Abtak Media Google News

લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરીંગ કોલેજ ખાતે આયોજન

સ્વચ્છતા અને સ્વસ્તા, ઔદ્યોગિક વિકાસ, પરિવહન સહિતની થીમ આધારિત કૃતિ રજૂ કરાઈ

હાલ ના અતિઆધુનિક અને ટેકનોલોજીના યુગમાં લોકો ઓછી મહેનતે ટેકનોલોજીના માધ્યમથી પોતાના કાર્યો સરળ બનાવી શકાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જીલા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ, જીલા શિક્ષણાધિકારી કચેરી અને રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના સયુંકત ઉપક્રમે રાજકોટ જિલ્લાનું ડો. વિક્રમ સારાભાઈ વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૯- ૨૦ નું આયોજન લાભુભાઈ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજ – કણકોટ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ જિલ્લાની શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કણકોટ ખાતે આયોજિત ત્રી દિવસીય પ્રદર્શન માં પાંચ વિષય ની થીમ રાખવામાં આવી છે. જેમાં કટાઉ કૃષિ પદ્ધતિ, સ્વચ્છતા અને સ્વસ્થતા, ઔદ્યોગિક વિકાસ, સંસાધન અને વ્યવસ્થાપન, આધુનિક પરિવહન અને પ્રત્યાયન નો સમાવેશ કરવામાં આવ્યો છે જે વિષયો પર આધારિત ૧૪૨ કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવી છે.

આ તકે પ્રાથમિક વિભાગ ના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન અને ગણિત તેમજ પર્યાવરણ આધારિત ૫૫ કૃતિઓ તેમજ માધ્યમિક વિભાગ ની ૫૦ કૃતિઓ નો સમાવેશ કરાયો છે. પ્રદર્શન નું તમામ સંકલન ભરતસિંહ પરમાર ને સોંપવામાં આવ્યું છે. ચેતનાબેન વ્યાસ (પ્રચાર્યક જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન)એ ‘અબતક’ સોની વાતચીતમાં  તેમણે જણાવ્યું હતું કે નાના બાળકોમાં રહેલા વૈજ્ઞાનિક અભિગમો અને તેમના કૌશલ્યો ને બહાર લાવવાના ઉદેશ્ય સાથે ગાંધીનગર જી.સી.ઇ.આર.ટી. પ્રેરિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા કુલ ૧૪૨ કૃતિઓ રજુ કરવામાં આવી છે. આ પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વીદ્યાર્થીઓની કૃતિઓને રાજ્યકક્ષાએ મોકલી તેમના કૌશલ્યને બિરદાવામાં આવશે.

અલ્પા બેન
અલ્પા બેન
હેલીબેન ત્રિવેદી
હેલીબેન ત્રિવેદી

આ તકે હેલીબેન ત્રિવેદએ કહ્યું હતું કે પ્રાથમિક અને માધ્યમિક વિભાગના બાળ વૈજ્ઞાનિકો દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શનો કરવામાં આવ્યા છે. નાના નાના બાળકો દ્વારા ખૂબ સરસ કૃતિઓ રજુ કરવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓ દ્વારા ૧૪૨ કૃતિઓ રજું કરવામાં આવી છે જે નિહાળીને કહી શકાય કે જો વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળે તો તેઓ ભવિષ્યના વૈજ્ઞાનિક બનશે અને દેશનું નામ રોશન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.