Abtak Media Google News

રાજકોટનો યુવક પરિવાર સાથે પડધરી મામાના ઘરે ગયો ત્યારે ચાર શખસોએ લખાણ ઝળકાવ્યા

રાજકોટમાં સંતકબીર રોડ પરની સિલ્વરનેસ સોસાયટીમાં રહેતો યુવક ગઈકાલે તેના મામાના ઘરે પડધરી ગયો હતો ત્યારે તેના પર ત્યાં ચાર શખ્સો દ્વારા સગાઈ તોડી નાખવાના પ્રશ્ને તલવાર વડે રોફ જમાવી તેના પરિવાર પર હુમલો કર્યો હતો.જેમાં તેમને ઈજા પોહચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જે મામલે પોલીસે ચાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

Advertisement

વિગતો મુજબ રાજકોટમાં સિલ્વરનેસ સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતાં કશ્યપસિંહ નાથાભાઇ ડોડિયા (ઉ.વ.26)એ પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પડધરીના અક્ષય કલ્પેશ રાઠોડ, સ્મિત રાજુ રાઠોડ, યશપાલ ડોડિયા અને હિતાનસુના નામ આપ્યા હતા.જેમાં કશ્યપસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, બુધવારે પોતે તેની માતા સાથે પડધરી તેના મામા પરષોત્તમભાઇના ઘરે ગયા હતા અને ત્યાંથી તેના ફઇના પુત્ર વિરમ પરમાર સાથે ઠંડું પીવા જતાં મોટા રજપૂતવાસમાંથી પસાર થતાં અક્ષય રાઠોડ અને સ્મિત રાઠોડ સ્કૂટર લઇને ધસી આવ્યા અને કશ્યપસિંહને કહ્યું હતું કે, ‘મારી બહેન સાથે કેમ સગાઇ તોડી નાખી’, ત્યારબાદ બંને શખ્સોએ ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.

અને કશ્યપસિંહ અને તેનો ફઇનો પુત્ર વિરમભાઇના ઘરે પહોંચ્યા હતા ત્યાં ફરીથી ચારેય શખ્સો ધસી ગયા હતા અને કશ્યપસિંહને બહાર કાઢો તેમ કહી ધમાલ શરૂ કરી હતી. યશપાલના હાથમાં છરી હતી અને અક્ષયના હાથમાં તલવાર હતી, કશ્યપસિંહના મામી શોભનાબેન બચાવવા માટે બહાર નીકળતા આરોપીએ માર માર્યો અને વિશાલને ગાળો ભાંડી હતી. જેથી પોલીસે હાલ ચારેય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.