Abtak Media Google News

૬ વકતાઓ જ્ઞાનવધર્ક વકતવ્યો આપશે: અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે કરાશે ખુલ્લી ચર્ચા

રાજકોટ મતદાર એકતા મંચ દ્વારા તા. ૧ જુલાઇ રવિવારે સવારે ૮ થી સાંજે ૭ સુધી જયુબીલી બાગમાં અરવિંદભાઇ મણિયાણ હોલ માં લોકતંત્રની પાઠશાળા નામના એક દિવસીય સેમીનારનું આયોજન કરાયેલ છે. આ પાઠશાળામાં છ સત્રોમાં, છ વિષયો પર, છ વકતાઓ જ્ઞાનવર્ધક વકતવ્યો આપશે. સાતમું સત્ર શ્રોતાઓ માટેનું ખુલ્લુ સત્ર છે. જેમાં પ્રશ્ર્નોતરી અને શ્રોતાઓના પ્રતિભાવો એટલે કે જનતાની સાચી મન કી બાત રજુ થશે. રાજકીય પક્ષોના હીમાયતીઓ અને હોદેદારો તથા ચુંટાયેલા જનપ્રતિનિધિઓને આ સાતમા સત્રમાં ખુલ્લી ચર્ચા માટે ખુલ્લો પડકાર કરાયેલછે.

Advertisement

આ કાર્યક્રમ રાજકોટ મતદાર એકતા મંચ દ્વારા બધા જ ગેરબંધારણીય રાજકીય પક્ષોને કાયમને માટે રાજકોટ મ્યુનિ. કોર્પો. માંથી દુર કરવાના ભગીરથ કાર્ય અનુસંધાને છે. આ કાર્યક્રમમાં કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસ, કલેકટર, મામલતદાર બહુમાળી ભવન ની કચેરીઓ, ઇન્કમટેકસ, એ.જી. ઓફીસ વગેરે સરકારી અધિકારીઓને વ્યકિતગત કવરીંગ લેટર સાથે રેકર્ડ પર નિમંત્રણ પત્રો આપીને આમંત્રીત કરાનાર છે. ધારાસભ્યો, સંસદસભ્યો અને કોર્પોરેટરોને પણ નિમંત્રણપત્રો અપાનાર છે.

આ કાર્યક્રમમાં હાજરી આપનાર દરેકને પોતપોતાનું બપોરના ભોજન સાથે લાવવા અનુરોધ કરાયેલ છે. અને નોંધણી ફી તરીકે રૂ. ૫૦ નું કિમતી યોગદાન આપવાનું રહેશે.

કાર્યક્રમને નિમંત્રણ કાર્ડ મેળવવા અને નોંધણી કરાવવા માટે અશોકભાઇ પટેલ મો. ૯૪૨૮૨ ૭૫૫૫૦ અને કાંતિભાઇ ભૂત મો. નં. ૯૮૯૮૫ ૧૭૭૧૮ નો સંપર્ક કરવો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.