Abtak Media Google News

ઓઝોનથી કોરોના વાયરસને અંકુશમાં લઈ શકાય છે: જાપાની વૈજ્ઞાનિકો

ઓછી સાંદ્રતાવાળા ઓઝોનથી કોરોના વાયરસ મોટા પ્રમાણમાં નિષ્ક્રીય થાય છે: જાપાનના વૈજ્ઞાનિકોનો દાવો

કોરોના વાયરસનો કહેર આખી દુનિયામાં છે અને દેશ-વિદેશના તબીબો સંશોધકો એક યા બીજી રીતે ઉપાયો શોધી રહ્યા છે. આવા સમયે જાપાનના વૈજ્ઞાનિકોએ કોરોનાને અંકુશમાં લેવા માટે એક નવો રસ્તો શોઘ્યો છે. કોરોના વાયરસને ઓઝોન વાયુથી અંકુશમાં રાખી શકાય છે તેમ જાપાની સંશોધકોએ જણાવ્યું હતું. જાપાની સંશોધકો કહે છે કે ઓઝોનની ઓછી સાંદ્રતાવાળા દ્રાવણથી કોરોના વાયરસને નિષ્ક્રીય કરી શકાય છે. સંશોધકો જણાવે છે કે ઓઝોન ગેસની મદદથી હોસ્પિટલો અને વેઈટીંગ ‚મને કિટાણુ રહિત કરી શકાય છે.

Advertisement

જાપાનની ફુજીતા હેલ્થ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, ઓઝોન ગેસની ૦.૦૫ થી ૦.૧ પ્રતિ મિલિયન (પીપીએમ)ની સાંદ્રતાથી કોરોના વાયરસનો નાશ કરી શકાય છે. વૈજ્ઞાનિકો કહે છે કે ઓઝોન ગેસનું આટલું પ્રમાણ માનવી માટે નુકસાનકારક પણ નથી. આ સંશોધન કરનારા વૈજ્ઞાનિકોએ ઓઝોન જનરેટરનો ઉપયોગ કર્યો હતો. વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ ભરેલી એક ચેમ્બરમાં ઓઝોન જનરેટર બેસાડયું હતું. વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે સતત ૧૦ કલાક સુધી ઓછી સાંદ્રતાવાળા ઓઝોનનો ઉપયોગ કરવામાં આવતા કોરોના વાયરસની ક્ષમતા એટલે પ્રમાણ ૯૦ ટકા સુધી ઘટી ગયું હતું. આનો અર્થ એ કહી શકાય કે ઓઝોનમાં કોરોના વાયરસ વધુ સમય રહી શકતો નથી.

જાપાનના મુખ્ય સંશોધક તાકાયુકી મુસતા કહે છે કે ઓછી સાંદ્રતાના ઓઝોનથી કોરોના વાયરસને ફેલાતો અટકાવી શકાય છે. એ જગ્યા પર ભલે ધણા માણસો હોય તો પણ તેને ફેલાતો રોકી શકાય છે. જો વધુ સાંદ્રતાવાળા ઓઝોનનો ઉપયોગ કરવામાં આવે તો એ કોરોના ઉપર બહુ જ અસર કરે છે. જયોર્જિયા ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના એક સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે, સુરક્ષાત્મક સાધનોને કીટાણુરહિત કરવામાં બહુ મદદ‚પ બની શકે છે. ફુજીતા મેડિકલ યુનિવર્સિટી હોસ્પિટલે વેઈટીંગ ‚મ અને દર્દીઓના ‚મને સંક્રમણથી બચાવવા માટે ઓઝોન જનરેટર ફીટ કર્યા છે.

ઓઝોન શું છે ?

ઓઝોન એ ઓકસીજન એક આવ્યું છે જે રોગના નિષ્ક્રીય કરવા માટે જાણીતો છે. અગાઉ પણ કેટલાક પરીક્ષણો દરમિયાન જાણવા મળ્યું છે કે, ૧ થી ૬ પીપીએમ જેવી વધુ સાંદ્રતાવાળો ઓઝોન કોરોના વાયરસ પર બહુ જ અસરકારક છે પણ ઓઝોનનું એટલુ વધુ સ્તર માનવી માટે જેરીલુ સાબિત થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.