Abtak Media Google News

પ્રખ્યાત યાત્રાધામ દ્વારકાધિશ મંદીરને ઉડાડી દેવાનો પાકિસ્તાનનો કારસો ચમત્કારી

રીતે નાકામ રહ્યો તો: દ્વારકાનગરીમાં આજે પણ બોમ્બના અવશેષો મોજુદ

ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભાગલા બાદ ૧૯૬૫મા પાકિસ્તાનના લશ્કરે વિશ્વવિખ્યાત તીર્થક્ષેત્ર જે ભારતના પશ્ચીમ કિનારે આવેલ ભગવાન શ્રીકૃષ્ણના દ્વારકાધીશ મંદીરને ઉડાડી દેવાનો કારસો રચ્યો હતો. આજે પણ દ્વારકામાં વયોવૃઘ્ધ દ્વારકાવાસીઓ આ ઘટનાની યાદને વાગોળતા હોય છે. ૧૯૬૫માં હિન્દુધર્મના મુખ્ય તહેવાર એેવા વામન દ્વાદશ જયંતિના દિને કરાચીથી સમુદ્ર માર્ગે આવેલી પાક નેવીએ દ્વારકાધીશ મંદીરને ઉડાવવાનો નાકામ પ્રયત્ન કરવા નિશાન તાકીને બેઠા હતા. પરંતુ પાક. લશ્કરને દરીયાઇ સમુદ્રની પાણીની સપાટીની ભરતી અને ઓટના સમયની ખબર ન હોય ઢળતી સાંજે પાક નેવીએ તોપ વડે મોડી રાત્રે મંદીરને અને કૃષ્ણની નજગરી દ્વારકાને ઉડાવવાના મનસુબા ઘડયા હતા પરંતુ રાત્રે જયારે પાક લશ્કરે બોમ્બમારો ચાલુ કર્યો ત્યારે સમુદ્રનું પાણીનું સ્તર ઉચાર ચઢાવ થઇ જવાના કારણે દ્વારકાધીશ મંદીર અને સમગ્ર દ્વારકા નગર પાક લશ્કરના બોમ્બમારાનો ભોગ બન્યો ન હતો અને મોડી રાત્રે બોમ્બમારાના અગનગોળા દ્વારકાનગરી તેમજ મંદીર ઉપરથી સીધા દ્વારકાના સીમાડા બહાર ખેતરોમાં પડયા હતા. અને પાકિસ્તાનના કરાંચી રેડીયો પરથી પાક સરકારે એ વખતે દ્વારકા નગરી આગમે જલ રહી છે એવો સંદેશો પણ સમગ્ર વિશ્વને આપ્યો હતો. પરંતુ લશ્કરની અણઆવડત કહીએ કે ભગવાન દ્વારકાધીશની દ્વારકાવાસીઓ પર કૃપા આમ જે હોય તે પરંતુ પાકિસ્તાનના આ મુર્ખાઇભરા સ્વપ્ન ૧૯૬૫ માં નાકામયાબ નીવડેલ હતા. જો કે તે સમયે ખુબ જ કાચા સાધનો અને દ્વારકાવાસીઓ ની સ્થિતિ માનસીક રીતે ખુબ જ નાજુક હતી

પરંતુ દ્વારકાધીશની કૃપાથી આ દ્વારકાનો બચાવ થયો જેથી દ્વારકા નગરજનો અને દ્વારકાના ગુગળ બ્રાહ્મણો  દ્વારા તેજ દિવસે દ્વારકાધીશ જગત મંદીરના શિખર પર ઘ્વજારોહણ અને ધાર્મિક કાર્યક્રમો યોજયા હતા. અને ભગવાનને પ્રાર્થના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.