Abtak Media Google News

રાજકોટ જિલ્લા ભાજપની સંગઠન સંરચના કાર્યશાળા યોજાઈ: જિલ્લાભરમાં ૧૧ થી ૩૦ સપ્ટેમ્બર સુધી બુ સમિતિની સંરચના કરાશે

કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ કાર્યક્રમ અનુસાર ગુજરાતભરમાં સંગઠનપર્વ ઉત્સવ ઉજવવા અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ ખાતે જીલ્લાની સંરચના અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડિ.કે.સખીયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ સહ-સંરચના અધિકારી તથા સાંસદ મોહનભાઈ કુંડારિયા, જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, જીલ્લા મહામંત્રીશ્રીઓ ભાનુભાઈ મેતા તથા ડો.ભરતભાઈ બોઘરા, જીલ્લા સંગઠન પર્વના ઇન્ચાર્જ દિલીપભાઈ ગાંધી, સંગઠન પર્વના સહ-ઇન્ચાર્જઓ નાગદાનભાઈ ચાવડા તથા મીનાક્ષીબેન સોજીત્રા, જીલ્લા સંરચના અધિકારી માધાભાઈ બોરીચા, જીલ્લા સહ સંરચના અધિકારી પ્રવીણભાઈ માકડિયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, કાર્યક્રમના પ્રદેશના ઇન્ચાર્જ મુકેશભાઈ દોશી, ઠાકોર વિકાસ બોર્ડના ચેરમેન ભુપતભાઈ ડાભી સહીતના ઉપસ્થિત રહી અપેક્ષિત કાર્યકર્તાઓને સંરચના અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.

આ તકે પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાએ સંરચના માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે કાશ્મીરના મુદે ભારતના એકીકરણનું અધૂરું રહેલું રાષ્ટ્રપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર અને કાશ્મીર માટે બલિદાન આપનાર ડો.શ્યામાપ્રસાદ મુખર્જીનું સ્વપ્નને ૩૭૦ કલમ હટાવીને સ્વપ્ન સાકાર કર્યું છે. એક રાષ્ટ્ર, એક સંવિધાનની ભાવના આજે વાસ્તવિક બનાવી છે. રાષ્ટ્ર વિરોધી તથા આતંકવાદીઓની ગતિવિધિઓને જડમૂળથી દુર કરીને શાંતિ સ્થાપના કરી છે.

આ તકે પ્રદેશ સહ-સંરચના અધિકારી મોહનભાઈ કુંડારિયા તથા માધાભાઈ બોરીચાએ પ્રદેશ સંગઠન સંરચના તથા જીલ્લા લેવલે સંગઠન સંરચનાનું વિશેષ માર્ગદર્શન પૂરું પડ્યું હતું.

આ બેઠકમાં જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોનીએ જણાવ્યું હતું કે, સક્રિય સભ્યની કામગીરી બાદ સંગઠન સંરચના અંતર્ગત રાજકોટ જીલ્લાના તમામ તાલુકા સમિતિ, બુથ સમિતિ સહીતની તમામ રચનાએ ટૂંક સમયમાં પૂર્ણ કરીને સંગઠનનો વ્યાપ વધારવા માં આવશે. ભારતીય જનતા પાર્ટી વિશ્વમાં પ્રથમ નંબરની પાર્ટી છે. ભાજપાનો પ્રત્યેક કાર્યકર પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને પાર્ટીને મજબુત કરવા હંમેશા તનતોડ પ્રયાસ કરતો હોય છે. કાર્યક્રમમાં આભાર દર્શન જીલ્લા મહામંત્રી ડો.ભરતભાઈ બોઘરાએ કર્યું હતું તથા સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન જીલ્લા મહામંત્રી ભાનુભાઈ મેતાએ કર્યું હતું.

આ કાર્યક્રમમાં જીલ્લાના હોદેદારો, જીલ્લા મોરચાના પ્રમુખ મહામંત્રીઓ, મંડલ પ્રભારીઓ, મંડલ પ્રમુખ-મહામંત્રીઓ, જીલ્લા સંરચના અધિકારીઓ અને સહ સંરચના અધિકારીઓ, મંડલ સંરચના અધિકારીઓ અને સહ સંરચના અધિકારીઓ, સંગઠન પર્વના જીલ્લા ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ, સંગઠન પર્વના મંડલ  ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ, જીલ્લા પંચાયત વિપક્ષ નેતા સહીતના તાલુકાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.