Abtak Media Google News

ગાયનું દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર, ગોબર આ પાંચ દ્રવ્યો એટલે કે પંચગવ્ય થકી અનેક રોગો નાબૂદ થાય છે

ગાયને આપણે માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિએ જ જોઈ છે, હવે આર્થિક તથા આયુર્વેદિક નજરે જોવાનો સમય આવી ગયો છે

સંસ્કૃતમાં એક વાકય છે

‘ગાયો વિશ્ર્વસ્ય માતર:॥

અર્થાત્ ગાય એ વિશ્ર્વની માતા છે ! ગાયના દેહમાં તેંત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એવું આપણા શાસ્ત્રો કહે છે અત્યાર સુધી ગાયને આપણે માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ, હવે તેને આર્થિક અને આયુર્વેદિક નજરે પણ જોવાનો સમય આવી ગયો છે.

ગાયનું દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર એટલે કે ગાયનાં આ પાંચ દ્રવ્યો એટલે કે પંચગવ્યનું ખૂબજ મૂલ્ય છે. અનેક રોગોમાં પંચગવ્ય ફાયદો કરે છે. અમૂક રોગોની નાબૂદીણ કરી શકે છે. એટલે કે પંચગવ્ય અમૃત સમાન છે.

આવો સમજીએ, પંચગવ્ય શું છે? તેના લાભ શું છે?

ગાય આખા વિશ્ર્વની માતા છે. એવો ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાગાન દ્વારા આખા વિશ્ર્વને જ્ઞાન સંદેશ આપેલ છે કારણ કે ગાયનું દૂધ, દહી, ઘી, ગૌમૂત્ર, ગોબર (પંચગવ્ય) માં ઔષધીય તાકાત છે.

ગાયનું દૂધ :-

  • ગાયનું દૂધ માતાના દૂધ કરતા પણ ઉત્તમ ગણવામાં આવે છે. ગાયના શરીરમાં સૂર્યકેતુ નાડી છે જે સૂર્યપ્રકાશમાં જાગૃત થઇ વાતાવરણમાંથી તમામ 24 ઔષધિય તત્વો પોતાના શરીરમાં ખેંચી પંચગવ્યને ઔષધીય તાકાતથી ભરપૂર બનાવી સર્વરોગનાશક બનાવે છે.
  • ગાયના દૂધમાં સેરીબ્રોસાઇડ નામનું તત્વ છે. જે મગજ અને બુધ્ધિના વિકાસમાં મદદરૂપ થઇ પિત્ત, એસીડીટી અલ્સરમાં ગુણકારી છે.
  • ગાયના દૂધમાં જઝછગઝઈંઅગ તત્વ છે જે અણુ કિરણોથી બચાવે છે.
  • ગાયના દૂધમાં તે જ ગાયનું ઘી મેળવી પીવાથી કેન્સર નાબૂદ થાય છે.
  • ગાયના દૂધની તર ભારે, ટાઢી, મૈથુન શક્તિને વધારનાર, પિત્તને લોહીના બગાડને, રક્તપિત્તને તથા વાયુને મટાડનાર, તૃપ્ત કરનાર પુષ્ટિ આપનાર, સ્નિગ્ધ હોઇ બળ અને વીર્યને વધારનાર છે.

ગાયનું દહીં:-

મધુર, ખાટુ, રૂચિ આપનાર, પવિત્ર અને અગ્નિને પ્રદિપ્ત કરનાર, હૃદ્યને પ્રિય થાય તેવું, પુષ્ટિ કરનાર, વાયુ મટાડનાર છે, શરીરને બુધ્ધિની લાવણ્યની, કાંતિની સામર્થ્યની તથા તેજની વૃધ્ધિ કરનાર, અલક્ષ્મીને, પાપને તથા રાક્ષસી વૃત્તિને હણનાર, યુવાનીને સ્થિર રાખનાર, ભારે બળ આપનાર, આયુષ્યને વધારનાર, પવિત્ર, મંગલરૂપ, રસાયન, સુગંધ યુક્ત, સુંદર અને બધી જાતોમાં સર્વાધિક ગુણિયલ છે. એક વર્ષથી જૂનું ઘી ત્રણે દોષને મટાડનાર અને કોઢ, મુર્છા, ઝેર, ઉન્માદ, વાઇ, તિમિર રોગને મટાડનાર છે. ગાયનું ઘી જેમ વધારે જૂનું થાય તેમ અધિકાધિક ગુણવાળું થતું જાય છે…..(ભાવપ્રકાશ) ગાયના ઘી થી હવન કરવામાં આવે ત્યારે જ્યાં જ્યાં ધૂમાડો જાય છે ત્યાંથી જીવજંતુ દૂર ચાલ્યા જાય છે.

ગોબર (ગાયનું છાણ):-

વૈજ્ઞાનિકોના મત અનુસાર ગાયના છાણ જેવુ કિટાણુંનાશક દ્રવ્ય જગતમાં બીજું કોઇ નથી. અણુ વિકિરણ, રેડીયો, ધર્મીતા માટે ગાયનું છાણ અદ્ભૂત રક્ષા કવચ છે. જરૂરી વીટામીન બી-12 છાણના રસમાંથી મળે છે. અનેક જટિલ બિમારીઓનો ઇલાજ ગોબરમાં છે. એટલે જ તો ગોબરમાં લક્ષ્મીનો વાસ છે એવું શાસ્ત્રોમાં કહેવાયું છે. ગોબર ઉર્વરક શક્તિથી ભરપૂર હોઇને ખેતીમાં મબલખ પાક દેનારૂં છે.

ગૌમૂત્ર :-

વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ ગૌમૂત્રમાં પોટેશિયમ, કેલ્શિયમ ક્લોરાઇડ, યુરિયા, ફોસ્ફેટ, એમોનિયા, ક્રિએટીન જેવા 24 ઔષધિય તત્વો અને પોષક ક્ષારો છે. જેના કારણે તે ઔષધિય ગુણોનો ભંડાર છે અને ગુણગાન કરતા કહ્યું છે ગૌમૂત્રમાં ગંગા વિગેરે નદીઓનો વાસ છે અને ગમે તેવા વિષને પણ જો 3 દિવસ ગૌમૂત્રમાં રાખવામાં આવે તો વિષ પણ વિશુધ્ધ બની જાય છે. ગૌમૂત્ર ઉત્તમ કિટનાશક હોઇને પાક સંરક્ષક દવા તરીકે પણ ખૂબ જ અસરકારક છે. આ તો ગૌમૂત્રની મોંઘેરી મહિમાનો માત્ર આછેરો અણસાર છે.

શ્રીજી ગૌશાળા અને શ્રી ગિરિરાજ ગૌમૂત્ર ચિકિત્સા કેન્દ્ર દ્વારા 17 વર્ષથી ગૌમૂત્ર ઔષધ નિર્માણ કરી પંચગવ્ય ચિકિત્સા દ્વારા દેશ-વિદેશના લાખો દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી રહી છે. જેના ખૂબ જ સંતોષજનક અને ચમત્કારીક પરિણામો પ્રાપ્ત થઇ રહ્યાં છે. સંસ્થા દ્વારા રાજકોટ, જેતપુર, ગોંડલ, ધ્રાંગધ્રા, ચોટીલા વિગેરે શહેરોમાં પણ આવાં ગૌમૂત્ર ચિકિત્સા કેન્દ્રો ચલાવાઇ રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.