Abtak Media Google News

પડધરીના ખામટા ગામની દીકરી દિલ્હી ખાતેની પરેડ માટે સીલેકટ થઇ પડધરી, ખામટા અને ગુજરાતના ગૌરવનું પ્રતિક બની છે.

નેશનલ કેડેટ કોપ્ર્સની 76માં સ્વતંત્ર દિવસ 2023 પરેડમાં સિનિયર કેડેટ કેપ્ટન અમીપરા માનસીની પસંદગી કરવામાં આવી છે. તે મહિલા કોલેજ ખામટાની ઝ.ઢ. ઇતભ. ની સ્ટુડન્ટ છે તેમજ જામનગર 8 નેવલ વિંગની સિનિયર કેડેટ છે. ગુજરાતના કુલ 111 જેટલા ગર્લ્સ-બોયઝ કેડેટ દિલ્હીમાં યોજનાર આરડીસી પરેડમાં ભાગ લે છે. તેમાં શીપમોડેલિંગમાં આખા ગુજરાતમાંથી માત્ર 3 કેડેટ જ તેમાં પસંદગી પામે છે, ત્યારે માનસી પસંદગી પામી. ત્યાં જુદા-જુદા પ્રકારના શીપ મોડેલિંગની કોમ્પીટીશનમાં આખા ભારતમાંથી એટલે કે એન.સી.સી. 17 ડાયરેક્ટરીમાં ક્ધટીજન્ટના બિરિંગ ટેસ્ટ પછી તેની સિલેકશન કરવામાં આવ્યું હતું.

બધા ક્ધટીજન્ટને રીપ્રેસેન્ટ કરી શીપ મોડેલિંગનું બ્રિફિંગ કર્યું.ત્યારબાદ રાજ્ય રક્ષામંત્રી અને રક્ષામંત્રી રાજનાથ સિંગને બ્રિફિંગ આપ્યું. તેમજ સેલિંગ મોડેલ શીપમાં ગુજરાતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો અને બાકીના ટઈંઙ અને કેમ્પ મોડેલમાં સારું પરફોર્મન્સ આપ્યું છે. જેનું રિઝલ્ટ 26 જાન્યુઆરીના દિવસે જાહેર કરવામાં આવશે.

આ દરમિયાન ચીફ ઓફ નેવલ સ્ટાફને પણ મળી  પ્રવૃત્તિ રિલેટેડ વાતચીત કરવાનો મોકો મળ્યો હતો.તેમજ આગળ વી.આઇ.પી. ને મળશે અને અગાઉ તે એન.એસ.સી. માં પણ પસંદગી પામી વિશાખાપટ્ટનમ ગઈ હતી. આ સાથે જ તેણે કોલેજ,જામનગર,રાજકોટ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.