Abtak Media Google News

આ વર્ષે 91મી ઓસ્કર એવોર્ડ સેરેમની હોસ્ટ વગર જ કરાશે. હા, કોઈ પણ હોસ્ટ વગર આ સેરેમનીમાં હોલીવુડ સેલેબ્રિટી જ એવોર્ડ આપશે. છેલ્લા 30 વર્ષોમાં આ પહેલી વખત બનશે કે જ્યાં હોસ્ટ વિના હોલીવુડ સેરેમની ઉજવવામાં આવશે.

આ સેરેમની 24 ફેબ્રુઆરીએ ડોલ્બી થિયેટરમાં યોજાશે. 1929માં પહેલી વખત ઓસ્કર એવોર્ડ એનાયત કરાયા હતા. ત્યારથી અત્યાર સુધી 1939, 1969, 1970, 1971 અને 1989માં યોજાયેલી સેરેમની ગણીને કુલ 5 વખત હોસ્ટ વિના સેરેમની યોજાઈ હતી.

હવે ર્આર્ગનાઈજર્સને એવોર્ડ એનાયત કરવા માટે એ-લિસ્ટ સેલિબ્રિટી શોધવામાં ઘણી મહેનત કરવી પડી રહી છે. ઓસ્કર એવોર્ડનાં ઈતિહાસમાં અશ્વેત હોસ્ટની સંખ્યા ગણી ઓછી છે.

આ લિસ્ટમાં ક્રિસ રોક, વ્હુપી ગોલ્ડબર્ગ , રિચર્જ પ્રાયર અને સૈમી ડેવિસ જૂનિયર સામેલ છે. જો કેવિન આ સેરેમનીને હોસ્ટ કરતા તો આ લિસ્ટમાં એક નામ વધી ગયુ હોત. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.