ઓસ્કારમાં નોમિનેટ ગુજરાતી ફિલ્મ “છેલ્લા શો” સત્કાર સમારોહ

અબતક,

નટવરલાલ ભાતીયા, દામનગર

લાઠી  મૃદુહદય ના રાજવી કવિ કલાપી ના લાઠી નગર ના નવોદિત નું અભિવાદન કરાશે  ઓસ્કાર માં નોમિનેટ ગુજરાતી ફિલ્મ “છેલ્લા શો” ના બાળ કલાકાર વિજય મેર અને પ્રોડ્યુસર કશ્યપ કપટા નો સત્કાર સમારોહ જાણીતા સારસ્વત પાન નલિન ની કલા પારખું ડો વસંત પરીખ ની અધ્યક્ષતા માં શિવમ જવેલર ના મોભી દુલાભાઈ શંકર દ્વારા ઉદ્ધાટન તળે  ભવાની જેમ્સ ના સૌજન્ય થી યોજાશે લાઠી ના અણમોલ રત્નો બંને નવોદિત યુવાનો એ વિશ્વની ફિલ્મ ક્ષેત્રનો પ્રતિષ્ઠિત ઓસ્કાર એર્વોડ માં નોમિનેટ થયેલ ગુજરાતી ફિલ્મ છેલ્લો શો’ માં બાળ કલાકાર વિજય મેર અને લાઇન પ્રોડ્યુસર કશ્યપ કપટા એ મહત્વ ની ભૂમિકા અને પ્રદાન આપ્યું છે તેથી લાઠી ના આ નવોદિત નો સન્માન સમારોહ યોજાશે.

વિનય મંદિર ખાતે તા.01/10/22 ને શનિવાર ના રોજ મુખ્ય મહેમાન  જીતુભાઇ ડેર – ડિસ્ટ્રિકટ ચેરમેન લાયન્સ કબલ અમરેલી જનકભાઈ તળાવીયા અગ્રણી ઉદ્યોગ રત્ન ડો.કાલિન્દીબેન પરીખ – કવયિત્રી,અમરેલી ની પ્રેરક ઉપસ્થિતિ માં શહેર ની વિવિધ સંસ્થા વ્યક્તિ ઓ દ્વારા ભવ્ય સત્કાર સમારોહ યોજાશે  બિલેશ્વર યુવક મંડળ લાઠી  મનિષાબેન પાડા પ્રમુખ નગરપાલિકા લાઠી  સંતોક બા મેડિકલ સેન્ટર લાલજીદાદાનો વડલો માર્કેટીંગ યાર્ડ લાઠી બાપા સીતારામ સેવા ટ્રસ્ટ લાઠી મહાકાળી નવરાત્રી નાટક મંડળ લાઠી સિધ્ધી વિનાયક મંડળ લાઠી વિર હમીરસિંહજી  સ્મૃતિ ટ્રસ્ટ લાઠી  લાઠી શરાફી સહકારી મંડળી જીવદયા સુંદરકાંડ ગૃપ પ્રજા મંડળ સંઘવી સ્કુલ  હિન્દુ ધર્મ સેવા  ભારતીય શિક્ષણ સેવા મંડળ  કલાપી ફી લાઈબ્રેરી  મીત ફાઉન્ડેશા ચામુંડા છોરૂ ગૃપ સહિત બે ડઝન થી વધુ સંસ્થા ઓ દ્વારા બંને નવોદિત ને સત્કાર અભિવાદન કરશે તેમ આરાધના ટ્રસ્ટ ના ઇતેશ કે. મહેતા પ્રમુખ એમ.પી. રામાણી  ટ્રસ્ટી ભરતભાઈ પાડા હરેશ પઢીયાર રાજુ રીઝીયા ટ્રસ્ટી ની યાદી માં જણાવ્યું છે.