Abtak Media Google News

વૈષ્ણવજનો ભક્તિભાવમાં રંગાયા : મોટી સંખ્યામાં રાજકીય – સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ

શ્રીનાથધામ હવેલી-રાજકોટનો પંચમ પાટોત્સવ મહોત્સવ ગત શનિવારના રોજ પૂ.પા.ગો.108 વ્રજરાજકુમારના સાનિધ્યમાં યોજાયો હતો. જેમાં હજારોની સંખ્યામાં વૈષ્ણવો ઉમટી ભક્તિભાવમાં રંગાયાં હતા. આ તકે કેબિનેટ મંત્રી, ધારાસભ્યો, સામાજિક આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પૂ.પા.ગો.108 વ્રજરાજકુમાર મહાદેયના આર્શીવાદથી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (વીવાયઓ) રાજકોટ દ્રારા શ્રીનાથધામ હવેલીનું નિર્માણ ચાર વર્ષ પહેલા કરવામાં આવ્યું, જેમાં ઠાકોરજીના ચાર સ્વરૂપ બાલકૃષ્ણ પ્રભુનું 35, શ્રીનાથજી બાવાનું સ્વરૂપ, ગીરીરાજજીનું સ્વરૂપ અને દ્રારકાધિશ પ્રભુનું સ્વરૂપ બીરાજમાન છે.

Advertisement

વીવાયઓના તત્વધામમાં કાર્યરત શ્રીનાથધામ હવેલીના માધ્યમથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રભુના દર્શનથી બહોળી સંખ્યામાં ભાવિકો લાભાન્વિત થયા છે. હવેલીમાં પ્રેરણાથી સમાજલક્ષી, માનવતાલક્ષી, વિવિધ સેવા અનુાનનું અવરીત કાર્યરત છે, જેમાં વીવાયઓ દ્રારા પંચામૃત કાર્યક્રમ અંતર્ગત ગૌસેવા અને શિક્ષણ સહાય, મેડીકલ સહાય, અન્નદાન ક્ધયાદાન તથા ધર્મ પ્રચારના કાર્યો થઇ રહ્યા છે. સાથે સાથે રેગ્યુલર મેડીટેશન દર રવિવારે થઇ રહ્યું છે. ઠાકોરજીના સત્સંગં થઇ રહ્યા છે તથા ઠાકોરજીના સુખાર્થે દરેક ઉત્સવોનું આયોજન કરવામાં આવી રહ્યું છે

હવેલીના નિર્માણના ચાર વર્ષ પુર્ણ થયે પાંચમા વર્ષમાં પ્રવેશ થયો છે તે અંતર્ગત ગત 18 માર્ચ શનિવાર સાંજે મવડી ગ્રીન્સ પાર્ટી પ્લોટ, શ્રીનાથધામ હવેલી સામે પંચમ પાટોત્સવનું યુથ ઓર્ગેનાઇઝેશન (વીવાયઓ) દ્વારા કરવામાં આવ્યું હતું. ઠાકોરજીના રંગમહાલનો મનોરથ નિધિબેન ધોળકિયા કલાવૃંદની ભજન સંધ્યા, વ્રજરાજકુમાર મહોદયની પ્રેરક વચનામૃત અને સમાપનમાં ભોજન પ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાયો હતો.

રાજકોટ હવે ઘર જેવું લાગે છે : પૂ. વ્રજરાજકુમાર મહોદય

મહોત્સવમાં આશીર્વચન પાઠવતા પૂ. વ્રજરાજકુમાર મહોદયે કહ્યું હતું કે, હવે જયારે પણ રાજકોટ આવવાનું થાય ત્યારે હું એવુ જ કહું છું કે, હું મારા ઘરે જઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રભરની સૌથી મોટી હવેલી એટલે કે શ્રીનાથધામ હવેલીના પંચમ પાટોત્સવ મહોત્સવમાં વૈષ્ણવોનો ઉત્સાહ જોઈને આંનદની અનુભૂતિ થઇ રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ચોરડી ખાતે જયારે કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ આકાર પામશે ત્યારે સૌરાષ્ટ્રવાસીઓને સંસ્કારના સિંચન માટેનું નવું સરનામું મળનાર છે.

ચોરડી ખાતે નિર્માણાધીન ભવ્ય કૃષ્ણ સંસ્કાર વર્લ્ડની રૂપરેખા રજૂ કરાઈ

કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના પ્રથમ તબકકામાં ગોંડલના ચોરડી મુકામે લગભગ 65 વિઘાના વિશાલ પરિસરમાં શ્રી વલ્લભાચાર્ય સ્કુલ-કોલેજ, શ્રી ઇન્દિરાબેટીજી ગુરુકુળ, શ્રી મથુરેશ્ર્વરજી મહારાજશ્રી વૈષ્ણવ સાધક આશ્રમ, સર્વોત્તમ મલ્ટિસ્પેશ્યલીટી હોસ્પિટલ, ખેલ પ્રાંગણ, શ્રી ગીરીરાજજી પ્રભુની વિશાલ ઝાન્ખી અને 84 કોસ વ્રજદર્શન, અત્યાધુનિક ઓડિટોરિયમ, ભોજનાલય, અતિથિ ભવન, લેસર ફાઉન્ટેઇન તથા ગૌશાળા જેવું દિવ્ય ભવ્ય અને ઐતિહાસિક પ્રકલ્પો સામાન્ય જન સમુદાયના લાભાર્થે સાકાર થશે.

આ દિવ્ય પ્રોજેકટના બીજા તબલામાં રાજકોટ સ્થિત વિશાલ પરિસરમાં વિશ્ર્વનું સૌ પ્રથમ મોરપીંછ ટેમ્પલ નિર્માણ કરવામાં આવશે.વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિશ્ર્વ પરિવારના તત્વાવધાનમાં પુષ્ટિમાર્ગના 500 વર્ષના ઇતિહાસમાં સર્વ પ્રથમવાર આવું ભવ્ય સંકુલ જયાં એક સાથે જન સમાજના તમામ વયના લોકોને લાભાન્વિત કરતું અતિદીવ્ય સંકુલ સાકાર થવા થઇ રહયું છે.

કાર્યક્રમના ઉદ્ઘાટક પદે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા હાજર રહ્યા હતા. ઉપરાંત રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, મેયર પ્રદીપભાઈ ડવ, મનપાના શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા.

સમગ્ર મહોત્સવના મુખ્ય સેવાર્થી તરીકે બાલાજી વેફર્સના ભીખુભાઇ વિરાણી, રોલેક્ષ ગ્રુપના મનીષભાઈ માંડેકા, યુનિટી સિમેન્ટના પુનિતભાઈ ચોવટીયા અને ભવાની ઇન્ડસ્ટ્રીઝના સુરેશભાઈ નંદવાણાએ સેવા આપી હતી. જયારે મહોત્સવના મુખ્ય સહ સેવાર્થી તરીકે રમેશભાઈ રાખોલીયા, વલ્લભભાઈ વડાલીયા, નાથાભાઈ કાલરીયા, જીવરાજભાઈ રાણીપા, પ્રભુદાસભાઈ પારેખ અને અશોકભાઈ ઝીંઝુવાડીયા રહ્યા હતા.

સમગ્ર મહોત્સવને સફળ બનાવવા કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ શાહ, મહામંત્રી જગદીશભાઈ કોટડીયા, ધર્મેશભાઈ જીવાણી, રાજુભાઈ હિરપરા, શૈલેષભાઈ શાહ સહીતની સમિતિએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.