Abtak Media Google News

ભારતીયોને સ્વાતંત્ર્ય દિવસથી રીલાયન્સ ઈન્ટરનેટ દ્વારા દુનીયાને “મુઠ્ઠીમાં કરી દેશે !

ભારતનાં કોર્પોરેટ જગતમાં એવું કહેવાય છે કે અંબાણીઓ જે ધંધામાં એન્ટ્રી કરે એ ધંધામાંથી અન્યોએ એક્ઝીટ થઇ જવાનું અથવા તો નુકસાનીની ખાઇમાં પડવા તૈયાર રહેવાનું! હજુ બે દાયકા પહેલા સુધી એમટીએનએલમાં ટેલિફોન બુક કરાવ્યા બાદ પાંચ વર્ષે થતો નંબર લાગતો હતો. એક સમય હતો જ્યારે ભારતમાં એકાદ ડઝન જેટલા ટેલિકોમ ઓપરેટરો હતા. પણ જ્યારથી જીઓની ભારતીય બજારમાં એન્ટ્રી થઇ છે ત્યારથી દેશના અન્ય ઓપરેટરો જાણે ‘મરવા’ પડ્યાં છે. આઈડિયા તથા વોડાફોન જેવી કંપનીઓ સાથે મળીને પણ જીઓને હંફાવી શકતી નથી. હવે આ સેક્ટરમાં રિલાયન્સ જુથ અર્થાત જીઓ મોટાભાગના કોમ્યુનિકેશન સેક્ટરને પોતાની ‘મુઠ્ઠી’માં કરવાની પેરવીમાં છે. રિલાયન્સનાં ફાઇનાન્શયલ રિઝલ્ટનાં આંકડા બોલે છે કે ૩૩.૧૩ કરોડ સબસ્ક્રાયબરો સાથે હવે જીયો ભારતની સૌથી વધારે નેટવર્ક ધરાવતી કંપની બની છે. આગામી ૧૨ મી ઓગસ્ટે હવે કદાચ ભારતીયોનાં ઘરોને ટેલિવિઝન, લેન્ડલાઇન ફોન, તથા ઇન્ટેરનેટની સુવિધા એકસાથે આપે તેવી જીઓ ફાઈબર, જીઓ હોમ, કે જીઓ ગીગા ફાઈબર જેવી સુવિધાની જાહેરાત કરશે.

આંકડા જોઇએ તો ટેલિકોમ ઇન્ડસ્ટ્રીની હાલત આજે એક સાંધે ત્યાં તેર તુટે જેવી છે.  જીઓની આ સેકટરમાં એન્ટ્રી થઇ ત્યારબાદ સંખ્યાબંધ કંપનીઓને દુકાનો બંધ કરવાની ફરજ પડી અથવા તો મર્જર પ્લાન સાથે બીજી કંપની સાથે હાથ મિલાવવા પડ્યા છે. સરકારી કંપની બીએસએનએલ તથા વોડાફોન-આઇડ્યિા હાલમાં નુકસાનીમાં છે. જ્યારે ભારતી એરટેલના છેલ્લા પાંચ ત્રિમાસિક રિઝલ્ટમાંથી ચારની બેલેન્સીટ નુકસાની વાળી આવી છે. હવે જીઓ ગીગા ફાઈબરની ઓફર સાથે ઝટ નેટવર્ક, કેબલ, વાઇફાઇ તથા ફોન-કોલની  દુનિયામાં પ્રાઇસ વોર જામશે. હાલમાં પણ ડેન, જીટીપીએલ તથા હેટવેય કેબલ જેવી કંપનીઓ પર તો જીઓનો કબ્જો થવા જ માંડ્યો છે. હવે ફાઈબર નેટવર્ક સાથે દેશનાં ૧૧૦૦ શહેરોને પોતાના કોમ્યુનિકેશન નેટવર્કમાં સામેલ કરવાની  જીઓની રણનીતિ છે. 

જુન-૧૯માં રજૂ થયેલા આંકડા પ્રમાણે ૩૨.૨૯ કરોડ ગરાહકો સાથે ભારતી એરટેલ બીજા નંબરે છે. જેનો માર્કે હિસ્સો ૨૭.૮૦ ટકા ગણી શકાય. જ્યારે વોડાફોન- આઇડ્યિા ૩૨ કરોડ ધારકો સાથે ત્રીજા નંબરે પછડાઇ ચુક્યું છૈ. જેનો કસ્ટમર બેઝ અગાઉ ૩૩.૪૦ કરોડનો હતો. ઘટતા ગ્રાહકો અને નબળી થતી બેલેન્શીટ વચ્ચે હવે આ કંપનીઓ ક્યાં સુધી ટકી રહેશે એ એક સવાલ છે.  આગામી ૧૨ મી ઓગસ્ટે એજીએમમાં જો નવી જાહેરાત થવાના આવેલા અહેવાલો સાચા હોય તો ૧૫ મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિનથી દેશવાસીઓને ૨૫૦૦ રૂપિયા ડિપોઝીટ તથા માસિક ૬૦૦ રૂપિયાનાં ભાડાં સાથે જીઓ એક લેન્ડલાઇન ફોન, ટીવી ચેનલોના કનેક્શન, ૫૦ એમબીની ઇન્ટરનેટ સુવિધા આપવામાં આવશે. આવીજ રીતે ૧૦૦૦ રૂપિયાની  સુવિધામાં ૪૫૦૦ રૂપિયાની ડિપોઝીટ સાથે ૧૦૦ જીઓની બ્રોડબેન્ડ લાઇન ઓફર કરવામાં આવશે. મુંબઇમાં હાલમાં પણ પ્રાયોગિક ધોરણે ૬૦૦ રૂપિયા વાળી સ્કીમ ચાલુ થઇ છે જેમાં લાઇન આવ્યા બાદ જ્યાં સુધી સરકાર સત્તાવર જહેરાત ન કરે ત્યાં સુધી ફ્રી માં ઇન્ટરનેટ આપવામાં આવે છે.  

આ સાથે મરણિયા બનેલા વોડાફોન તથા એરટેલે પ્લાનમાં જોરદાર આકર્ષક સ્કીમો જાહેર કરી છે. આવી જ રીતે પોસ્ટપેડમાં સ્કીમો ગમે તે ઘડીએ જાહેર થશૈ. આમેય તે હાલમાં ઓપરેટરો વચ્ચે એટલી ગળાકાપ સ્પર્ધા ચાલે છે કે કોઇ એક સ્કીમમાં ક્યા ઓપરેટરનો પ્લન સારો છે તેની તુલનાનું પરિણામ જોઇએ તે પહેલા નવો પ્લાન બજારમાં આવી ગયો હોય છે.  

જીઓ શરૂ કર્યાને ત્રણ વર્ષ નથી થયા ત્યાં કંપની ગ્રાહકોની બાબતમાં દેશની નંબર-૧ કંપની બની ગઇ છે. હાલની રેગ્યુલેટરી ગાઇડલાઇન્સ એવું કહે છે કે કોઇપણ ટેલિકોમ કંપની પોતાના ત્રણ વર્ષના ફાઇનાન્શ્યલ રીપોર્ટ જાહેર કરે ત્યાર બાદ જ આઈપીઓ લાવી શકે છે. જીઓનાં કેસમાં માર્ચ-૨૦૨૦ સુધી કંપની આઈપીઓ ઓફર કરી શકે તેમ નથી. પણ અહેવાલ એવું પણ કહે છે કે આઈપીઓનીની તૈયારી શરૂ થઇ ચુકી છે. વર્ષ-૨૦૨૧ના પ્રારંભ પહેલા કંપનીનો આઈપીઓ આવી જશે તે વાત નક્કી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.