Abtak Media Google News

મહિલાઓના પ્રાથમિક અધિકારો, તેમની સુરક્ષા સહિતનાં મુદ્દાઓને લઇ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

ખુબ જ મોટી સંખ્યામાં મહિલાઓ રહી ઉ૫સ્થિત: નવજીવન ટ્રસ્ટની કામગીરી પણ બીરદાવાઇ

સમગ્ર વિશ્ર્વના ૮ માર્ચના દિવસે વુમન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે રાજકોટમાં ઠેર ઠેર વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. મહિલાઓમાં પ્રાથમીક અધિકારોથી લઇને મહિલાઓનો સશકિતકરણ, મહિલાઓની સ્વતંત્રતા અને મહિલાઓની સેફટી વિશે ના વિવિધ કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા. ઉ૫સ્થિત મહેમાનોએ નવજીવન ટ્રસ્ટની કામગીરીને બીરદાવી હતી. અને સંસ્થાનો આભાર પણ વ્યકત  કર્યો હતો. આ કાર્યક્રમમાં ખુબ જ બહોળી સંખ્યામાં મહિલાઓ ઉ૫સ્થિત રહી હતી અને મહિલા દિવસની ઉજવણી કરી હતી.

વાંકાનેર ખાતે પર મંડળો ઉભા કરાયા જયા  મહિલાઓ તેમના વિચાર રજુ કરે છે: રેખાબેન શાહ

Vlcsnap 2020 03 09 07H29M22S878

નવજીવન ટ્રસ્ટ દ્વારા આયોજીત વુમન્સ ડે કાર્યક્રમને લઇ વાંકાનેરથી આવેલા રેખાબેન શાહે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ વાંકાનેર ખાતે પર મંડળો સ્થાપિત કરવામાં આવ્યા છે. જયાં મહિલાઓ પહેલા બોલતી ન હતી, તે હવે તેમના વિચારો મંડળો સમક્ષ મૂકી રહી છે અને મહિલા વિકાસ અને મહિલા ઉથાન માટેની કામગીરીને પ્રાધાન્ય આપી રહી છે. નવજીવન ટ્રસ્ટની દ્વારા જે સાથ સહકાર મળી રહ્યો છે. તેનાથી મહિલાઓને ઘણી રાહતો મળી છે અને મહિલાઓ ખુલીને તેમના વિચારો મુકી રહી છે.

મહિલાઓને આ પ્રકારના કાર્યક્રમથી પોતાના વિચારો સમાજ સમક્ષ મુકવાની તક મળે છે: સરોજબેન સોલંકી

Vlcsnap 2020 03 09 02H01M15S18

વિશ્ર્વ મહિલા દિવસ નીમીતે નવજીવન ટ્રસ્ટ દ્વારા વુમન્સ ડેની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્પીચ આપવા આવેલા સરોજબેન સોલંકીએ અબતક સાથેની વાતચીતમાં માહીતી આપતા જણાવ્યું હતું કે મહિલાઓનો વિકાસ ત્યારે જ શકય બને જયારે મહિલાઓ તેમના વિચાર સમાજ સમક્ષ મુકવાની તક મળે નવજીવન ટ્રસ્ટ મારફતે જે પ્રવૃતિ કરાવવામાં આવે છે. તેનાથી મહિલાઓનો સર્વાંગથી વિકાસ પૂર્ણાત: શકય બને છે અને મહિલા ઉથાન પણ થતું જોવા મળે છે આ તકે તેઓએ દિકરો અને દિકરી એક સમાજ છે. તે વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. અને નવજીવન ટ્રસ્ટનો આભાર વ્યકત કર્યો હોય.

1.Banna For Site

સંસ્થા હરહંમેશ મહિલાઓના સ્થાન માટે કાર્યરત છે: આરતીબેન દાવડા

Vlcsnap 2020 03 09 02H00M04S83

નવજીવન સંસ્થા દ્વારા રાજકોટના આંગણે ક્રાઇસ્ટ સ્કુલ ખાતે વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. અબતક સાથેની વાતચીતમાં વુમન્સ ડેની ઉજવણી નીમીતે નવજીવન સંસ્થાના કાર્યકર્તા આરતીબેન દાવડાએ જણાવ્યું હતું કે નવજીવન સંસ્થા સૌરાષ્ટ્ર અને કચ્છમાં મહિલાઓના સશકિતકરણ માટે કાર્યરત છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેમના કુલ ૧૪ સેન્ટરો આવેલા છે. આ સંસ્થા ખાસ કરીને પછાત વર્ગના બહેનો માટે કામ કરે છે. આ બહેનો સમાજનો એક એવો વર્ગ છે જેમને આગળ આવવા નવજીવન પ્લેટફોર્મ પુરુ પાડે છે.

વધુમાં જણાવતા આરતીબેને કહ્યું હતું કે નવજીવન સંસ્થા છેલ્લા ચાલીક વર્ષોની કાર્યરત છે. આ સંસ્થા સમાજના દલીત સમાજ અને પછાત વર્ગની મહિલાઓ અને બાળકો ને પોતાની આવડત બતાવી કાંઇ કરી બતાવવાની એક ઉમદા તક પુરી પાડે છે. આ સંસ્થામાં લાઇવલી ફુડ, એગ્રીકચ્લર, વુમન એમ્પારમેન્ટ વગેરે કાર્યો કરવામાં આવે છે. ગરીબ ઘરના બાળકો જે સ્કૂલ ફી નથી ભરી શકતા તેઓને શિક્ષણ પુરુ પાડવાનું કામપણ નવજીવન સંસ્થા દ્વારા કરવામાં આવે છે. એગ્રીકલ્ચર શિક્ષણ દ્વારા મહિલાઓ તથા બાળકોને ઓર્ગેનિક ખેતીની સમજણ પણ નવજીવન સંસ્થા દ્વારા આપવામાં આવે છે. નવજીવન સંસ્થા દ્વારા સીનીયર સીટીઝન કલબ પણ ચલાવવામાં આવે છે. સાથે સીનીયર સીટીઝન ડેની પણ ઉજવણી કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.