Abtak Media Google News

100 ગ્રામ ખજૂરમાં 275 કેલેરી, 22.5 ગ્રામ પાણી અને 1.97 ગ્રામ પ્રોટીન

આ સીઝન ખજુરની છે. ખજૂર પાક બનાવીને ખાઓ કે છૂટક પાંચ-દસ ખજૂરની પેસી ખાવ પણ ખજૂર દ2રોજ ખાવ. દુનિયાની સૌથી વધુ પૌષ્ટિક ફળોમાંની એક ખજૂર છે.કયારેક ખજૂરના ભજીયા પણ બનાવીને ખવાય. જામનગરની જે ભારતીય ખજૂર આવે છે (સીડલેસ) એ ગુણકારી નથી. પણ આરબ દેશોની જે કાળી ખજૂર આવે છે એ જ ગુણકારી છે.

ખજુર 100 રૂમ. થી માંડી 2000 રૂા. કીલો સુધીની મળે છે. મોઢામાં મુકતા ચોકલેટની જેમ ગળી જવાય એવી પણ ખજુર આવે છે. ખજૂર ચોખ્ખા પાણીથી ધોઈને ખાવી સારી બાકી સારી ખજુર ન ધુઓ તો પણ ચાલે 100 ગ્રામ ખજૂરમાં 275 કેલેરી એનર્જી, 22.50 ગ્રામ પાણી, 1.97 ગ્રામ પ્રોટીન, 0.45 ગ્રામ ફેટ (ટોટલ લિપિડ), 73.51 ગામ કાર્બોહાઈડ્રેટ, 7.5 ગ્રામ ફાઈબર, 1.58 ગ્રામ કાર્બન, 32 મિલિયમ કેલ્શ્યમ, 1. 95 મિલિયમ આયરન, 35 મિલિયમ મેગ્નેશિયમ, 40 મિલિયમ ફોસ્ફરસ, 6પ2 મિલિયમ પોટેશ્યમ, 3 મિલિયમ સોડીયમ અને એ, બી, બી2, બી-12 વિટામીન હોય છે.

દરરોજ માત્ર ત્રણ ખજૂર ખાવ અને પછી જુઓ તમારા શરીરમાં શું થાય છે અસર | Body Eat Three Dates A Day

જેઓ ઈંડા ખાય છે એ કરતાં ખજૂર ખાવી હજાર દરજજે સારી. ઈંડા તો સડેલા હોય છે ઈંડા તાકાત આપે છે એ ભ્રમ છે. તાકાત તો ખજૂર કે દૂધ જે આપે છે, એનો એક ટકો પણ ઈંડા નથી આપતા. ખજૂરથી થતા ફાયદાઓ ઘણા છે એ નબળાઈ કમજોરી દૂર કરે છે, બ્લડપ્રેશર ઘટાડે છે, કબજીયાત નથી કરતી, નવર્સ સીસ્ટમ સ્વસ્થ રાખે છે, પેટ અને આંતરડાના કેન્સર સામે લડે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે, આંખોનો પ્રકાશ સુધારે છે, એનીમીયા દૂર કરે છે અને એનર્જી વધારે છે. વળી યુરીનની ચિકિત્સા કહે છે કે એ કિડની અને મુત્ર વિસર્જન તંત્રને મજુબત કરે છે અને ફેફસાની તકલીફો દૂર કરે છે.ગર્ભવતી મહિલાઓને થતી કેટલીક સમસ્યાઓથી એ છુટકારો અપાવે છે. ગર્ભાશયની દિવાલોને એ મજબૂત કરે છે. બાળકના જન્મની પ્રક્રિયા એથી સરળ થાય છે. એટલે ગભર્વતીએ તો ખજુર ખાસ ખાવી જ. ખજુરમાં રહેલા ગ્લુકોઝ અને ફકટોઝના કારણે એમાંથી નૈસર્ગિક સાકર શરીરને મળે છે. ખજૂર ઉતમ ટોનીક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.