સુરેન્દ્રનગરમાં ઓવરલોડેડ ડમ્પરે વિદ્યાર્થીનીને કચડી નાંખી

Police line do not cross

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત અકસ્માતો વધી રહ્યા છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના રોડ રસ્તાઓ ગોઝારા બની જવા પામ્યા છે. ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના જાહેર રોડ રસ્તા ઉપરથી પસાર થઇ રહેલા રેતી કપચી ભરેલા ડમ્પરો અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને લોકોનો જીવ જોખમમાં મુકી રહ્યા છે ત્યારે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ અને જિલ્લા કલેક્ટરે એ કે ઓરંગાબાદકર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી અને સાંજે 6:00 થી સવાર ના 06:00 સુધી રેતી અને કંપનીની હેરાફેરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

તે છતાં પણ ખનીજ માફિયાઓ દ્વારા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાંથી અને જાહેર રસ્તાઓ ઉપર થી 6:00 બાદ પણ રેતી ભરેલા ડમ્પરો લઈ અને ફેરાઓ મારવામાં આવી રહ્યા છે. અનેક લોકોની જીંદગીઓ જોખમમાં મુકી રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના ઓવરબ્રિજ ઉપર વધુ એક અકસ્માત સર્જાયો છે રાત્રિના આઠ વાગ્યાના અરસામાં ગોકુલ હોટલ નજીક આવેલા ઓવર બ્રીજ ઉપર પસાર થઈ રહેલી 17 વર્ષની વિદ્યાર્થીનીને ડમ્પર ચાલકે અડફેટે લેતા આ વિદ્યાર્થીનીનું ઘટનાસ્થળે જ મોત નિપજવા પામ્યું છે.

જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર વ્યાપી જવા પામ્યો છે ત્યારે મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલા ઓવર બ્રિજ ઉપરથી રાત્રિના આઠ વાગ્યે ટ્યુશન ક્લાસ છુંટેલી વિદ્યાર્થીની સાઇકલ લઈ અને પોતાના ઘરે પરત ફરી રહી હતી તે સમયે ઓવરબ્રિજ ઉપર બેફામ પુરપાટ ઝડપે આવતું ઓવરલોડ કપચી ભરેલું ડમ્પર ચાલકે આ વિદ્યાર્થીની ને ડમ્પરની અડફેટે લેતા આ વિદ્યાર્થીની નું ઘટના સ્થળેજ મોત નિપજવા પામ્યું છે. જેને લઇને ચકચાર વ્યાપી જવા પામ્યો છે ત્યારે આ અકસ્માત સર્જાયા બાદ લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને ડ્રાઈવરને ઘેરી લેવામાં આવ્યો હતો.

ત્યારે આ મામલે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસને જાણકારી થતા તાત્કાલિક પણ એ બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સોલંકી તથા તેમની ટીમે ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આ મામલે વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી ડમ્પર ચાલકની પણ હાલમાં અટકાયત કરવામાં આવી છે અને વધુ પોલીસ તપાસ હાથ ધરી અને આ વિદ્યાથીની ના પરિવારજનોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી ત્યારે પ્રાથમિક તપાસમાં આ યુવતી ટ્યુશન ક્લાસ માંથી પરત ફરી રહી હતી તેનું નામ દિયા હોવાનું ખુલવા પામ્યું હતું.

ત્યારે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ દ્વારા ડમ્પરના ટાયર માંથી આ દિયા નો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને તેની ડેડ બોડીને પીએમ માટે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.