Abtak Media Google News

આઈએસનો ખાત્મો બોલાવવા માટે વિશ્ર્વના સૌથી મોટા બિન પરમાણુ બોંમ્બનો ઉપયોગ

અમેરિકી સૈન્યએ પાક-અફઘાન બોર્ડર ઉપર આઈએસનો ખાત્મો બોલાવવા માટે ૧૦ હજાર કિલો વજન ધરાવતો વિશ્ર્વનો સૌી મોટો બિન પરમાણુ બોમ્બ ઝીંકયો હતો. આ બોમ્બ વિસ્ફોટના કારણે ૧૮ લોકોના મોત યા છે. પેન્ટાગોનના પ્રવકતા એડમ સ્ટમ્પે કહ્યું હતું કે, જીબીયુ-૪૩ બી નામનો આ મહાકાય બોમ્બ અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતના આચીન જિલ્લામાં આવેલા ઈસ્લામીક સ્ટેટના ટર્નલ કોમ્પલેક્ષ ઉપર ઝીંકાયો હતો.મધર ઓફ ઓલ બોમ્બના નામે ઓળખાતો આ બોમ્બ જીપીએસસી નિર્ધારીત લક્ષ્યાંક ઉપર ત્રાટકે છે.

અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈન્યના કમાન્ડર ઝોન નિકોલસનના જણાવ્યા પ્રમાણે બોમ્બ ઝીંકાયા બાદ યેલી જાનહાનીનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે. અમેરિકાએ ૨૦૦૩માં બનાવેલા આ બોમ્બનો પ્રમ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈરાકમાં ચાલતી કામગીરી દરમિયાન આ બોમ્બ બનાવવામાં આવ્યો હતો પરંતુ તેનો કોઈ ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. અમેરિકાએ મધર ઓફ ઓલ બોમ્બ બનાવતા ટૂંક સમયમાં રશીયાએ જીબીયુ-૪૩ી ચાર ગણી ક્ષમતા ધરાવતો ફાયર ઓફ ઓલ બોમ્બ બનાવ્યો હતો.

અગાઉ સીરીયામાં રાસાયણીક હુમલો કર્યા બાદ અમેરિકાએ આતંકવાદ સામેની કાર્યવાહીને વધુ તેજ બનાવી છે. અફઘાન પાક બોર્ડરે આઈએસનું પ્રભુત્વ વધી રહ્યું હોવાી અમેરિકાએ આ કામગીરી કરી હતી. હજુ સુધી ૧૮ લોકોના મોત યા હોવાનું કહેવાઈ રહ્યું છે. જો કે હજુ મૃત્યુઆંક વધે તેવી શકયતા છે.

વ્હાઈટ હાઉસના પ્રવકતા સીન સ્પાઈસરે કહ્યું હતું કે, નિશાન બનાવવામાં આવેલી ટનલનો ઉપયોગ આઈએસના આતંકવાદીઓ એક સ્ળેી બીજા સ્ળે જવા માટે કરતા હતા અને આસપાસના પ્રદેશોમાં હુમલા માટે પણ આ ટનલનો ઉપયોગ તો હતો. જેની જાણ અમેરિકી સૈન્યને તા સમગ્ર ઓપરેશન ઘડી કાઢવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.