Abtak Media Google News

રામકથાની સર્વાંગી સફળતા માટે સંસ્થાકીય, જ્ઞાતિઓ અને વેપારી હોદેદારો-આગેવાનોની બેઠકમાં રામકથારૂપી પ્રેમયજ્ઞને સૌએ સાથે મળી સફળ બનાવવાનું આહવાન

જામનગરમાં યોજાનાર પૂ.મોરારિબાપુની રામકથાનાં આયોજન માટે યોજાયેલ કથા સેતુમાં શહેરનાં વિવિધ સ્તરેથી ઉમદા સહયોગની ખાતરી આપવામાં આવી હતી. આ કથા દરમ્યાન દિવ્યાંગો અને વૃદ્ધો માટે બેસવાની અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે. પૂ.મોરારિબાપુની રામકથાનાં આયોજન માટે શહેરનાં વિવિધ સ્તરેથી ઉમદા સહયોગ અંગે તત્પરતા દાખવાઈ છે. રામકથાની સર્વાંગી સફળતા માટે જામનગર રામકથા સમિતિનાં ઉપક્રમે વિવિધ સંસ્થાઓનાં હોદેદારો, આગેવાનોની બેઠક બુધવારે ઓશવાળ સેન્ટરનાં કેશવ હોલમાં યોજાઈ હતી.

P-Moriribappus-Ramkanthas-Strong-Plan-To-Get-A-Glimpse-Of-The-City
p-moriribappus-ramkanthas-strong-plan-to-get-a-glimpse-of-the-city

જામનગરમાં આ વખતે રામકથા દ્વારકા રોડ ઉપર સિવિલ એરપોર્ટ સામે આવેલ તુલસી પાર્ટી પ્લોટની બાજુમાં યોજાશે. આ બેઠકમાં મેયર હસમુખ જેઠવાએ જામનગર મહાનગરપાલિકા દ્વારા સંપુર્ણ સહકાર આપવા સાથે કથાનું આયોજન નમુનેદાર બની રહે તે માટે ખાતરી આપેલ હતી. રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનાં ચેરમેન મનહર ઝાલાએ આયોજનને બિરદાવ્યું હતું. મહાજન અગ્રણી આર.કે.શાહ, સુભાષ શાહ દ્વારા મહાજન સંસ્થાઓનો સહકાર અને ઉતારાની વ્યવસ્થામાં સહભાગી થવાનું સ્વીકારેલ હતું. શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા દ્વારા રામકથાનાં આયોજનમાં પુરા સહકારની ખાતરી આપેલ હતી. કોંગ્રેસનાં મુળુભાઈ કંડોરીયા દ્વારા પણ સમાજ સાથે હોવાનું જણાવેલ હતું. ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, ડો.કે.એસ.મહેશ્ર્વરી, આહિર સમાજનાં પ્રમુખ કરશનભાઈ કરમુર, પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ દ્વારા પણ કથા સહયોગની ખાતરી આપેલ હતી. આજની બેઠકમાં મહેશ વારોતરિયા, પૂર્વ સરકારી વકીલ એચ.ઓ.ભટ્ટ, લોહાણા સમાજનાં પ્રમુખ જીતુ લાલ, ડો.માટલીયા, ડો.આચાર્ય, ડો.સાતા, ડો.માંકડ, ધારાશાસ્ત્રી ભરતભાઈ સુખપરિયા, વિપુલભાઈ કોટક, હાલારી ભાનુશાળી સમાજનાં એડવોકેટ જયંતિભાઈ કનખરા, મુસ્લિમ સમાજનાં હાજી દાઉદભાઈ, હુશેનભાઈ, ભાજપનાં પૂર્વ પ્રમુખો મુકેશ દાસાણી, હિતેન ભટ્ટ, નીલેશ ઉદાણી, જાણીતા બિલ્ડર કરશનભાઈ ભુતીયા, મેરામણભાઈ પરમાર, વેપારી એસો.નાં પ્રમુખ સુરેશ તન્ના તેમજ અન્ય આગેવાનોએ પોત પોતાનાં કાર્ય ક્ષેત્રમાં આવેલી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવા અને સહયોગી બનવા ખાતરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.