Abtak Media Google News

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને 10 વર્ષ અને તેમની દીકરી મરિયમને 7 વર્ષ જેલની સજા કોર્ટે સંભળાવી છે. પાકિસ્તાની મીડિયાએ આ સમાચારની પુષ્ટી કરી છે.

આ પહેલાં શુક્રવારે 7 દિવસ નિર્ણય ટાળવાની નવાઝ, મરિયમ અને સફદરની અરજી એકાઉન્ટિબિલિટી કોર્ટે રદ કરી લીધી હતી. લંડનમાં ગેરકાયદેસર રીતે એકઠી કરેલી સંપત્તિ કેસમાં આ નિર્ણય આવ્યો છે. આ નિર્ણય બાદ હવે મરિયમના રાજકીય ભવિષ્ય સામે સવાલો ઉભા થયા છે. શરીફ પરિવાર તરફથી કુલસુમ નવાઝની ખરાબ તબિયતનો હવાલો આપીને, આગામી 48 કલાક પરિવારે તેમની સાથે રહેવું જરૂરી છે તેવી દલીલ કરવામાં આવી હતી.

ઇસ્લામાબાદ કોર્ટે બુધવારે એવેન્ફિલ્ડ સંપત્તિ ભ્રષ્ટાચાર મામલે શુક્રવારે ચૂકાદો સંભળાવવાનો નિર્ણય કર્યો હતો. આ મામલે નવાઝ શરીફ અને મરિયમ બંને આરોપી છે.કોર્ટે આ બંનેને બુધવારે કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કર્યુ હતું. સામે પક્ષે નવાઝ અને મરિયમે બુધવારે જ સાત દિવસની છૂટ આપવાની અપીલ કરી હતી.એવેન્ફિલ્ડ કેસ નવાઝ શરીફ સામેના ચાર ભ્રષ્ટાચારના આરોપોમાંથી એક છે.

આ કેસમાં નવાઝ શરીફે લંડનના એવેન્ફિલ્ડ હાઉસમાં 4 વૈભવી ફ્લેટ લીધા છે.બુધવારે લંડનથી નવાઝ શરીફે કહ્યું હતું કે, હું કોર્ટરૂમમાં ઉભા રહીને ફેંસલો સાંભળવા ઇચ્છું છું. મેં અને મારી દીકરીએ 100થી વધુ કેસોની સુનવણી સાંભળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.