Abtak Media Google News

રાજકોટ સહિત રાજયના 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડીગ્રીને પાર: ફરી પારો 44 થી 45 ડીગ્રીએ પહોંચે તેવી વકી

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આવતીકાલથી ફરી ગરમીનું જોર વધે તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે. રાજકોટ સહિત 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડીગ્રીને પાર થઇ ગયો છે. આવતીકાલથી ત્રણ દિવસ ફરી હિવવેવનો પ્રકોપ વધશે. અમુક સ્થળે તાપમાનનો પારો 44 થી 45 ડીગ્રી વચ્ચે પહોંચી જશે.

હાવમાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર ગઇકાલે સોમવારે રાજયના 11 શહેરોમાં તાપમાન 40 ડીગ્રી થી વધુ નોંધાયું હતું. અમદાવાદનું તાપમાન 43.6 ડીગ્રી રહેવા પામ્યું હતું. અમદાવાદ રાજયનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું આ ઉપરાંત ડિસાનું તાપમાન 40 ડીગ્રી, ગાંધીનગરનું તાપમાન 42.8 ડીગ્રી, વલ્લભ વિઘાનગરનું તાપમાન 40.1 ડીગ્રી, વડોદરાનું તાપમાન 40 ડીગ્ર્રી સુરતનું તાપમાન 34.2 ડીગ્રી, વલસાડનું તાપમાન 36 ડીગ્રી, દમણનું તાપમાન 33.8 ડીગ્રી, ભુજનું તાપમાન 40 ડીગ્રી, કંડલા પોર્ટ પરનું તાપમાન 41.5 ડીગ્રી, ભાવનગરનું તાપમાન 41 ડીગ્રી, રાજકોટનું તાપમાન 42.3 ડીગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 42 ડીગ્રી અને જુનાગઢનું તાપમાન 39.1 ડીગ્રી નોંધાયું હતું.

દરમિયાન આવતીકાલથી ફરી ત્રણ દિવસ રાજયમાં હિટવેવની આગાહી વ્યકત કરવામાં આવી છ. અનેક શહેરોમાં તાપમાનનો પારો ર થી 3 ડીગ્રી સુધી ઉંચકાશે આંદમાન નિકોબારમાં નૈત્રઋનું ચોમાસુ બેસી ગયું છે. દરમિયાન ગુજરાતમાં નિર્ધારીત સમય કરતાં વહેલું ચોમાસુ બેસી જાય તેવી આગાહી આપવામાં આવી છે. 10 થી 1પ જુન વચ્ચે રાજયમાં ચોમાસુ બેસી જશે. આગામી સપ્તાહની પ્રિ-મોનસુન એકિવટીવીનો આરંભ થઇ જશે ગરમીનું જોર ઘટશે પરંતુ બફારાનું પ્રમાણ વધશે એકાદ પખવાડીયા સુધી આવુ વાતાવરણ જોવા મળશે આ વર્ષ ચોમાસુ વહેલું બેસી જશે અને સામાન્ય રહેશે તેવી આગાહી અગાઉ જ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.