Abtak Media Google News

કોરોના મહામારીના સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના સામેના યુધ્ધમાં વિજ્ય બનવા માટે લોકજાગૃતિ રૂપિ હથિયાર જ અસરકારક હોવાનું જણાવી લોકોને દો ગજની દૂરી એટલે કે, સોશીયલ ડીસ્ટન્સ રાખવા, મોઢા ઉપર માસ્ક બાંધવા અને વારંવાર હાથ સાબુ કે સેનેટાઈઝથી સ્વચ્છ રાખવા વારંવાર અનુરોધ કરવામાં આવી રહયો છે. સરકાર દ્વારા લોકજાગૃતિ માટે આપવામાં આવેલ આ સ્વયં શિસ્તના નિયમોનું ઝાલાવાડના નાનકડા એવા ગામ ખારવાના ગ્રામજનોએ ચૂસ્તપણે પાલન કરી લોકજાગૃતિને જ હથિયાર બનાવીને કોરોનાની પ્રથમ અને બીજી લહેરના સમયમાં તેમના ગામમાં કોરોનાના સંક્રમણને વધુ ફેલાતુ અટકાવી શક્યા છે.

Advertisement

વઢવાણ તાલુકામાં આવેલું આશરે 3000 ની વસ્તી ધરાવતા ખારવા ગામને કોરોના સંક્મણના સમય દરમિયાન કોરોનાથી બચાવવા ગામ આગેવાનો અને સરપંચ દ્વારા વહીવટી તંત્રના સહયોગથી લોકોને જાગૃત કરવાના યથાર્થ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જે સંદર્ભે ગામના તમામ જાહેર રસ્તા પર સેનેટાઈઝનો છંટકાવ કરવામાં આવ્યો હતો તથા જાહેર સ્થળોએ કોરોના દરમ્યાન રાખવાની કાળજી બાબતના પોસ્ટરો લગાવી ગ્રામજનોને કોરોના વિશે સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સરપંચ અને તલાટી દ્વારા ગામમાં કોરોનાની આ પરિસ્થિતિમાં સામાજિક પ્રસંગો ન કરવામાં આવે તે માટે ગામ આગેવાનોનો સહકાર લઈ લોકોને સમજૂત કરવામાં આવ્યા હતા. જેના પરિણામે 2020 ના વર્ષમાં ગામમાં કોરોનાના માત્ર 9 કેસ નોંધાયા હતા અને આ વર્ષે બીજી લહેર દરમિયાન ફક્ત 2 કેસ નોંધાયા હતા, પરંતુ અત્યારની સ્થિતિએ ગામમાં એકપણ એકટિવ કેસ નથી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.