ભારત સાથે બેઠા વગર આગામી ૧૦૦ વર્ષ પાકિસ્તાનને શાંતિ ન મળી શકે

સાથે શાંતિપૂર્ણ સંબંધો જળવાય તે માટે પાકિસ્તાન દ્વારા નવી રાષ્ટ્રીય સુરક્ષા પોલીસી અમલી બનાવાઈ

પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી ખૂબ મોટા હવાતિયા મારતી તું હતું પરંતુ ખરી વાસ્તવિકતા જે છે તેનો પરિચય પાકિસ્તાનને થયો છે. આ તકે પાકિસ્તાન દ્વારા તેમની નવી રાષ્ટ્રીય સુરક્ષા પોલિસી અમલી બનાવવામાં આવી છે જેમાં તે મુદ્દા ઉપર ભાર મુકવામાં આવ્યો છે કે જો આગામી તો વરસ પાકિસ્તાને શાંતિથી જીવવું હોય તો તેને ભારત સાથે બેસુ ખૂબ જ અનિવાર્ય છે જો આ કરવામાં પાકિસ્તાન નિષ્ફળ નીવડશે તો ઘણા ખરા પ્રશ્નો ફરી ઉદભવીત થશે.

બીજી તરફ હાલ પાકિસ્તાનમાં ટ્રેડ અને અર્થવ્યવસ્થાના ઘણાં પ્રશ્નો ઉદભવી થઈ રહ્યા છે ત્યારે તેનો નિકાલ લાવો પણ એટલો જ જરૂરી છે. પાકિસ્તાન દ્વારા જે નવી રાષ્ટ્રીય સુરક્ષા પોલિસી અમલી બનાવી છે તે મુખ્યત્વે આંતરિક અને વિદેશી મુદ્દાઓને ધ્યાને લઇ લે છે અને દરેક દેશો સાથે મૈત્રીપૂર્ણ વર્તન રાખે તે દિશામાં પણ હાલ કાર્ય હાથ ધરાય તેવુ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જણાવ્યું હતું.

ભારત સાથે છેલ્લા લાંબા સમયથી જે વ્યાપાર સંબંધ હોવા જોઈએ તેમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે ત્યારે ફરી પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સુધારવા માટે સર્વપ્રથમ તેને દરેક એ દેશ કે જેની સાથે હાલ ભાગ લઈ રહ્યું છે તમામ દેશો સાથે તેના સંબંધો સુધારવામાં આવે એટલું જ નહીં ભારત સાથે મૈત્રી પૂર્ણ સંબંધો રાખે તો તેને ભારતમાંથી વિવિધ ચીજવસ્તુઓની આયાત કરવામાં પણ એક પણ પ્રકારની તકલીફ ઉદ્ભવીત થઈ શકશે નહીં.

પાકિસ્તાનના આર્મી ચીફે એ વાતની પણ સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાને જે ભૂતકાળમાં ભૂલ કરી છે તેને ભૂલી જઈ આગામી સમય માટે ની નવી સકારાત્મક રણનીતિ બનાવવી જોઈએ અને ભારત સાથે તે અંગે યોગ્ય બેઠક પણ કરવી જોઈએ જેથી પાકિસ્તાનને ઘણો ખરા અંશે આર્થિક મદદ પણ મળી રહે. હાલ વિશ્વના અનેક દેશોએ પાકિસ્તાનને સાઈડલાઈન કરી દીધું છે ત્યારે જો ભારત હવે પાકિસ્તાની પડખે ઉભો નહીં રહે તો ઘણા ખરા પ્રશ્નો ઉદભવી થઈ શકશે એટલું જ નહીં પાકિસ્તાને આગામી ૧૦૦ વર્ષ ના લક્ષ્યાંકને ધ્યાને રાખી ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો બાંધવા માટે મીઠા વ્યક્ત કરી છે અને તે માટે નવી રાષ્ટ્રીય સુરક્ષા પોલીસને પણ બનાવી છે.