Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરના આરએસ સેક્ટરમાં શુક્રવારે પાકિસ્તાને સીઝફાયર વાયોલેશન કર્યું છે. જેમાં બીએસએફનો એક જવાન શહીદ થયો છે જ્યારે એક સામાન્ય નાગરિક પણ ઘાયલ થયો છે. આ ફાયરિંગ ગુરુવારે મોડી રાત્રે કરવામાં આવ્યું હતું. આ પહેલાં પણ પાકિસ્તાનના ફાયરિંગમાં 3 જવાન ઘાયલ થયા હતા. ભારતની સેનાએ તેનો જવાબ પણ આપ્યો હતો અને તેમાં પાકિસ્તાનના બે સૈનિકોના મોત થયા હતા. ભારતીય સિક્યુરિટી એજન્સીઓએ એલઓસી  અને ઈન્ટરનેશનલ બોર્ડ પર પેટ્રોલિંગ વધારી દીધું છે. પાકિસ્તાને પહેલાં બુધવારે મોડી રાત્રે એલઓસી અને ઈન્ટરનેશનલ બોર્ડર પર ફાયરિંગ કર્યું હતું. ગુરુવારે મોડી રાત્રે આરએસપુરના સેક્ટરના અરનિયા વિસ્તારમાં પાકિસ્તાને ફરી સીઝફાયર વાયોલેશન કર્યું હતું. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે અહીં થોડી થોડી વારે ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન મોર્ટારનો પણ ઉપયોગ કરી રહ્યા છે.શ્રીનગરમાં ગુરુવારે કરવામાં આવેલા એન્કાઉન્ટમાં સુરક્ષાદળોએ લશ્કર કમાન્ડર અબૂ ઇસ્માઇલને ઠાર માર્યો છે. અબૂ ઇસ્માઇલ અમરનાથ હુમલાનો મુખ્ય આરોપી હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.