Abtak Media Google News

પેટ્રોલિંગમાં નીકળેલા ફોજદાર જયદેવ અને સ્ટાફને પીપળીયાના ગ્રામજનોએ લૂંટારા સમજી લીધા

બૂકાનીધારી ગેંગનો લૂંટફાટનો સીલસીલો ધણો લાંબો સમય ચાલ્યો હવે જીલ્લા રાજકોટ અને જૂનાગઢની સરહદ ઉપરના પાંચેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગભગ પાંત્રીસ જેટલા લૂંટ અને ધાડના ગુન્હાઓ નોંધાઈ ચૂકયા હતા. જેથી તે અટકાવવાનાં આયોજન ‚પે રાજકોટ જીલ્લાના જે જે પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આ ગુન્હા બનતા ન હતા તે તે પોલીસ સ્ટેશનોના સરકારી વાહનો અને અધિકારીઓને પણ આ અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્રોસ પેટ્રોલીંગોમાં ગોઠવ્યા હતા. તેમજ અમુક નાકાબંધી સરપ્રાઈઝીંગલી ફરતી ફરતી ગોઠવી હતી. છતા બુકાનીધારીઓ એ લૂંટ કરવાનું બંધ કર્યું નહતુ અઠવાડીયામાં એક બે વિસ્તારમાં ઝળકી જ જતી હતી.

સમાજમાં હરીફાઈનું ધણુ મહત્વ છે. તંદુરસ્ત હરીફાઈ સમાજને અને વ્યકિતને તાજો સશકત અને વધુ કાર્યદક્ષ બનાવે છે. દાખલા તરીકે રમત ગમત, વકૃત્વકળા, ચિત્રકળા વિગેરેની હરીફાઈમાં ભાગ લેતી વ્યકિત પોતાની તમામ શારીરીક અને માનસીક શકિતનો ઉપયોગ કરી અગ્રેસર રહેવા સતત પૂ‚ષાર્થ અને પ્રયત્ન કરતો રહે છે. જેથી તેની કાર્યદક્ષકતા અને દેખાવ સુધરતા પરિણામ સા‚ આવે છે. પરંતુ હરીફાઈમાં જો ઈર્ષાનું તત્વ ઉમેરાય તો તે દ્વેષ ‚પ દુર્ગુણ બને છે. અને તે બંને હરિફ પક્ષો નુકશાનકારક છે.

હાલના વૈશ્ર્વીકરણ સમયમાં આ હરીફાઈ ખાનગી ક્ષેત્રોમાં તો ઠીક પરંતુ જાહેર અને સરકારી ક્ષેત્રોમાં પણ આ દેખાદેખીથી લક્ષાંક આપવા તે એક પ્રકારની બળજબરાઈ જ છે. ખાનગી કંપનીના માર્કેટીંગ સ્ટાફ ટુંકા સમયમાં વધુ વેચાણ કરી લક્ષાંકો પૂરા કરી દે છે. પરંતુ જનતાને લગતા કાયદાકીય અને સેવાકીય ક્ષેત્રો જે જીવંત મનુષ્યને સ્પર્શતા છે તેમાં આ લક્ષાંકોની પધ્ધતિનો જડતાથી અમલ થતા ધણી વખત ખોટા પ્રત્યાઘાતો પડે છે. જનતા ને સ્પર્શતા આ બંને કાયદાકીય અને સેવાકીય ક્ષેત્રોનો હેતુ નફો નહિ પરંતુ જાહેર સુખાકારી હોય છે. અને જે પ્રાપ્તી (નફો) મળે તે જનતાના માનસીક સંતોષ સલામતી અને સુખાકારી ‚પે હોય છે.

આ ક્ષેત્રોમાં લક્ષાંક પધ્ધતિના અમલનાં બે ઉદાહરણો જાણવા જેવા છે. કાયદાકીય ક્ષેત્રે જનતાની સલામતી માટે હેલ્મેટ ફરજીયાત પહેરવાના અમલીકરણ માટે કેટલા હેલ્મેટ નહિ પહેર્યા ના કેસ દિવસ દરમ્યાન કર્યા અને રોજે રોજ લક્ષાંકો વધતા જતા લાખો ‚પીયાના દંડ પ્રજાને કરવામાં આવતા રાજકોટના અશોક પટેલે મા‚ માથુ મા‚ છેનું આંદોલન શ‚ કરી જેલ યાત્રાઓ કરી અને હાલ પરિસ્થિતિ શું છે?

બીજાુ ઉદાહરણ આરોગ્ય અને સમાજ વ્યવસ્થાનું સને ૧૯૭૬ના કટોકટી સમયનો બહુ જાણીતું અને બહુ ચર્ચીત છે. આ કટોકટી સમયમાં સરકાર દ્વારા પાંચ મુદાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલા આ પાંચ મુદાના કાર્યક્રમનો યોગ્ય રીતે અમલ કરવામાં આવે તો હાલમાં પણ સમાજમાં ધણુ સા‚ પરિણામ લાવી શકે તેમ છે. પરંતુ તે સમયે તેની અમલવારી આંકડાકીય લક્ષાંકો આધારીત કરવા માટે ખાસ કરીને કુટૂંબ નિયોજન નસબંધી કાર્યક્રમ માટે પોલીસ ખાતાનો ઉપયોગ (આમતો ખરેખર દૂ‚પયોગ) કરવામાં આવ્યો પોલીસ દળ એટલે શિસ્તબધ્ધ દળ હુકમ થાય એટલે લક્ષાંકો સિધ્ધ કરવા દિવસ રાત એક કરી ગમે તે પ્રકારે લક્ષાંક પ્રાપ્ત કરો. પોલીસ દળે આ લક્ષાંકો સિધ્ધ કરવા ગુનેગારો તો ઠીક પણ વર્ણન થાય તેવી વ્યકિતઓની નસબંધી કરાવી દીધી.

કટોક્ટીમાં વાણી અને વિચારોની મુકત અભિવ્યકિત ઉપર અને પ્રેસ સેન્સરશીપ પણ હતી. તેમાં આ નસબંધી કાર્યક્રમે ‘વ્યકિત સ્વાતંત્ર્ય’ ઉપરનો હુમલો જનતાએ ગણ્યો અને પછી જે લોકસભાની ચૂંટણી થઈ તેમાં ભારતનો ઈતિહાસ બદલાઈ ગયો ધૂરંધરો ને જનતાએ ઘરભેગા કરી દીધા અને દેશમાં મોટુ પરિવર્તન આવ્યું.

ટુંકમાં આવી હરીફાઈમાં લક્ષાંકો ન હોય પરંતુ જનતામાં જાગૃતી લાવવાના કાર્યક્રમો યોજી તેમના હીતમાં જ આ કાયદા અને સેવાકીય પ્રવૃત્તિ છે. તેમ સમજાવવા પડે. પોલીસ ખાતામા ગુન્હા અટકાવવાના અટકાયતી પગલા ના કેસોનાં લક્ષાંકો અપાય છે. પરંતુ આંકડાકીય લક્ષાંકો પ્રાપ્ત થતા ગુન્હા અટકતા નથી. વસ્તી વધારો, પ્રગતિનાં નિયમો મુજબ ગુન્હાતો વધે જ. પરંતુ તે માટે વસ્તી વધારા સાથે પોલીસ દળની સંખ્યામાં વધારો અને જનતામાં સુરક્ષાની બાબતો માટે જાગૃતી લાવવી જ‚રી છે.

બુકાનીધારી ગેંગને પકડવા માટે ધોરાજીના ફોજદાર જયદેવ અને જેતપૂરનાં રાણા વચ્ચે ચર્ચા થતા રાણાએ ત્યારેજ જાહેર કરેલુ કે આ ગેંગને હું જ પકડીશ. આથી જયદેવને થયું પોતે શા માટે ન પકડી શકે. તેથી તેણે પણ પોતાની રીતે આયોજન કરી આ ગેંગને પકડવા માટે કામગીરી શ‚ કરી અને બંને વચ્ચે હરીફાઈ શ‚ થઈ જેતપૂરના ફોજદાર રાણા દરરોજ સાંજે એક કે બે કોન્સ્ટેબલો ને બુલેટ મોટર સાયકલ ઉપર લઈને જેતપૂરનાં કોઈ પણ ગામડામાં જતા અને ગેંગની વોચ કરતા.

જયદેવે બુકાની ધારી ગેંગની લૂંટ નો ગુન્હો કરવાની પધ્ધતિનો અભ્યાસ શ‚ કર્યો ગેંગ સામાન્ય રીતે સાંજના સાડા છ વાગ્યાથી રાત્રીનાં બાર વાગ્યા સુધીમાં જ ગુન્હા કરતી હતી. પેટ્રોલીંગ ચાલુ થઈ તે પહેલા લૂંટો મુખ્ય માર્ગો ઉપર થતી પરંતુ પેટ્રોલીંગ શ‚ થયા બાદ પંચાયતો જિલ્લા તાલુકાના રસ્તે અને કાચા રસ્તે પણ લૂંટના ગુન્હા થવા માંડયા કે જે જગ્યાએ પોલસની પેટ્રોલીંગો ન હોય. આ લૂંટારા હથીયાર તરીકે તો લાકડીજ રાખતા અને ઈજા પણ સામાન્ય જ માથુ ફોડયા જેવી કરતા લૂંટમાં ખાસતો રોકડ રકમ દાગીના અને કાંડાઘડીયાળો લેતા પરંતુ કયારેક સારા કપડા પણ ઉતરાવી લેતા રોડની બાજુમાં ઝાડ હોય તેની સાથે લોખંડના વાયરનો એક છેડો બાંધી પછી વાયર જમીન ઉપર રાખી દેતા વાયરનો બીજો છેડો કપાસ કે શેરડીના વાડમાં તેઓ સંતાઈને બેસતા ત્યાં રાખતા ખાસ કરીને એક (સીંગલ) લાઈટ વાળુ વાહન એટલે કે મોટર સાયકલ નીકળે એટલે લૂંટારા ઉભા થઈ પોતા પાસેનો વાયરનો છેડો ખેંચી લેતા જેથી આ વાયર રાત્રીના સમયે મોટર સાયકલ કે રીક્ષા વાળાને દેખાય નહિ એટલે વાહન ઉભુ રહે કે ઉથલી પડે તેથી લૂંટારાનું કામ સહેલુ થઈ જતુ અને બેચાર મીનીટમાં જ કામ પતાવીને નાસી જતા તેમની સંખ્યા ત્રણથી ચારની રહેતી ધણી વખત જનતા દ્વારા સામનો થતા નાસી પણ જતા હતા.

જેથી જયદેવને લાગ્યું કે ગુનેગારો વાહન વગરનાં અને ખેત મજૂર જ હોવા જોઈએ. જયદેવે સાંભળેલી વાતો મુજબ કપડાની ચોરી તો વેડવા વાઘરી સિવાય કોઈ કરતું નહિ. ખૂબ પેટ્રોલીંગ કરવામાં આવી અને નાકાબંધી કરવામાં આવી પરંતુ લૂંટારા લૂંટ કરીને જાણે હવામાં ઓગળી જતા હતા કોઈ પતો લાગતો નહતો.

જે રીતે જેતપૂરનાં ફોજદાર રાણા નિયમિત રીતે બુલેટ લઈને ગામડાઓમાં બુકાનીધારી ગેંગને પકડવા જતા તેની હરીફાઈમાં જયદેવે પણ રાત્રીનો રોલકોલ પૂરો કરી પોતાના જવાનો સાથે ધોરાજીના કોઈપણ ગ્રામ્ય વિસ્તારનાં રસ્તા ઉપર જઈ વોચ કરવા કોઈ પુલ કે નાળા ઉપર બેસતા અને આવતા જતા માણસો અને વાહનોનું નિરીક્ષણ કરતા.

હંમેશ મુજબ જયદેવ તેના ડી સ્ટાફના ચંદ્રભાણ અને મઘા ઉપરાંત બળવંતસિંહને પણ સાથે લઈ તમામ સાદા કપડામાં સાયકલો લઈ ઉપલેટા રોડ ઉપર આવ્યા. સાયકલોને એકવાડીમાં રાખી ચારેય જણા ભાદા-પીપળીયાના કાચા રસ્તે ચાલતા થયા રસ્તાની બંને બાજુ ખેતર વાડીઓમાં લીલો પાક ઉભો હતો આ રસ્તે દોઢેક કિલોમીટર ચાલ્યા ત્યાં એક ગરનાળુ આવ્યું જેથી વોચ કરવા એક બાજુના નાળા ઉપર જયદેવ તથા ચંદ્રભાણ અને બીજી બાજુ મઘો અને બળવંતસિંહ બેઠા નાળાની બંને બાજુ શેરડી અને કપાસની મોલાત ઉભી હતી ઘેઘુર અંધા‚ હતુ નાળા નીચેથી તથા ઉભેલી મોલાતમાંથી તમરાના જુદા જુદા પ્રકારનાં અવાજો આવતા હતા સામે ઉભેલી વ્યકિતને ઓળખી પણ શકાય નહિ તેવું અંધા‚ હતુ વગડાની આવી પરિસ્થિતિમાં અમસ્થા પણ એકલા માણસ ને ડર લાગે તેવું હતુ પરંતુ બુકાનીધારી ગેંગે જે ત્રાસ ફેલાવી દીધેલો તેથી વગડાનું આ વાતાવરણ વધુ ભયજનક લાગતુ હતુ કે જોબુકાની ધારી આવી ગયો? આવા વિચારો અને માન્યતાને કારણે જ સૂર્યાસ્ત થતા જ સીમ વગડે કામ કરતા ખેડુતો અને મજૂરો પણ ગામમાં ચાલ્યા જતા હતા અને માણસ જાત વગરનો સીમ વગડો વધુ બીહામણો લાગતો હતો.

દરમ્યાન ધોરાજી તરફથી એક સાયકલ આવવાનો અવાજ આવતા જયદેવને થયું કે આગળ રસ્તા ઉપર કાંઈ હીલચાલ છે કે કેમ તે પૂછી લઈએ તેથી ચંદ્રભાણને આ સાયકલ સ્વારને રોકવા જણાવ્યું ચંદ્રભાણે આ સાયકલ સ્વારને ઉભા રહેવા અવાજ કર્યો પરંતુ ત્યાંતો સાયકલ સ્વાર ગરનાળા ઉપરથી ઝડપથી પસાર થઈ ગયો વળી સાદ પાડયો એટલે સાયકલની ઝડપ વધારી દીધી અને લગભગ નાસવા જ માંડયો અને ગયો પીપળીયા તરફ. જયદેવે કહ્યું અંધા‚ છે તેથી ડરી ગયો લાગે છે. તેણે આપણને બુકાનીધારી સમજીલીધા લાગે છે. વળી પાછા તમામ પોત પોતાના સ્થાને બેસી ગયા

અડધા કલાક સુધી કોઈ વાહન કે માણસ આ રસ્તેથી નીકળ્યું નહી તેવામાં ઓચિંતા પીપળીયા તરફથી હથીયાર ધારી માણસોનું મોટુ ટોળુ લગભગ નજીક આવી ગયું ટોળુ મારો કાપોનો દેકારો કરતુ ટોર્ચ બેટરીઓ વડે પ્રકાશ ફેંકતા માણસો આવી રહેલા હતા ટોર્ચના પ્રકાશમાં લાકડીઓ, ધારીયા, વગેરે હથીયારો પણ જોઈ શકાતા હતા ટોળા તરફથી છૂટાછવાયા પથ્થરોના ઘા પણ આવતા હતા.

બળવંતસિંહને આ વિસ્તારનો કોઈ અગાઉનો અનુભવ હશે કે કોણ જાણે તેણે જયદેવને કહ્યું સાહેબ ભાગો આ ખેડુતો આપણને બુકાનીધારી સમજી કપડુ હલે ત્યાં સુધી મારશે હવે ખેર નથી!

પહેલા જયદેવને થયું કે આમ કેમ થયું. પરંતુ પછી તુરત જ ખ્યાલ આવી ગયો કે જે સાયકલ સવારને રોકવા પ્રયત્ન કર્યો હતો તેણે જ ગામમાં જઈને માણસોને કહ્યું હશે કે નાળા ઉપર બુકાનીધારી બેઠા છે. એટલે ભેગા થઈ હથીયારો સાથે બુકાની ધારીઓ ને ઠેકાણે પાડવા ટોળા બંધ આવી રહ્યા હતા. મઘો અને ચંદ્રભાણ પણ બળવંતસિંહ જોડે નાસવાની તૈયારીમાં જ હતા આથી જયદેવે તેમને સમજાવ્યા કે આને ‘મોબ સાયકલોજી’ કહેવાય જો તમે ભાગશો તો આ ટોળુ તમને ગુનેગાર જ માની લેશે અને પછી બમણા જોરથી વાહનો લઈને પણ પીછો કરી કરી ને મારમારશે અને કોઈનીવાત સાંભળશે નહિ. કેમકે તેઓ પણ માનસીક રીતે લૂંટારાનાં ભયમાં હોય છે. અને પાછો આક્રોશ પણ હોય છે. તેથી એક કામ કરો. મારી સાથે શાંતિથી ઉભા રહો અને જૂઓ કે શું થાય છે. બળવંતસિંહ એકદમ ધ્રુજી ઉઠ્યા હતા અને બોલ્યા આતો ‘ઉંધતા ઝડપાયા’ આમતો પરસેવો તો તમામને વળી ગયો હતો.

નાળાથી થોડા અંતર સુધી તો ટોળુ ઝડપથી આવ્યું પણ ગરનાળુ નજીક આવતા તે ધીમુ પડી ગયું કોઈક કોઈક છૂટાછવાયા પથ્થરો ગરનાળાની દિશામાં આવતા હતા પરંતુ રોડ ઉપર જ પડતા હતા છેક સુધી પહોચતા નહતા. આથી જયદેવે તમામ પોલીસ કોન્સ્ટેબલોને કહ્યું કે મોટેથી બોલો પોલીસ પોલીસ આ રીતે ચારેય જણા મોટેથી પોલીસ પોલીસ બોલતા ટોળા તરફથી પથ્થરો આવતા બંધ થઈ ગયા અને ટોળાએ રાડો પાડવાનું પણ બંધ કર્યું જોકે ચણભણાટ તો ચાલુ જ હતો. પરંતુ જયદેવનો નિર્ણય સાચો હતો અને તેણે કરેલ નુસ્ખો કારગત નીવડયો ચારેય જણાને હાશકારો થયો બળવંતસિંહ બોલ્યા ‘બચી ગયા’

પરંતુ ટોળુ ત્યાંજ અટકી ગયું તેમાંથી કોઈ નજીક આવતા ન હતા અને ટોર્ચ બેટરી વડે પ્રકાશ પોલીસ તરફ ફેંકતા હતા. પોલીસ પણ સાદા કપડામાં હતી તેથી નજીક આવવાની હિંમત કોણ કરે? જેથી જયદેવે જ ત્રણેય જણાને નાળા ઉપર ઉભા રહેવાનું કહી પોતે એકલો ટોળા તરફ ચાલતો થયો. ટોળા તરફની તમામ ટોર્ચ બેટરીઓનો પ્રકાશ જયદેવ ઉપર ફોકસ થયો તેથી તેમાં જયદેવની કમરે બાંધેલ રીવોલ્વર ટોળા ને દેખાઈ તેથી કેટલાક બોલી ઉઠ્યા કે લે આલે આતો ફોજદાર સાહેબ પોતે જ ! આંધળે બહે‚ કૂટાઈ જાતને? આ સાયકલ વાળાએ તો ભારે કરી’.

જયદેવ નજીક જતા જ લોકોએ કહ્યું કે આ સાયકલ વાળાએ બુકાની ધારી છે. તેમ કહીને તમામને ધંધે લગાડયા છે. ગામ લોકો ભેગા થઈને આજે તો બુકાનીધારીનું પુ‚ જ કરવું છે તેમ નકકી કરીને આવ્યા હતા જયદેવે કહ્યું કે અમે પણ બુકાનીધારીને પકડવા જ આવ્યા હતા.

ગામ લોકોએ જયદેવ તથા તેના જવાનો ને આ બુકાનીધારી લૂંંટારાને પકડવા માટે ગામ લોકોએ જયદેવ તથા તેના જવાનોને પીપળીયા ગામે આવવા ખૂબ આગ્રહ કર્યો આથી જયદેવ તથા ત્રણે કોન્સ્ટેબલો ગામ લોકો સાથે પીપળીયા આવ્યા ગામ લોકોએ હોંશે હોંશે ચા પાણી પાયા અને પોલીસ જનતાનું આટલુ ધ્યાન રાખે છે. તે બદલ આભાર વ્યકત કર્યો જયદેવે કહ્યું કે તેતો અમારી ફરજ છે. તો ગામ આગેવાનોએ કહ્યું કે ખરેખર તમારી ફરજ ખૂબ જોખમી છે.

આ બનાવ ઉપરથી જયદેવે ખાસ નોંધ એ લીધી કે કોઈ પણ જોખમી પગલુ લેતા પહેલા તેના પછીના પરિણામ અને ઉભી થનાર પરિસ્થિતિનો પૂરો વિચાર કરવો આ અનુભવ જયદેવને તેની ભવિષ્યની નોકરીમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં ખાસ તો કોમી તોફાનોનાં બંદોબસ્તમાં ખૂબજ ઉપયોગી થવાનો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.