Abtak Media Google News
  • આવતા વર્ષે ચીન કરતાં વધુ વસ્તી ધરાવતો દેશ ભારત બની જશે: 2050 માં યુએસ ત્રીજા નંબરે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હશે: આગામી બે દશકામાં માનવીનું સરેરાશ આયુષ્ય 77.2 વર્ષ હશે
  • વસ્તી વધારો ભારત માટે ખતરાની ઘંટડી સમાન, આજ ઝડપે વધતી વસ્તી 2050માં 1.7 અબજને પાર કરી જશે: 2021માં સરેરાશ પ્રજનન દર સ્ત્રી દીઠ 2.3 બાળકો હતા, જે 1950માં લગભગ પાંચ કરતાં ઓછા હતા: 2050 સુધીમાં પ્રજનન દર ઘટીને 2.1 થઇ જશે

Content Image F9D1Badc 030A 445B 8628 23555Fa493C6

આજન દિવસે વિશ્વ ની માનવ વસ્તી 8 અબજનો આંકડો પાર કરી ગયો છે, જે ભારત માટે ખતરાની ઘંટડી સમો છે. છેલ્લા દશકાથી વસ્તી વધારાનો આંકડો ફરી રહ્યો છે. આવતા વર્ષે દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીનના સ્થાને ભારત પ્રથમ ક્રમે આવી જશે. છેલ્લા થોડા વર્ષોથી ચીનની 1.4 અબજ વસ્તી ધીમે ધીમે ઘટવા લાગી છે. એક અંદાજ મુજબ 2050માં યુ.એસ. ત્રીજા નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હશે. યુનાઇટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ ઓય પોપ્યુલેશનએ જણાવ્યું છે કે આગામી દાયકાઓમાં વસ્તી વધતી રહેશે. આગામી બે દશકામાં માનવીનું સરેરાશ આયુષ્ય 77.2 વર્ષ હશે.

અહેવાલમાં જણાવેલ છે કે 2021માં સરેરાશ પ્રજનન દર સ્ત્રી દીઠ 2.3 બાળકો હતા જે 1950માં લગભગ પાંચ કરતા ઓછા હતા. 2050 સુધીમાં આ દર ઘટીને 2.1 થઇ જશે. 2030 સુધીમાં વિશ્વ ની વસ્તી 8.5 અબજ, 2050માં 9.7 અબજ અને 2080માં લગભગ 10.4 અબજ પહોંચી જશે.  વિશ્વ ના ઘણા દેશોમાં વસ્તી ઓછી હોવાથી વસ્તી વધારાને પ્રોત્સાહન આપવામાં આવે છે. વિવિધ દેશોમાં માનવીનું સરેરાશ આયુષ્ય પણ અલગ અલગ જોવા મળે છે. યુરોપમાં 41.7 વર્ષ, સબ સહારન આફ્રિકામાં 17.6 વર્ષ છે. રિપોર્ટમાં જણાવ્યુ: છે કે આ અંતર આજના જેટલું કયારેય મોટું ન હતું.

કોવિડ-19 રોગચાળાએ વસ્તી પરિવર્તનના ત્રણેય ઘટકોને સરકારી છે. જન્મ સમયે વૈશ્ર્વિ આયુષ્ય 2021માં 71 વર્ષ થઇ ગયું હતું. આ ગાળામાં ગર્ભાવસ્થામાં અને જન્મતી સંખ્યામાં ટુંકાગાળા માટે ઘટાડો કર્યો હતો. વૈશ્ર્વિક આયુષ્યની આગાહી જોઇએ તો 2019 માં 72.8 થયું જે 1990 થી લગભગ 9 વર્ષ નો સુધારો છ. મૃત્યુ દર ઘટવાથી 2050 સુધીમાં સરેરાશ આયુષ્ય 77.2 વર્ષ થઇ જશે. ઓછા વિકસીત દેશોમાં આ આંકડો સરેરાશ કરતાં 7 વર્ષ પાછળ છે.

Whatsapp Image 2021 07 05 At 8.01.19 Pm

વૈશ્ર્વિકવસ્તીનો હિસ્સો એવરેજ 65 અને તેથી વધુ વયનો છે જે 2022 માં 10 ટકાથી વધીને 2050માં 16 ટકા થવાની શકયતા છે. આગામી દાયકામાં 65 વર્ષ કે તેથી વધુ વયની વસ્તી સૌથી વધુ જોવા મળશે. એક રિપોર્ટ મુજબ ચીનમાં પરણીત યુવકો એક બાળક ઇચ્છે છે જયારે સરકાર એક દંપતિ દીઠ ઓછામાં ઓછા ત્રણ બાળકો પેદા કરવાનો પ્રયાસ કરે છે. ગત વર્ષે ચીનનો પ્રજનન દર 1.16 હતો જે વસ્તી સ્થિતરતા જરુરી ધોરણ 2.1 કરતો ઘણો ઓછો હતો.

1950ની તુલનામાં હવે વસ્તી ત્રણ ગણી વધી ગઇ છે. કુદકે અને ભૂસકે વધતી ભારતની વસ્તી પર હવે નિયંત્રણ લાવવાની તાતી જરુરી છે. વસ્તી વધારાનું  પુર ભયંકર સમસ્યાઓ લઇને આવે છે. આપણાં દેશનો આર્થિક વિકાસ દર વસ્તી વધારાને કારણે રૂંઘાઇ રહ્યો છે. આપણે આપણાં જ ભવિષ્યને બગાડી રહ્યા છીએ. બેફામ વસ્તી વધારો થવાથી સમગ્ર વિશ્વ  ભયાનક વિસ્ફોટક બોમ્બ પર અત્યારે ઊભું છે.આપણાં દેશમાં વસ્તી વધારાને અંકુશમાં લેવા શાળા કક્ષાએથી જે વસ્તી શિક્ષણ ભણાવવાની જરુર છે. આપણી તમામ યોજના માત્ર હતા એક જ સમસ્યાને કારણે ફેલ જાય છે. રોકેટ ગતિએ વધતી વિકાસ પર માઠી અસર કરે છે.

આજે સૌ કોઇ જાણે છે કે રાષ્ટ્રીય સંશાધનો પૈકી એક મોટો હિસ્સોદેશની વિશાળ વસ્તીના ભરણ પોષણ પાછળ જ ખર્ચાય જાય છે. વિવિધ સમસ્યાથી ધેરાયેલા આપણાં દેશમાં વસ્તી વધારો દરેક જગ્યાએ નડતર રુપ હોવાથી ધાર્યો વિકાસ થઇ શકતો નથી. સાંપ્રય સમયમાં વધતીજન સંખયામો મુદ્દો કેવી રીતે વિશ્વ  ઉકેલે છે. તે વિચારવાનું છે. વસ્તી વધારો માત્ર વસ્તીની સંખ્યાથી, પરંતુ સમસ્ત માનવ કલ્યાણ અને વિકાસ સાથે જોડાયેલ છે. આપણે વસ્તી વધારાને અંકુશ કરીશું તો ગરીબીના સ્થાને સમૃઘ્ધિ, નિરક્ષરતાના સ્થાને કેળવણી, માંદગી અને મૃત્યુના સ્થાને આરોગ્યની સ્થાપના થઇ શકશે. ભારત ચીન અને ત્રીજા વિશ્વ ના દેશો વસ્તી વિસ્ફોટના તબકકામાંથી પસાર થઇ રહ્યા છે.

ભારત પાસે ર ટકા જમીન પર વિશ્રની 18 ટકા વસ્તીનો વસવાટ છે. વધતી વસતીના કારણોમાં વધી રહેલું આયુષ્ય, મૃત્યુ દરમાં સતત ઘટાડો, જન્મદરમાં વધારો, શિશુ મૃત્યુ દરમાં ઝડપી ઘટાડો અને મહિલાઓની ગર્ભ નિરોધક વિશેની ઓછી સમજ જેવા પાંચ કારણો વસતી વધારા માટે જવાબદાર ગણવામાં આવે છે. આજે આઠ અબજ ને પાર થયેલો અંકડો બે દશકામાં જ દશ અબજ થઇ જશે !

2 02 43 05 Vasti Vadharo 1 H@@Ight 420 W@@Idth 800

આવતાં વર્ષે વિશ્વ નો સૌથી વધુ વસ્તી વાળો દેશ ભારત હશે!

ઘટતા વિકાસ દર વચ્ચે 2080ના દાયકામાં વિશ્વ ની વસ્તી 10.4 અબજની ટોંચે પહોંચી જશે. વર્લ્ડ પોપ્યુલેશનના આંકડા મુજબ આવતા 2023ના વર્ષમાં વિશ્વ નો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત હશે. આપણે ચીનને ધકેલીને ટોચનું સ્થાન વસ્તી વધારામાં મેળવશું. વસ્તી વધારો એક વૈશ્ર્વિક સમસ્યા છે. આજના યુગમાં ટોપ ટુ દેશમાં ચીન અને ભારત છે. તાજેતરમાં દાયકાઓમાં ઘણા દેશોમાં પ્રજનન ક્ષમતા નોંધપાત્ર રીતે ઘટી છે. હાલમાં વૈશ્ર્વિક વસ્તીના બે તૃતિયાંશ લોકો એવા દેશમાં રહે છે જયાં આજીવન પ્રજનન ક્ષમતા સ્ત્રી દીઠ 2.1 જન્મથી ઓછી છે. જે ઓછી મૃત્યુ દર ધરાવતી વસ્તી માટે લાંબા ગાળે શુન્ય વૃઘ્ધી માટે જરુરી સ્તરે છે. 2022 થી 2050 વચ્ચે વિશ્વ ના 61 દેશો કે વિસ્તારોની વસ્તીમાં 1 ટકા કે તેથી વધુ ઘટાડો થવાનો અંદાજ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.