Abtak Media Google News

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા યોજાનાર સૌરાષ્ટ્ર ઝોન કક્ષાના ખેલ મહાકુંભમાં અન્ડર- 14, અન્ડર -17 અને ઓપન વયજુથનાં ભાઈઓ માટે વોલીબોલ સ્પર્ધાનું આયોજન જિલ્લા રમત વિકાસની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર રાજકોટ  એમ.ટી.ધમસાણીયા કોમર્સ કોલેજ ખાતે કરવામાં આવશે. જે અંગેની જિલ્લાની રજીસ્ટ્રેશન કરેલી ઊંખઊં ઈંઉ સાથે સ્પર્ધકોની એન્ટ્રી તા. 12 મે સુધીમાં તયક્ષશજ્ઞભિજ્ઞભવ. ફિસજ્ઞલિંળફશ.ભજ્ઞળ પર મોકલી આપવાની રહેશે.

સૌરાષ્ટ્રઝોન કક્ષાની વોલીબોલની સ્પર્ધા અન્ડર-14 ભાઈઓ માટે તા.15 મે થી 16 મે બપોરે 03.00 કલાકે યોજાશે. જેમાં સ્પર્ધકોએ તા.14 મે નાં રોજ રિપોર્ટીંગ કરવાનું રહેશે. અન્ડર-17 ભાઈઓ માટે આ સ્પર્ધા તા. 17 મે થી 18 મે  બપોરે 03.00 કલાકે યોજાશે. જેમાં સ્પર્ધકોએ તા.16 મે નાં રોજ રિપોર્ટીંગ કરવાનું રહેશે.

ઓપન વય જુથના ભાઈઓ માટે તા. 19 મે થી 20 મે નાં રોજ બપોરે 03.00 આ સ્પર્ધા કલાકે યોજાશે. જેમાં સ્પર્ધકોએ તા.18 મે નાં રોજ રિપોર્ટીંગ કરવાનું રહેશે. આ તમામ સ્પર્ધાઓ સ્પોર્ટસ હોસ્ટેલ, પોલીસ હેડકવાર્ટર રોડ, એ.સી.પી. બંગલાની સામે, રેસકોર્સ ખાતે યોજાશે. તેમ જિલ્લા રમતનાં વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.