતું કે હાલમાં ઓર્ગન રિસિવરની સંખ્યા કરોડોમાં છે. જયારે ઓર્ગન ડોનરની સંખ્યા સૌ પણ નથી. કારણ કે લોકોમાં જાગૃતિ નથી. જયારે કોઇ  અંગદાન કરે છે ત્યારે તે જેતે વ્યકિતને નહિ પરંતુ તેના પૂરા પરિવારને નવી જિંદગી આપે છે. ૧ર દિવસ પહેલા જ એ વ્યકિતની બ્રેન ડેડ થઇ હતી તેના પરિવારને ઓર્ગન ડોનેટ વિષે સમજવામાં યુવાનોએ સ્વીકૃતિ આપી પરંતુ વડીલો આ બાબતે હકારાત્મકતા દાખવી શકયા ન હતા.

તેથી ચાર વ્યકિતઓને નવજીવન મળતું અટકી ગયું  તેથી લોકોને એ અપીલ છે કે સમાજની માનિસકતા બદલવા માટે આગળ આવો અને જાગૃતિ લાવો તેમજ જીવનં વ્યકિત અંગદાનનો સંકલ્પ લઇને પુણ્યમાં ભાગીદાર બની શકે છે.

શ્રેયસ હોસ્પિટલના કેન્સર સર્જન ડો. વલ્લભભાઇ કથીરીયાએ અંગદાન અંગે પોતાના મંતવ્ય અબતકને જણાવ્યા હતા કે અંગદાન કરવાની શરુઆત લોહીદાન (રકતદાન) કરવાથી થઇ હતી. જેમાં જીવંત વ્યકિતનું લોહી બીજી વ્યકિતને આપવામાં આવતું હોય છે. વિજ્ઞાન ઘણું વિકાસ કરી રહયું છે. પરંતુ રકતનો વિકલ્પ શોધી શકયો નથી. રકતદાન બાદ ચક્ષુદાન પ્રત્યે લોકોમાં જાગૃતા આવી છે. ચક્ષુદામાં મૃત વ્યકિતની આંખની કોર્નિયા બીજા વ્યકિતને આપીને નવી દ્રષ્ટિ આપવામાં આવે છે. બધા વ્યકિતએ જીવંત હોય ત્યાં સુધી રકતદાન તથા મૃત બાદ અંગદાન કરવાની સંકલ્પ લેવો જોઇએ.

ઘણા ઓર્ગના સાથે હવે સ્કીન ડોનેશન પણ કરવામાંવે છે. મનુષ્ય મૃત્યુ પામ્યા પછી તેના જિવંત અવયવો કોઈ અન્ય મનુષ્યને નવુજીવન આપે એ અકે મોટુ પુણ્યનુય કાર્ય છે. સ્ક્રીન ડોનેશનમાં કોઈ વ્યકિત દાજી જાય તેની ચામડી નષ્ટ પામે ત્યારે કોઈ મૃતક વ્યકિતની ચામહી તેને ડોનેટ કરવાથી ઉપયોગી થઈ શકે છે. તેમજ ૨૦ દિવસમાં નવી ચામડી આવી જાય છે. જે રિતે ટેકનોલોજી તથા વિજ્ઞાન આગળ વધી રહ્યું છે. આવતા દિવસોમાં બ્રેન ટ્રાન્સપ્લાન્ટ માટે પણ પ્રયત્નો થશે.તોલોકોએ પુણ્ય સમજી સમાજમાં જાગૃતિ લાવવી એ ફરજ છે. આ પ્રક્રિયાનોખર્ચ ઘટે એ અર્થે સરદાર તથા દાતાઓએ પણ આગળ આવવાની જ‚ર છે.

અર્હમ આઈ હોસ્પિટલમાં કોનિયા ટ્રાન્સપ્લાન્ટ સ્પેશિયલીસ્ટ ડો. ધર્મેશ શાહે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ વિશે ચર્ચામાં લોકોમાં ચુક્ષુદાન માટે જાગૃતિ છે. તે અંગે જણાવ્યું હતુ કે લોકો ચક્ષુદાન કરે છે. પરંતુ હજુ તેમાં જાગૃતિની ખૂબ જ‚ર છે. હજી ઘણા લોકો અંધાપાથી પીળાઈ છે. ચક્ષુદાનથી બીજા પર નિર્ભર લોકો સ્વનિર્ભર બને છે. તેના જીવનમાં ઉજાસ ફેલાઈ છે. પરંતુ લોકોમાં ખોટી માન્યતાઓ પણ પ્રવર્તે છે. કે જો ચક્ષુદાન કરાવશું તો આવતા જન્મમાં અંધ તરીકે જન્મ લેશે. આવી ખોટી માન્યતા છોડી એ વિચારને વેગ આપવો જોઈએ કે એક વ્યકિતના મૃત્યુ પછી ચક્ષુદાન કરવાથી બે જીવંત વ્યકિતઓને નજર મળી શકે છે. આઈ ટ્રાન્સપ્લાન્ટમાં પૂરી આંખ બદલવાની નથી હોતી પરંતુ આંખની આગળનો ભાગ કિકિ (કોર્નિયા, નેત્રપટળ)નું જ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય છે. ઘણા દેશોમાં એવા નિયમ છે કે જયારે વ્યકિત મૃત્યુ પામે ત્યારે ફરજિયાત ચક્ષુદાન કરી દેવું તો તેવો નિયમ ઈન્ડિયામાં પણ આવે તેમજ લોકોમાં જાગૃતિ આવે તેવી અપીલ છે.

અંગદાનની તોલે અન્ય કોઈ દાન આવી ન શકે.

‘રાખ પધરાવી જળમાં

મુકિત તને’ નહી મળે…

રાખ માણસાઈ માણસમાં,

ઈશ્ર્વર તને અહી મળે….’

કર્ણ જેમ કવચુ, કુંડળ અને કનક દાન આપી દાનવિર કહેવાયા… તેમ હાલની પરિસ્થિતિમાં દેહદાન (અંગદાન) કરીને માણસ દાનવીર હોવાની અનુભુતિ કરી શકે છે.

જે વસ્તુ પૈસા નથી આપી શકતી તે વસ્તુ અંગદાન કરવાથી આપી શકાય છે. ઓર્ગન ડોનેશનનાં પંથ પર નવી પેઢીએ ચાલવાની જરૂર છે. જાતે જ અંગદાન આપવાનો સંકલ્પ લઈશું તો આપણે મર્યા બાદ પણ જીવંત રહી શકીશું. સ્નેહીજનોએ પણ વાસ્તવિકતા સ્વીકારીને અભિમાનમાં ઓટલાથી ઉતરીને અંગદાન જ મહાદાન છે. તેવી માન્યતા કેળવવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.