Abtak Media Google News
  • કાર્બન ડાયોકસાઇડના ઘટક તરીકે ઓકિસજન મુકત રીતે વાતાવરણમાં પરિભ્રમણ કરે છે: આ વાયુની પ્રકૃતિ વિતરણ વ્યવસ્થા અચંબિત છે
  • એક વૃક્ષ વર્ષે 30 લાખનો ઓકિસજન આપે છે, ગ્લોબલ વોર્મિગથી બચવા આપણે એક લાખ કરોડ વૃક્ષો વાવવા પડશે

સજીવ સૃષ્ટિનો પ્રાણવાયુ એટલે ઓકિસજન એ જયાં સુધી મળે ત્યાં સુધી માનવી જીવિત રહી શકે છે, થોડી ઘણી વધ-ઘટ પણ માનવીને મુશ્કેલીમાં મુકી દે છે. ઓકિસજન રંગ-ગંધ વગરનો વાયુ છે. આ વાયુ ઘણા ઉદ્યોગો અને વિજ્ઞાનના સાધનોમાં ઉપયોગ લેવાય છે. પૃથ્વી પર આ વાયુ પુષ્કળ પ્રમાણમાં છે પણ આપણે પર્યાવરણ બગાડીને તેની ઘટ ઉભી કરી છે. વૃક્ષો આપણને વધુમાં વધુ ઓકિસજન આપીને માનવ જાતની મોટી સેવા કરે છે. તેમની પ્રથમ શોધ 1774 માં જોસેફ પ્રિસ્ટલી નામના વૈજ્ઞાનિકે કરી હતી.

1 9 2

પૃથ્વીની ઉત્પતિ કાળથી ઓકિસજનનું અસ્તિત્વ છે. તે પ્રમાણે કે જીવ સાથે જોડાયેલો હોવાથી તેને પ્રાણવાયુ પણ કહેવાય છે. ગ્રીક ભાષામાં ‘ઓકસી’ કહેવાય છે તો લે વોઇઝિપટ નામના વિજ્ઞાનીએ તેનું નામ ઓકિસજન આપ્યું હતું. 1923 માં પ્રથમવાર તેના ઉપયોગથી રોકેટ ઉડાડયું હતું. આ વાયુ તો સૌથી વધુ ઉપયોગ દવાખાનામાં દર્દી માટે થાય છે. આ વાયુ જલન શીલ નથી પણ તેની હાજરી અન્ય જલન શીલ પદાર્થોને ઉત્તેજન આપે છે. પૃથ્વીના પેટાળમાં કેલ્શ્યિમ, લોખંડ, સિલિકોન અને એલ્યુમિનિયમ સાથે ઓકિસજનનો વિશાળ જથ્થો છે.

આપણા શરીરમાં ઓકિસજનનું પ્રમાણ 95 થી ઉપર રહેતો ચિંતા કરવી નહી પણ 91 થી 94 વચ્ચે રહેતું હોય તો મેડીકલ સારવાર લેવી પડે છે. જો આ લેવલ 91 થી નીચે જાય તો તે વ્યકિતએ દવાખાને દાખલ થવું પડે છે અથવા તાત્કાલીક ડોકટરની ટ્રીટમેન્ટની જરુર પડે છે. હમણાં જ કોરોના આપણ જોયું કે તેના લક્ષણોમાં શ્ર્વાસ લેવામાં તકલીફ અને ઓકિસજનનું ઘટવું મહત્વનું હતું. તેના માપન માટે ‘ઓકિસ મીટર’ આવે છે.

1 6 3

શરીરનો સૌથી મોટો ઘટક પાણી પણ ઓકિસજનથી બનેલો છે, જેમાં હાઇડ્રોજન અને ઓકિસજનનું મિશ્રણ છે એટલે જ ઇં2ઘ  કહેવાય છે. પૃથ્વી પર વસતા તમામ સજીવો શ્ર્વાસ દવારા હવામાંથી ઓકિસજન લઇને જીવે છે. આથી ઓકિસજનને પ્રાણવાયુ પણ કહેવાય છે. હાલના કોરોના મહામારી ચાલે છે જેમાં દર્દીનું ઓકિસજન લેવલ ઘટે છે તેથી હવે બધા લોકો જાગૃત થાય છે. મશીનથી જાતે લેવલ ચેક કરવા લાગ્યા છે.

માનવના જીવન ટકાવવા માટે હવા, પાણી, ખોરાકની સૌથી વિશેષ જરુરીયાત છે. ગ્લોબલ વોમિંગને કારણે, પર્યાવરણને નુકશાનને કારણે ઋતુ ચક્રોમાં ફેરફાર થવા લાગ્યો છે, આપણે હવામાંથી ઓકિસજન લઇને ઉચ્છવાસ દ્વારા કાર્બન ડાયોકસાઇડ બહાર કાઢીએ છીએ તો વનસ્પતિ આ કાર્બન ડાયોકસાઇડ લઇને ઓકિસજન બહાર કાઢે છે. એટલે જ વૃક્ષો વધારે હોય તો આવનારા દિવસોમાં કુદરતી ચક્ર જળવાય રહે, માણસોની સાથે પ્રાણીઓ પણ હવામાંથી જ ઓકિસજન લે છે, આપણા શ્ર્વાસ ઉપરાંત ઘાતુનું કટાવવું, કોઇ પદાર્થ કે કંઇ સળગે ત્યારે પણ ઓકિસજન વપરાય છે.

1 2 10

આપણી સૃષ્ટિ આપણે જ નષ્ટ કરી રહ્યા છીએ, સૂર્ય પ્રકાશથી વાતાવરણમાં રહેલી પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરીને પણ થોડો ઓકિસજન ઉમેરે છે. જે કુદરતી ક્રમ છે, વનસ્પતિ તો ઓકિસજન આપે જ છે. ઓકિસજનનું પર્યાવરણમાંથી સજીવોમાં અને સજીવોમાંથી પર્યાવરણમાં ચક્રાકારે વહન કરે તેને ઓકિસજન ચક્ર કહે છે, વાતાવરણમાં ઓકિસજનનું પ્રમાણ કુલ વાયુ પૈકી ર1 ટકા છે, કાર્બન ડાયોકસાઇડના ઘટક તરીકે ઓકિસજન મુકત રીતે વાતાવરણમાં પરિભ્રમણ કરે છે. આ વાયુ પ્રાણીઓ શ્ર્વાસમાં લઇને વાતાવરણના કાર્બન ડાયોકસાઇડ વાયુ મુકત કરે છે. આ વાયુનો લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્ર્લેષની ક્રિયામાં ઉપયોગ કરી વાતાવરણમાં ઓકિસજન વાયુ છોડે છે. ઓકિસજન દહનમાં, શ્ર્વસનમાં અને ઓકસાઇડ નિર્માણમાં ઉપયોગી છે. એક વૃક્ષ દર વર્ષે 30 લાખનો ઓકિસજન  આપે છે. ગ્લોબલ વોમિંગ બચવા એક લાખ કરોડ વૃક્ષો વાવવા પડશે.

1 8 4

ઓકિસજન પ્રકૃતિ છે અને પ્રકૃતિ ઓકિસજન ચક્ર છે. પૃથ્વી પર જીવનની ઉત્ક્રાંતિ વિકાસ માટે ઓકિસજન સાથે બીજા ઘટકો તે કુદરત કે અન્ય તત્વો કરતાં વધારે છે. એક અલગ વસ્તુ તરીકે ઓકિસજનને 1 ઓગસ્ટ 1774 ના રોજ નકકી કરાયુંહતું. આપણા ગ્રહ પૃથ્વીમાં તમામ ઘટકોમાં ઓકિસજન સૌથી વધુ હિસ્સો ધરાવે છે. પ્રકૃતિ ઓકિસજન વિતરણ અચંબિત છે, તે પ્રકૃતિમાં હોવાથી પૃથ્વી ગ્રહ વાતાવરણમાં નોંધાય છે. બીજા ગ્રહોમાં છે કે નહીં? અહીં માનવજીવન શકય છે તો બીજે શકય છે? ટુંકમાં માનવીનો ‘પ્રાણ’ ની રક્ષા પ્રાણવાગુ મળે એટલી જ વાર શકય બને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.