રવિવારે રાજયમાં નવા 4ર0 કેસ નોંધાયા: એકિટવ કેસનો આંક 2463

ગુજરાતમાં કોરોનાનું પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યુ: છે. લોકોની બેદરકારી ભારે પડી રહી છે રવિવારે રાજયમાં કોરોનાના નવા 4ર0 કેસ નોંધાયા હતા. રાજયના શહેરી વિસ્તારોમાં સતત સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે જે સૌથી મોટી ચિંતાનો વિષય છે. આગામી દિવસોમાં અમદાવાદ સહિત રાજયના મોટા શહેરોમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળવાની છે.

જેમાં માનવ મેદની એકત્રીત થશે. જો તેમાં પણ બેદરકારી દાખવવામાં આવશે તો આગામી દિવસોમાં કોરોનાનો ફૂફાડો વધુ તાકાત વર બની રહેશે.

રાજયમાં રવિવારે પણ કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો હતો ગઇકાલે નવા 4ર0 કેસ નોધાયા હતા જયારે રપ6 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા. એકિટવ કેસનો આંક 2463 એ પહોંચી ગયો છે. જો કે સૌથી મોટી રાહતની વાત એ છે કે માત્ર 3 દર્દીઓ જ વેન્ટીલેટર પર છે જયારે મોટાભાગના દર્દીઓ ઘર જ કવોરેન્ટાઇન છે તમામની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે.

અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 156 કેસ, સુરત કોર્પોરેશનમાં 79 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 59 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 14 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 9 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં પ કેસ, જામનગર કોર્પોરેશનમાં 3 કેસ અને જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં નવા બે કેસ નોંધાયા હતા. જયારે મહેસાણા જીલ્લામાં નવા 17 કેસ, સુરત જીલ્લામાં 13 કેસ, કચ્છ જીલ્લામાં નવ કેસ, વલસાડ જીલ્લામાં 9 કેસ, આણંદ જીલ્લામાં 7 કેસ, નવસારી જીલ્લામાં 6 કેસ, અમદાવાદ જીલ્લામાં પાંચ કેસ, ભરુચ જીલ્લામાં પ કેસ, રાજકોટ જીલ્લામાં 4 કેસ, વડોદરા જીલ્લામાં ચાર કેસ, ખેડા જીલ્લામાં 3 કેસ, ગાંધીનગર જીલ્લામાં ર કેસ, મોરબી જીલ્લામાં ર કેસ, પંચમહાલ જીલ્લામાં ર કેસ, પાટણ જીલ્લામાં  બે કેસ, પોરબંદર જીલ્લામાં બે કેસ અને તાપી જીલ્લામાં એક કેસ નોંધાયા હતા.

રાજયમાં કોરોના એકિટવ કેસનો આંક સતત વધી રહ્યો છે. હાલ એકિટવ કેસનો આંક 420 પહોચ્યો છે ગઇકાલે કુલ 420 કેસ નોંધાયા હતા. જયારે 256 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા હતા. જો ગુજરાતવાસીઓ સાવચેતી નહી રાખે તો આગામી દિવસોમાં કોરોના વધુ મોઢુ ફાડશે. આગામી દિવસોમાં અષાઢી બીજ સહિતના ઉત્સવો શરુ થઇ રહ્યા છે ત્યારે કોરોનાના સંક્રમણને ખાળવા માટે માસ્ક પહેરવા, સોશ્યિલ ડિસ્ટન્ટનું પાલન કરવા જયા પાયાના નિયમોનું ખુબ જ ચુસ્ત પણે પાલન કરવું પડશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.