Abtak Media Google News

શહેર ભાજપ દ્વારા પ્રભારી મંત્રી અને પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ ભાજપના તમામ કોર્પોરેટરોના નામનું લીસ્ટ રજૂ કરાશે

રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકની અઢી વર્ષની મુદત આગામી ૧૪મી જૂનના રોજ પૂર્ણ થઈ રહી છે. ત્યારે પાછલા અઢી વર્ષ માટે નવા હોદ્દેદારોની નિમણૂંક કરવા ૧૫મી જૂનના રોજ મહાપાલિકામાં જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે.

Advertisement

નવા પદાધિકારીઓના નામો નકકી કરવા માટે આગામી સોમવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સને ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં મેયર સહિતના હોદ્દેદારોના નામો માટે ત્રણ-ત્રણ નામોની પેનલ બનાવવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.

શહેર ભાજપના સંગઠન દ્વારા રાજકોટ શહેર તા જિલ્લાના પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સંગઠન મંત્રી તા પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મહાપાલિકામાં ભાજપના ૩૯ નગરસેવકોના નામો રજૂ કરી દેવામાં આવશે.

જો પ્રદેશમાંી કોઈ સુચના મળશે તો મેયર, ડે.મેયર અને સ્ટે.ચેરમેન સહિતના મુખ્ય પાંચ હોદ્દાઓ માટે ત્રણ-ત્રણ નામોની પેનલ રજૂ કરી દેવામાં આવશે. પાર્લામેન્ટરી બોર્ડમાં સંભવિતોના નામની માત્રા ઔપચારિક ચર્ચા જ કરવામાં આવશે. મેયર સહિતના પદાધિકારીઓના નામ ૧૫મી જૂનના રોજ જનરલ બોર્ડ પૂર્વે મળનારી ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં જ નામોની જાહેરાત કરવામાં આવશે. મેયર, ડે.મેયર અને સ્ટે.ચેરમેન માટે હાલ એકાદ ડઝની વધુ નામો ચર્ચામાં છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.