Abtak Media Google News

રાજદ્વારી તડાફડી, તંલદીલી, ઉકળાટ અને પ્રપંચી કાવાદાવામાં લગાતાર વધારો: ઉચ્ચ સત્તાધીશો સુધી પહોંચેલી ચકમક !

સમગ્ર વિશ્વની આર્થિક, રાજદ્વારી અને રાજકીય તકરારોની હાલત કલ્પનામાં ન આવે એવી ડામાડોળ છે અને ગણેશ ચતુર્થી સહિત હિન્દુ-મુસ્લીમોના ધાર્મિક તહેવારોનો કપરા સંજોગો વચ્ચે પણ ઉત્સાહભીનો થનગનાટ પ્રવર્તે છે તેવા માહોલમાં પાકિસ્તાન-ભારતની લડાયક ચકમક અકબંધ રહી છે અને આ બન્ને દેશો વચ્ચેનો અથડામણની શકયતા દાખવતો મામલો થાળે પડી જાય એવા ચિહનો દ્રષ્ટિગોચર થતાં નથી.

૭ર કલાક પહેલા જ ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયાનાયડુએ પાકિસ્તાનની યુઘ્ધની ધમકીના જવાબમાં જણાવ્યું હતું કે ભારતને ઉશ્કેરવામાં આવી રહ્યું હોવા છતાં સંયમ રાખે છે. પરંતુ જો હુમલો કરાશે તો દુશ્મનોને જડબાતોડ જવાબ અપાશે.

માહીતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રકાશન વિભાગે બે પુસ્તક રિપબ્લિક એથિકસ (વોલ્યુમ ટુ) અને લોક તંત્ર કે સ્વર (ખંડ બે) ના વિમોચન પ્રસંગે નાયડુએ જણાવ્યું હતું કે ભારત વિશ્ર્વગુરુ હોવા છતાં ભૂતકાળમાં કયારેય કોઇ દેશ પર આક્રમક નથી કર્યુ.

તેમણે જણાવ્યું હતું કે, દુશ્મનોએ ભારતીયોને છેતરીને હુમલા કર્યા હતા અને વિનાશ વેર્યો હતો, પરંતુ ભારત કયારેય શાંતિના માર્ગથી ચલિત નથી થયું.

ઉપરાષ્ટ્રપતિ એ જણાવ્યું હતું કે ભારતીયો શાંતિ અને એખલાસથી રહેવામાં માને છે આપણા પર હુમલા કરનારા લોકોને આણે જડ બાતોઢ જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ભારત વિકાસના મહત્વના તબકકામાંથી પસાર થઇ રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સેંકડો યુવાનોને સામાજીક ન્યાય પ્રત્યે જાગૃત કર્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના બે વર્ષના કાર્યકાળમાં આપેલા રાષ્ટ્ર જોગા પ્રવચન, શિક્ષણ ધર્મ સહિતના વિવિધ વિષય પર આપેલા ૯પ  પ્રવચનના સંગ્રહ ધરાવતા પુસ્તકોનું વિમોચન કરાયું હતું.

દિલ્હીના આ અહેવાલને પગલે પાકિસ્તાનનો એક અહેવાલે એવો ધડાકો કર્યો છે કે, પાકિસ્તાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આઇસલેન્ડ પ્રવાસે જવા માટે તેની હવાઇ સરહદનો ઉપયોગ કરવા દેવાની ભારતની વિનંતી ફગાવી દીધી છે. તેમ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ શનિવારે જણાવ્યું હતું. રામનાથ કોવિંદ સોમવારથી આઇસલેન્ડ, સ્વિત્ઝલેન્ડ અને સલોવેનિયાની મુલાકાતે જવાના હતા. જેમાં તેઓ આ દેશો સાથે ભારતની રાષ્ટ્રીય ચિંતાઓ અંગે આ દેશોની ટોચની નેતાગીરીઓ સાથે ટુંકી વાર્તા કરવાના હતા. ખાસ કરીને ભારતમાં આ વર્ષે પુલાવામાં હુમલા જેવી આતંકની ઘટનાઓ વિશે ચર્ચા કરવાના હતા.

કુરેશીએ કહ્યું હતું કે કાશ્મીરની તંગ સ્થિતિને જોતા વડાપ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાનની હવાઇ સરહદનો ઉપયોય ન કરવા દેવાનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પુલવામાં હુમલા બાદ ભારતે બાલાકોટામાં ચાલી રહેલા આતંકી સંગઠનો જેશ-એ- મોહમ્મદના આતંકી ટ્રેનીંગ કેમ્પ પર ભારતીય વાયુ દળના લડાકુ વિમાને ત્રાટકયા બાદ ર૬ ફેબ્રુઆરીથી પાકિસ્તાને તેની હવાઇ ભારત માટે બંધ કરી દીધી છે. જો કે માર્ચમાં તેણે હવાઇ સરહદ આર્થિક ખુલ્લી મૂકી હતી. પરંતુ ભારતીય વિમાનો માટે પ્રતિબંધ જાળવી રાખ્યો હતો.

આ ઉશ્કેરણી ઓછી હોય તેમ અબતક ‘ના લંડનના અહેવાલ મુજબ જમ્મુ- કાશ્મીરને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ને તાજેતરમાં મોદી સરકારે સફળતાપૂર્વક હટાવી હતી. ભારતની આ આ આતરીક બાબતને આંતરરાષ્ટ્રીય સ્તરે વગોવવા પાકિસ્તાને ભારે ધમપછાડા કર્યા હતા. પરંતુ તેમાં દરેક તબકકે નિષ્ફળતા મળતા રઘવાયા બનેલા પાકિસ્તાનને આ મુદો આંતર રાષ્ટ્રીય સ્તરે ધુંધવાતો રહે

લંડના ભારતીય દુતાવાસ સામે અઠવાડીયામાં બીજીવાર ભારતીય દુતાવાસ સામે દેખાવોની ઘટના બહાર આવી છે ૧પમી ઓગષ્ટ કેટલાક લોકોએ ખાલિસ્તાની અને કાશ્મીરી ઝંડાઓ સાથે ભારતીય દુતાવાસના કર્મચારીઓ કે જે શાંતિપૂર્ણ રીતે ભારતીય સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યા હતા તેમના નિશાન બનાવવામાં આવ્યા હતા. કેટલાક લોકો બ્રીટીશ પાકિસ્તાની કાશ્મીરઓ અને ખાલીસ્તાનની શીખના ભારત વિરોધી દેખાવોમાં ઉત્પાત મચાવતા દેખાયા હતા. આ તોફાની તત્વોએ ભારતીય દુતાવાસ કચેરીએ થઇ રહેલી.

૧૫મી ઓગષ્ટની ઉજવણીના કાર્યક્રમમાં ઇંડા પ્લાસ્ટીક અને કાચની બોટલો જુતા અને હાથમાં આવે તે ચીજ વસ્તુઓ  હલ્લો બોલાવ્યો હતો. આ હલ્લામાં ભારતીય દુતાવાસ કચેરીમાં મહિલાઓ અને બાળકો ધુસી ગયા હતા અને જયાં સુધી પોલીસ તે ઘટના સ્થળે પહોચી નહિ કે સલામતીની વ્યવસ્થા ન કરી ત્યાં સુધી તેઓએ દુતાવાસ છોડવાનો ઇન્કાર કરી દીધો હતો.

આ બધા અહેવાલોનો સારાંશ તો એ જ છે કે, પાકિસ્તાન-ભારત વચ્ચે સંઘર્ષનો અને શત્રુતાનો માહોલ જેમનો તેમ અકબંધ છે. અને રાજકીય તડાફડી તંગદીલી, ઉકળાટ અને પ્રપંચી કાવાદાવામાં લગાચાર વધારો થયો છે.

આ ચકમક ઉપરાષ્ટ્રીય, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન જેવા ઉચ્ચ્સ્તરના સત્તાધીશો સુધી અને વિદેશી ચંચૂપાત સુધી પહોચ્યો છે.

મોટે ભાગે એમ માનવામાં આવે છે કે, પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરી પ્રદેશમાં બંધારણની કલમ ૩૭૦ ની નાબુદી, જમ્મુ-કાશ્મીરના ત્રણ ટ્રકડા અને ભારત ગૃહપ્રધાને ભારતીય સંસદ ગૃહમાં જ એવી જાહેરાત કરી હતી કે, અમે પીઓકે તેમજ અક્ષય ચીનને પણ ભારતમાં જોડી દેશું એને કારણે જમ્મુ-કાશ્મીરમાં તથા પાકિસ્તાનમાં અશાતિ સર્જવાની ઘટનાઓ લગાતાર ચાલુ રહી છે.

અહીં અમે કહી શકાય તેમ છે કે, સમગ્ર વિશ્ર્વની આર્થિક, રાજદ્વારી અને રાજકીય તકરારોની હાલત કલ્પનામાં ન આવે એવી ડામાડોળર તથા ગંદ ગોબરી અને બિહામણી છે, તેમજ ગણેશ ચતુર્થી  સહિત હિન્દુ-મુસ્લીમોના ધાર્મિક તહેવારોનો હમણા હમણાના કપરાસંજોગો વચ્ચે પણ ઉત્સાહ ભીનો થનગનાટ પ્રવર્તે છે તેવો માહોલમાં ભારત-પાકિસ્તાનની લડાયક-આક્રમક ચકમક અકબંધ રહી છે અને આ બન્ને દેશોનો અથડામણની શકયતા દાખવતો મામલો થાળે પડી જાય એવાં ચિહને દ્રષ્ટિગોચર થતા નથી

કોઇપણ પરીવારમાં સમાજમાં કે દેશમાં કોઇ અત્યંત મહત્વની તથા મહિમાવંતી વ્યકિત જે તેને જગતભરમાં તવારિખી નામના અપાવવાના આરે હોય તેવા વખતે એકાએક કાં તો છેલ્લા શ્ર્વાસની સ્થિતિમાં આવી પડે, એટલે કે જીવન મરણ વચ્ચે ઝોલાની હાલતમાં મૂકાઇ જાય અને ઘેરા આધાત વિષાદની આપતિમાં તેનો પરિવાર તે સમાજ કે તે દેશ આવી પડે તેવો ઘાટ આપણા દેશમાં ચંદ્રયાનની અતિ દુ:ખદ ઘટનાને કારણે પ્રવર્તે છે. સામાન્યતા આવા સમયે દિલગીરી, હમદર્દી આશ્ર્વાસન અને સહાનુભુતિની અપેક્ષા પડોશીઓ સ્વજનો, મિત્રો પાસે રાખતા હોય છે.

ભારતે એવી અપેક્ષા રાખી ન હોય તો પણ પાકિસ્તાન સારા પાડોશી જેવું  સૌજન્ય દઆવી શકયું હોત અને બન્ને દેશો વચ્ચે સુમેળ અર્થેની વાટાઘાટોની ભૂમિકા સર્જી શકયું હોત ! એના બદલે વડાપ્રધાન ઇમરાનખાને શત્રુતા વધે એવી અશાંતિ સર્જવાના પગલા લીધા છે ભારત માટે પાકની આ હલચલ અસહ્ય બને અને તે ઉશ્કેરણીનું સ્વરુપ લે તે નિર્વિવાદ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.